Shree Vaman Avatar – (શ્રી વામન અવતાર)

બલિરાજાએ ગુરૂ શુક્રાચાર્ય દ્વારા યજ્ઞ કરીને દિવ્યરથ, અક્ષયભાથું અને કવચ પ્રાપ્તિ કરીને સ્વર્ગ પર ચડાઈ કરી. ડરના માર્યા દેવતાઓ ભાગ્યા ને બલિ ત્રિલોક વિજેતા બન્યો. પણ દેવતાઓની માતા અદિતિને આ ન ગમ્યું. તેમણે પતિ કશ્યપને પ્રાર્થના કરી. આપણા પુત્રો પુનઃપદ પ્રતિષ્ઠા મેળવે તેવો ઉપાય બતાવો.

કશ્યપે ભગવાનનું શરણું સર્વદુઃખ હરણ છે એમ નિર્લેપભાવે કહ્યું. ત્યારે અદિતિએ ૧ર દિવસનું પ્રયોવ્રતકર્યું. ફલતઃ પ્રસન્ન ભગવાને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું.

અદિતિની કૂખે કશ્યપને આંગણે ભાદરવા સુદ ૧ર ના રોજ વિષ્ણુ ‘વામન’ સ્વરૂપે પ્રગટ થયા. તેમના યજ્ઞોપવીત સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ ઉપેન્દ્ર વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા. બલક્રાંતિથી ઓ પતા બ્રહ્મચારીનું સૌ એ સ્વાગત કર્યું. બલિરાજાએ કંઈક માંગવાનું કહ્યું ત્યારે વામનજીએ ‘‘ત્રણ પગલા જમીન માંગી.’’ આ સાંભળતાં જ શુક્રાચાર્યના કાન ઉભા થઈ ગયા. ચોક્કસ આ વિષ્ણુ છે , નહીંતર આવી મૂર્ખામી માણસ ના કરે.

તેણે બલિને દાન આપતાં રોક્યો. બલિએ તેમના પ્રસ્તાવને ઠુકરાવ્યો , ત્યારે શૂક્રાચાર્યેએ બલિને રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. શાપના ભયથી ડર્યા વિના બલિએ ત્રણ પગલાં પૃથ્વી દાનનો સં કલ્પ કર્યો ત્યારે ભગવાને પ્રથમ તો વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને પછી પ્રથમ પગલે પૃથ્વીથી ઉપરના લોક અને બીજા પગલે નીચેના લોક લઈ લીધા અને ત્રીજુ પગલું ક્યાં મૂકુ તેમ પૂછતા બલિએ નમ્ર ભાવે મસ્તક ઝૂકાવ્યું.

બલિના સમર્પણભાવથી ભગવાન પ્રસન્ન થયા અને તેના દરવાણી થયા. આજે પણ તેના દરવાજે ચોકી કરે છે.

Share this :