Irshya Should Be Like Naradji – ઈર્ષ્યા નારદજી જેમ હોવી જોઇએ.

શ્રીજીમહારાજ બોલ્યા જે “ ભગવાનના ભક્તને પરસ્પર ઇષ્યાં ન કરવી . ” ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે “ હે મહારાજ ! ઇર્ષ્યા તો રહે છે . ”
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે , ઇર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી , જેમ ‘ એક સમયને વિષે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષમીનારાયણનાં દર્શન કરવા ગયા,

તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું , તેણે કરીને લક્ષમીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઇને તૂબરુને પોતાનાં વસ્ત્ર આભૂષણ આપ્યાં ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઇર્ષ્યા આવી જે , “ તુંબરુના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું.

પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા , અને ભગવાન આગળ ગાતા હવા , ત્યારે ભગવાને કહ્યું કે તમને તુંબરુના જેવું ગાતાં નથી આવડતું . પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાનવિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા , તો પણ ભગવાન એની ગાનવિદ્યા ઉપર પ્રસન્ન ન થયા,એવી રીતે સાત મવંતર સુધી ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા,

પછી તુંબરુ પાસે ગાનવિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યાં , ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઇષ્ય મેલી , માટે ઇર્ષ્યા કરવી તો એવી કરવી છે જેની ઉપર ઇષ્ય હો,

તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા , અને તેવું ન થવાય ને જે ઇર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઇર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો .

ll ઇતિ વચનામૃતમ્ ૪ll

Share this :