Shree Vyas Avatar – (શ્રી વ્યાસ અવતાર)
વચનામૃતના પાને ભગવાનશ્રી સ્વામિનારાયણે વારંવાર જેના વચનમાં અતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના વચનોને અતિ પ્રમાણરૂપ માન્યા છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામીએ શ્રીહરિને વ્યાસ સિદ્ધાંત બોધક કહ્યા છે એ સત્યવતી પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીએ જ વ્યાસાવતાર
વ્યાસજી સનાતન વૈદિક સંસ્કૃતિના મુખ્ય વ્યાખ્યાતા, અષ્ટાદશ પુરાણકર્તા અને યાવચ્ચંદ્રદિવાકરૌ વૈદિક જ્ઞાનની શાશ્વત જયોત્સ્ના ફેલાવનારા હતા. તેમના પિતા શક્તિપુત્ર પરાશર અને માતા સત્યવતી હતાં. જન્મતાની સાથે આ ગર્ભસિદ્ધ યોગીપુરુષે ‘‘આપ યાદ કરશો ત્યારે હું હાજર થઈશ’’ કહીને માતાને વંદન કરી વનની વિકટ વાટ લઈને ઉગ્ર તપશ્ચર્યાની ધૂણીમાં શરીરને તપાવેલું. તેના દ્વારા અધ્યાત્મ શક્તિનો વિકાસ થયો. દિવ્ય જ્ઞાનની સરિતાઓ પ્રગટી. તેમણે નિજાન્તઃકરણમાં વહેતી જ્ઞાનસરિતાના વિવિધ પ્રવાહોને પુરાણરૂપ શબ્દ દેહ આપ્યો. વેદના વિભાગ કરીને વેદ વ્યાસ કહેવાયા. આટલું કરવા છતાં અંતરની અશાંતિ દૂર ન થતાં તેમણે દેવર્ષિ નારદજીને પૂછી ‘‘શ્રીમદ્ભાગવત્’’ જેવા ભગવચ્ચરિત્ર સભર ગ્રન્થની રચના કરી.
વ્યાસજીને મહાભારત જેવા વિશાળ અને ૧૭ પુરાણોની રચના ઉપરાંત વેદ વિભાગની સાથે વેદસારગર્ભ બ્રહ્મસૂત્રની રચનાથી જે શાંતિ નો’તિ મળીતે સુખ, શાંતિ અને સંતોષ “ભાગવત્” જેવો ભગવચ્ચરિત્ર પ્રધાન ગ્રન્થની રચના મળી.
આ વ્યાસજીને વંદન કરવા આજ સમગ્ર હિન્દુ સંસ્કૃતિનાઅનુયાયીઓ અષાઢ સુદ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા (ગુરૂપૂર્ણિમા) તરીકે ઉજવે છે.