ગણેશ ચોથનું વ્રત અને કથા

ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાંક્સ આવે છે. આ વ્રત કરનારને ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું. ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિનું પૂજન કરવું. ગણપતિની પવિત્ર કથા કરવી, મીઠાઈવાળી ચીજ ખાવી નહીં. ભોજન કરતી વખતે બોલવું નહીં.રાત્રે ચન્દ્રદર્શન કરવું.

બ્રમ્હાજી!

એમને એક વખત ખબર પડી કે ગણપતિ એતો રિદ્ધિ-સિદ્ધિના દેવ છે. એટલે એમની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિદાદા પાસે જઈને કહેવા લાગ્યા:

“હે ગણપતિ દેવ! આ શૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મુંજાઈ જાય છે, એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કાંઈ વિઘ્ન આવે નહીં!”

ગણપતિ કહે:”જાવ! તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરી શકશો.”

એક વખતની વાત છે.

ગણપતિદાદા કૈલાશ પર જઈ રહ્યા હતા. એ વખતે ચન્દ્રે તેમને જોયા અને હસી પડ્યા.

આથી ગણપતિએ તેમને શાપ આપ્યો:

“હે ચન્દ્ર! તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે. આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં અને કોઈ ભૂલેચૂકે જોશે તો તેને માથે કલંક આવશે.”

આ શાપ સાંભળીને ચન્દ્રને ભારે શરમ આવી. એ તો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયા.

દેવોને ખબર પડી કે ગણપતિએ ચન્દ્રને શાપ આપ્યો છે અને જેથી ચન્દ્ર શરમાઈને કમળમાં છુપાઈ ગયા છે, એટલે તેઓ બ્રમ્હાજી પાસે ગયા અને કહેવા લાગ્યા:

“બ્રમ્હાજી! ચન્દ્રને ગણપતિએ શાપ આપ્યો છે અને એને કારણ તે પીડાઈ રહ્યો છે, એનું નિવારણ બતાવો.”

“ગણપતિના શાપને તો ગણપતિ સિવાય કોઈ મિથ્યા કરી શકે નહીં, એટલે એમને પ્રશન્ન કરવા જોઈએ.”

“પણ એમને કઈ રીતે પ્રસન્ન કરવા?”

“એમને પ્રસન્ન કરવા માટે ગણપતિ ચોથનું વ્રત કરવું જોઈએ. આ વ્રત ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ ચોથ સુધી કરવાનું. ગણપતિની કોઈપણ ધાતુની મૂર્તિ બનાવીને ગણપતિની સ્થાપના કરી તેમની પૂજા કરવાની. નૈવેદ્યમાં લાડુ કરીને એમને ધરાવવાના. ચોથને દિવસે સાંજના સમયે ગણપતિની મૂર્તિ વાજતે ગાજતે નદીએ લઈ જઈ જળમાં પધરાવવાની. આ દિવસે બ્રામ્હણો જમાડવા અને દાન કરવું, આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થશે.”

આ સંદેશો ચન્દ્રને પહોંચાડવામાં આવ્યો. આથી ચન્દ્રે ગણેશ ચોથનું વ્રત કર્યું અને પ્રાર્થના કરવા માંડી કે, “હે ગણપતિદાદા! મારી અણસમજના કારણે હું આડુંઅવળું બોલી ગયો પણ હવે મને એનો ખૂબ પસ્તાવો થાય છે. આપ તો દયાળુ છો તો મને આપ શાપમાંથી મૂક્ત કરો.”

ગણપતિએ ચન્દ્રની આ પ્રાર્થના સાંભળી, પછી કહે:

“હે ચંદ્ર! આખરે તને તારી ભૂલ સમજાઈ, એ માટે હું રાજી થયો છું. તને મારા શાપમાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં મળે પણ શાપ જરા હળવો બનાવું છું.”

“ભલે ગણપતિ દાદા.”

“એટલે ભાદરવા સુદ બીજને દિવસે જે ચન્દ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે પણ બીજના ચન્દ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તેને કલંક લાગશે, છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની પર મારી કૃપા રહેશે.”

આમ જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે અને તેના વ્રતની કથા સાંભળશે તેના માથે કોઈ જાતનું સંકટ નહીં આવે અને સુખ સાંપડશે.

“હે ગણપતિદાદા! તમારું વ્રત કરનારને ચન્દ્રમાની જેમ સુખશાંતિ આપજો અને સદાય કલ્યાણ કરજો.

બોલો ગણપતિદાદાની જય

આ વ્રત કથા બીજા મિત્રો સાથે અચૂક શેર કરો. નીચે શેર ના બટન આપેલ છે એનો ઉપયોગ કરો.

Share this :