Shree Hans Avatar – (શ્રી હંસ અવતાર)
સૃષ્ટિ વિધાતા બ્રહ્માજી ઋષિ મહર્ષિઓ સાથે તત્ત્વ મીમાસાં કરી રહ્યા હતા. ત્યારે સનકાદિકોએ પૂછેલ એક પ્રશ્નનો ઉત્તર આપવા માટે બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન હંસ સ્વરૂપે પ્રગટ થયા હતા.
એક સમયે તત્ત્વ જીજ્ઞાસાથી સત્યલોકમાં પધારેલા ઋષિ મુનિઓનું સ્વાગત કરીને બ્રહ્માજીએ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે ઋષિઓએ અધ્યાત્મ સંબંધિ પ્રશ્નો પૂછ્યા. બ્રહ્માજી સંતોષપ્રદ ઉત્તરો આપી રહ્યા હતા ત્યારે સનકાદિકો પધાર્યા. પિતાજીને વંદન કરી જ્ઞાનની ઉચ્ચતમ ભૂમિકાએથી પ્રશ્ન કર્યો.
પિતાજી! દેહધારી માત્રના ચિત્ત વિષયાનુબધ્ધ છે, વિષય ગુણાનુબધ્ધ છે, જ્યાં સુધી ચિત્તમાં વિષય છે ત્યાં સુધી મોક્ષ કેવી રીતે થાય? અને જો મોક્ષ ન થાય તોઆ દેવદુર્લભ શરીર પામ્યાનો અર્થ શું? પ્રશ્ન સાંભળતા બ્રહ્માજી સહિત સભા સદોચકીત થઈ ગયા. બ્રહ્માજીએ પ્રશ્નની મૂંઝવણ ટાળવા પરમાત્માનું ધ્યાન કર્યું. વિધાતાની વૈચારિક વિપત્તિને વિના વિલંબે દૂર કરવા માટે વિશ્વ સૃષ્ટા ભગવાન સહસા હંસરૂપે પ્રગટ થયા.
ઋષિ મુનિઓના આશ્ચર્યનો પાર ન રહ્યો.બ્રહ્માજીએ ઓળખાણ આપતા કહ્યું. સ્વયં ભગવાન સનકાદિકોેના પ્રશ્નનો ઉત્તર આપવા પધાર્યા છે, માટે આપણે પ્રથમ પૂજન કરીએ. આમ કહીને સૌએ પૂજન વંદન કર્યા પછી ભગવાન હંસે પ્રશ્નનો ઉત્તર આપ્યોકે ચિત્ત વિષયાનુ સંધાન કરતાં કરતાં વિષયમય બની જાય છે પણ જીવાત્મા વિષયઅનેચિત્તબન્નેથીજુદોછે.જો બન્ને થકી પોતાને ન્યારો સમજીને ભક્તિ કરે તો ચોક્કસ મોક્ષ પામે.’’ એામ કહીને અંતર્ધાન થઈ ગયા. નિમ્બાર્ક સંપ્રદાયાનુયાયીઓની એવી માન્યતાછે કે ભગવાને હંસાવતાર ધારીને સનકાદિકોને ‘‘શ્રીગોપાલ મંત્રરાજ’’નો ઉપદેશ આપ્યો હતો. સનકાદિકોએ એ મંત્ર નારદજીને આપ્યો અને નારદજીએ શ્રી નિમ્બાર્કાચાર્યશ્રીને આપ્યો.