અચૂક જાણવી જોઈએ ગુજરાતના 10 રહસ્યમયી મંદિરો વિશે ની સત્ય હકીકતો

એ વાતમાં કોઈ શંકા નથી આપણો ભારત દેશ મંદિરોના દેશ તરીકે ઓળખાય છે. કારણ કે આપણા દેશમાં લગભગ દરેક ગલી-મોહલ્લા અને સોસાયટીમાં એક મંદિર જોવા મળી જ જશે. જ્યાં નાસ્તિકોનો દેશ હોય છે ત્યાં લગભગ દરેક શહેરમાં એક મેન્ટલ હોસ્પિટલ હોય છે, જ્યારે આસ્તિક દેશોમાં અને લોકોમાં ધાર્મિક સ્થાનો લોકોને એવી માનસિક બીમારીઓથી દુર રાખે છે, અને મગજની ચિંતા હરી લે છે અને ખુબ શાંતિ અર્પે છે.

સામાન્ય ભાષામાં ભગવાનની પૂજા કરવાંના સ્થળને મંદિર કહેવામાં આવે છે. જ્યાં આવીને લોકો પોતાના આરાધ્ય દેવતાઓની પૂજા કરે છે એને મંદિર કહેવાય છે. આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિર છે જે રહસ્યમય છે. અને આજે અમે એમાંથી 10 વિચિત્ર રહસ્યમય મંદિરો વિષે જણાવીશું, જેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

1. કરણી માતાનું મંદિર :

જાણકારી માટે જણાવી દઈએ કે, કરણી માતાનું આ મંદિર બિકાનેર, રાજસ્થાનમાં આવેલું છે. આ ઘણું અનોખું મંદિર છે. જણાવી દઈએ કે, આ મંદિરમાં લગભગ 20 હજાર કાળા ઉંદર રહે છે. અને લાખોની સંખ્યામાં મુસાફરો અને શ્રદ્ધાળુઓ અહિયાં પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. કરણી દેવીને દુર્ગા માં નો અવતાર માનવામાં આવે છે. અને આ મંદિરને ‘ઉંદર વાળું મંદિર’ પણ કહેવામાં આવે છે.

અહીંયા ઉંદરને કાબા કહે છે, અને તેમને નિયમિત ભોજન કરાવવામાં આવે છે અને તેમની સુરક્ષા કરવામાં આવે છે. અહીંયા એટલા ઉંદર છે કે તમારે પગ ઘસડીને ચાલવું પડે છે. અને જો અહીં એક પણ ઉંદર તમારા પગની નીચે આવી જાય તો એને અપશકુન/અશુભ માનવામાં આવે છે. તેમજ એવું કહેવામાં આવે છે કે, એક ઉંદર પણ તમારા પગના ઉપરથી જાય છે તો તમારા પર દેવીની કૃપા થઇ જાય છે. અને જો તમે સફેદ ઉંદર જોઈ લીધો તો તમારી મનોકામના પૂર્ણ થઇ જાય છે.

2. કન્યાકુમારી દેવી મંદિર :

એ તો તમે જાણતા જ હશો કે કન્યાકુમારી પોઈન્ટને ભારતનો સૌથી નીચેનો ભાગ માનવામાં આવે છે. અહીંયા સમુદ્ર કિનારે જ કુમારી દેવી મંદિર છે. અહીંયા માં પાર્વતીને કન્યાના રૂપમાં પૂજવામાં આવે છે. અને આ દેશની એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરુષોએ કમરના ઉપરના ભાગના કપડાં ઉતારવા પડે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, પૌરાણિક માન્યતાઓ અનુસાર આ સ્થાન પર દેવીના લગ્ન સંપન્ન ન થવાને કારણે બચેલા દાણ ચોખા થોડા સમય પછી કાંકરા-પથ્થર બની ગયા હતા. એટલા માટે કન્યાકુમારીના સમુદ્ર કિનારે રેતીમાં દાણ અને ચોખાના રંગ-રૂપ વાળા કાંકરા ખુબ જોવા મળે છે. પણ આશ્ચર્ય ભર્યો સવાલ એ છે કે કાંકરા-પથ્થર દાણ-ચોખાનો આકાર જેટલા અને તેવાજ દેખાય છે.

3. મેરુ રિલિજન સ્પોટ, કૈલાશ પર્વત :

મિત્રો, હિમાલય પર્વતની ઉચ્ચતમ શ્રંખલામાં માનસરોવમાં આ ખુબ પવિત્ર જગ્યા છે. અહીંની પૌરાણિક માન્યતાઓ અનુસાર અહિયાં ભગવાન મહાદેવ સ્વંય વિરાજમાન છે. અને આ ધરતીનું કેન્દ્ર છે. દુનિયાનો સૌથી ઉંચા સ્થાન પર સ્થિત કૈલાશ માનસરોવરની નજીક જ કૈલાશ અને આગળ મેરુ પર્વત સ્થિત છે. આ સંપૂર્ણ ક્ષેત્ર શિવ અને દેવલોક કહેવામાં આવે છે. રહસ્ય અને ચમત્કારથી પરિપૂર્ણ આ સ્થાનની મહિમા વેદ અને પુરાણોમાં ભરી પડેલ છે.

જણાવી દઈએ કે, કૈલાશ પર્વત સમુદ્રના સ્તરથી 22,068 ફૂટ ઉંચો છે અને હિમાલયના ઉત્તરના ક્ષેત્રમાં તિબેટમાં સ્થિત છે. તિબેટ ચીન હેઠળ હોવાથી અંતઃ કૈલાશ ચીનમાં આવે છે. આ સ્થાન ચાર ઘર્મો- તિબતી ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિંદુ ધર્મનું આધ્યાત્મક કેન્દ્ર છે. કૈલાશ પર્વતની 4 દિશાઓ માંથી 4 નદીઓનું ઉદગમ થયું છે. બ્રહ્મપુત્ર, સિંધુ, સતલુજ અને કરનાલી.

4. શનિ શિંગણાપુર :

 

મિત્રો, આપણા દેશમાં સૂર્યપુત્ર શનિદેવના ઘણા બધા મંદિર છે, પણ એ બધા માંથી આ એક પ્રમુખ મંદિર છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શિંગણાપુર મંદિર આવેલું છે. વિશ્વપ્રસિદ્ધ આ શનિ મંદિરની વિશેષતા એ છે કે, અહીંયા સ્થિત શનિદેવની પાષાણ પ્રતિમા વગર કોઈ છત્રી અથવા ગુંબજના ખુલ્લા આકાશના નીચે એક સંગેમરમરના ચબૂતરા પર વિરાજિત છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અહીંયા શિંગણાપુર શહેરમાં ખોટા કામ કરવાં વાળા લોકોમાં ભગવાન શનિનો ખોફ એટલો છે કે, શહેરના બધા ઘરોમાં બારી, દરવાજા અને તિજોરી નથી. દરવાજાઓની જગ્યા પર અહીંયા લાગેલ છે ફક્ત પરદા. એવું એટલા માટે કારણ કે અહીંયા ચોરી થતી નથી. જે ચોરી કરે છે તેને સજા પોતે શનિદેવ આપે છે. આના ઘણા પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યા છે. શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે અહીંયા આખા વિશ્વ માંથી દર શનિવારે લાખો લોકો આવે છે.

5. સોમનાથ મંદિર :

સોમનાથ મંદિરની વાત કરીએ તો આ એક મહત્વપૂર્ણ હિંદુ મંદિર છે. આ મંદિરની ગણતરી 12 જ્યોતિલિંગોમાં સર્વપ્રથમ જ્યોતિર્લિંગના રૂપમાં થાય છે. પ્રાચીનકાળમાં આનું શિવલિંગ હવામાં હલતું હતું, પરંતુ આક્રમણકારીઓએ આને તોડી નાખ્યું. એવું માનવામાં આવે છે કે 24 શિવલિંગોની સ્થાપના કરવામાં આવી હતી તેમાં સોમનાથનું શિવલિંગ વચ્ચે હતું. આ શિવલિંગોમાં મક્કા સ્થિત કાબાનું શિવલિંગ પણ શામિલ છે. આમાંથી કેટલાક શિવલિંગ આકાશમાં સ્થિત કર્ક રેખાના નીચે આવે છે.

અને એટલું જ નહિ, ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ બંદરગાહમાં આવેલા આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આનું નિર્માણ સ્વંય ચંદ્રદેવ કર્યું હતું. આનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. આ સ્થાનને સૌથી રહસ્યમય માનવામાં આવે છે. યદુવંશીઓ માટે આ પ્રમુખ સ્થાન છે. આ મંદિરને હજુ સુધી 17 વાર નષ્ટ કરવામાં આવ્યું છે, અને દર વખતે આનું પુન:નિર્માણ કરવામાં આવ્યું.

અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. શ્રીકૃષ્ણ ભાલુકા તીર્થ પર વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે જ શિકારીએ તેમના પગની એડીમાં પહ્મચિહ્નનને હરણની આંખ જઈને તિર માર્યું હતું. ત્યારેજ કૃષ્ણએ દેહ ત્યાગ કરી ત્યાંથી જ વૈકુંઠ ગમન કર્યું. આ સ્થાન પર ખુબ સુંદર કૃષ્ણ મંદિર બન્યું છે.

6. કામાખ્યા મંદિર :

જાણકારી માટે જણાવી દઈએ કે, કામાખ્યા મંદિરને તાંત્રિકોનું ગઢ કહેવામાં આવે છે. અને તે માતાના 51 શક્તિપીઠ માંથી એક છે. અને આ પીઠને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ગુવાહાટીમાં આવેલું છે. અહીંયા ત્રિપુરાસુંદરી, મતાંગી અને કમલાની પ્રતિમા મુખ્ય રૂપથી સ્થાપિત છે. બીજી તરફ 7 અન્ય રૂપોની પ્રતિમા અલગ-અલગ મંદિરોમાં સ્થાપના કરવામાં આવી છે, જે મુખ્ય મંદિરોને ઘેરેલા છે.

અહી એવી પૌરાણિક માન્યતા છે કે, વર્ષમાં એક વાર અમ્બુવાચી પર્વ દરમિયાન માં ભગવતી રજસ્વલા હોય છે, અને માં ભગવતીની ગર્ભગૃહ સ્થિત મહામુદ્રા (યોની-તીર્થ) થી નિરંતર 3 દિવસો સુધી જળ પ્રવાહના સ્થાનથી લોહી પ્રવાહિત થાય છે. આ મંદિરના ચમત્કાર અને રહસ્યો વિષે પુસ્તકો ભરી પડ્યા છે. હજારો એવા કિસ્સા છે જેનાથી આ મંદિરના ચમત્કારિક અને રહસ્યમય હોવાની ખબર પડે છે.

7. અજંતા-એલોરાના મંદિર :

આપણે બધા સ્કુલમાં એ ભણી ચુક્યા છીએ કે, અજંતા-એલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં સ્થિત છે. અને આ ગુફાઓ મોટી મોટી ચટ્ટાનો કાપીને બનાવવામાં આવી છે. અને કુલ 29 ગુફાઓ અજંતામાં અને 34 ગુફાઓ એલોરામાં છે. તેમજ આ ગુફાઓને વર્લ્ડ હેરિટેજના રૂપમાં સંરક્ષિત કરવામાં આવે છે. આને રાષ્ટકૂટ વંશના શાસકો દ્વારા બનાવવામાં આવી છે. આ ગુફાઓના રહસ્ય પર આજે પણ શોધ કરવામાં આવી રહી છે. અહીંયા ઋષિ-મુનિ અને ભુક્ષિ ખુબ તપસ્યા અને ધ્યાન કરે છે.

જણાવી દઈએ કે, સહ્યાદ્રીના પર્વતો પર સ્થિત આ 30 ગુફાઓ માંથી લગભગ 5 પ્રાથમિક ભવન અને 25 બૌદ્ધ મઠ છે. ઘોડાની નાળના આકારમાં નિર્મિત આ ગુફાઓ અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આમાં 200 ઈસા પૂર્વથી 650 ઈસા પશ્ચાત સુધી બૌદ્ધ ઘર્મનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

આ ગુફાઓમાં હિંદુ, જૈન અને બૌદ્ધ 3 ધર્મો પ્રતિ દર્શાવવામાં આવી છે. અહીં આસ્થાના ત્રિવેણી સંગમનો પ્રભાવ જોવા મળે છે. દક્ષિણની તરફ 12 ગુફાઓ બૌદ્ધ ધર્મ, મધ્યની 17 ગુફાઓ હિંદુ ધર્મ અને ઉત્તરની 5 ગુફાઓ જૈન ધર્મ પર આધારિત છે.

8. ઉજ્જેનનું કાલ ભૈરવ મંદિર :

મિત્રો, આ મંદિરના વિષે દરેક વ્યક્તિ જાણે છે કે, અહીંયા કાલ ભૈરવની મૂર્તિ મદિરાપાન કરે છે. અને એટલા માટે જ અહીંયા મંદિરમાં પ્રસાદની જગ્યાએ દારૂ ચડાવવામાં આવે છે. આજ દારૂ પ્રસાદના રૂપમાં પણ વહેંચવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે, કાલ ભૈરવ નાથ આ શહેરના રક્ષક છે. આ મંદિરની બહાર વર્ષના 12 મહિના અને 24 કલાક દારૂ હોય છે.

9. ખજુરાહોનું મંદિર :

આ મંદિર પણ ઘણું રહસ્યમય છે. એવું તે કયું કારણ હતું કે તે કાળના રાજાએ સેક્સને સમર્પિત મંદિરોની એક આખી શ્રંખલા બનાવી? આ રહસ્ય હજુ સધી ખુલ્યું નથી. ખજુરાહો આમ તો ભારતના મધ્યપ્રદેશ પ્રાંતના છતરપુર જિલ્લામાં સ્થિત એક નાનકડો કસ્બો છે. છતાં પણ ભારતમાં તાજમહેલ પછી સૌથી વધારે જોવા અને ફરવા જવા વાળા મુસાફરી સ્થળોમાં બીજું નામ ખજુરાહોનું આવે છે. ખજુરાહો ભારતીય આર્ય સ્થાપત્ય અને વાસ્તુકલાની એક નાયાબ મિસાલ છે.

જાણકારી ન હોય તો જણાવી દઈએ કે, ચંદેલ શાસકોએ આ મંદિરનું નિર્માણ સન 900 થી 1130 ઈસવીની વચ્ચે કરાવ્યું હતું. ઇટીએસમાં આ મંદિરોનું સૌથી પહેલા જે મળે છે તે અબુ રીહાન અલ બરુની (1022 ઈસવી) અને અરબ મુસાફિર ઈબ્ન બતુતાનું છે. કલા પારખી ચંદેલ રાજાઓએ લગભગ 84 બેજોડ અને સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ તેમાંથી હજુ સુધી 22 મંદિરોની જ શોધી શકાયા છે. આ મંદિર શૈવ, વૈષ્ણવ અને જૈન સંપ્રદાયને સંબંધિત છે.

10. જ્વાલા દેવી મંદિર :

મિત્રો આજની આપણી યાદીમાં સૌથી છેલ્લું આવે છે જ્વાલાદેવી મંદિર. આ મંદિર હિમાચલના કાંગડા ઘાટીથી દક્ષિણમાં 30 કિમી. દુર આવેલું છે. અહીંયા માં સતીના 51 શક્તિપીઠ માંનું એક પીઠ છે. અહીં માતાની જીભ ભીંની છે. હજારો વર્ષની અહિયાં દેવીના મુખ માંથી આગ નીકળી રહી છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરોની શોધ પાંડવોએ કરી હતી.

અને આ જગ્યાનું એક અન્ય આકર્ષણ તાંબાનો પાઇપ પણ છે, જેમાંથી પ્રાકૃતિક ગૈસનો પ્રભાવ નીકળે છે. આ મંદિરમાં આગની અલગ-અલગ 9 જ્યોત છે, જે અલગ-અલગ દેવીઓને સમર્પિત છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ મૃત જ્વાળામુખીની અગ્નિ હોય શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, હજારો વર્ષ જૂના આ માં જ્વાલાદેવીના મંદિરમાં જે 9 જ્વાળાઓ પ્રજ્વલિત છે, તે 9 દેવીઓ મહાકાલી, મહાલક્ષ્મી, સરસ્વતી, અન્નપૂર્ણા, ચંડી, વિન્ધ્યવાસિની, હિંગલાજ ભવાની, અંબિકા અને અંજના દેવીના જ સ્વરૂપ છે. જાણવામાં આવ્યું છે કે સતયુગમાં મહાકાલીના પરમ ભક્ત રાજા ભુમીચંદે સ્વપ્નથી પ્રેરિત થઇને આ ભવ્ય મંદિર બનાવ્યું છે. જે પણ સાચા મનથી આ રહસ્યમયી મંદિરના દર્શનના માટે આવે છે, તેમની બધી મનોકામના પુરી થઇ જાય છે.

Source link —> gujaratilekh.com

Share this :