નરણા કોઠે તુલસીના પાન ખાવાથી થશે અનેક લાભ

તુલસીના છોડને ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે. આ છોડને ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મથી ઊંડો સંબંધ છે સાથે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. રોજ સવારે તુલસીના પાન ખાવાની આદત પાડવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. તેનાથી ન માત્ર શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ દૂર હશે. પરંતુ પાચન પણ યોગ્ય રહેશે.

– તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે. સવારે ભૂખ્યા પેટે તુલસીનું એક પાન ખાઓ. તેનાથી થોડાક દિવસોમાં જ તમને શરદી-ઉધરસની સમસ્યાથી રાહત મળશે.

– તુલસીના પાન પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેની સાથે જ એસીડિટી અને પેટમાં બળતરાની સમસ્યાને પણ દૂર રાખે છે. શરીરના પીએચ લેવલને યોગ્ય રાખવામાં પણ તુલસી મદદરૂપ સાબિત થાય છે.

– અભ્યાસ અનુસાર તુલસીના પાનમાં રહેલા એડેપ્ટોજેન તણાવને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે નર્વસ સિસ્ટમને રિલેક્સ કરીને બ્લડ ફ્લોને સુધારે છે.

– તુલસીના પાનથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે. સ્ટ્રેસ તેમજ માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે રોજ ખાલી પેટે 2-3 તુલસીના પાનનું સેવન કરવું જોઇએ.

– તુલસીના પાનથી શ્વાસની દુર્ગંધવી સમસ્યા પણ દૂર થાય છે. જો તમે રોજ સવારે તુલસીના પાનનું સેવન કરો તો મોંના બેક્ટેરિયા ખતમ થઇ જાય છે. જેનાથી દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

– તુલસીના પાનમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક પ્રોપર્ટીજ શરીરની રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવવામાં મદદ કરે છે.

Source link —> http://sandesh.com/eating-empty-stomach-in-the-morning-will-be-tulsi-leaves/

Share this :