જાણો ચમચી નહીં પણ હાથથી જમવાથી પેદા થશે આટલી વિશેષ ઉર્જાઓ
વેદ અનુસાર હાથ સૌથી કિમતી અંગ છે અને દરેક આંગળી પાંચ તત્વોનો વિસ્તાર છે. અંગૂઠાના માધ્યમથી અંતરિક્ષ આવે છે. તર્જનીની સાથે હવા આવે છે. મધ્ય આંગળી અગ્નિ છે. રીંગ ફીંગર પાણી છે અને નાની આંગળી પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરે છે.
જેથી હાથથી ખાવાથી તે પાંચ તત્વ ઉત્તેજિત હોય છે અને પેટમાં પાચન રસને લાવવા મદદ કરે છે. તો આવો તમને જણાવીએ હાથથી ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થઇ શકે છે.
– હાથથી ખાવાનું ખાવાથી મોંમાં બળતરા થતા નથી કારણકે હાથથી ખાવા પર આપણને ખબર પડે છે કે ખાવાનું કેટલું ગરમ છે તેનો અંદાજો લગાવી શકાય છે. પરંતુ ચમચીનું તાપમાન ખાવાના અનુસાર બદલાઇ જાય છે.
– હાથથી ખાવાનું ખાવા પર આંગળીઓ અને હાથના અંગૂઠો મળવાથી અંદર જે મુદ્રા બને છે તેનાથી શરીરમાં વિશેષ ઉર્જા પેદા થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
– જમતા પહેલા અને જમ્યા બાદ હાથ ધોવા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. જે ચમચીથી ખાવા કરતા વધારે ફાયદાકારક હોય છે.
– આમ કરવાથી શરીરમાં પંચતત્વોનું સંતુલન પણ યોગ્ય રહે છે.
– હાથ વડે જમવાથી હાથની એક્સર્સાઇઝ પણ થાય છે.
– હાથથી ખાવાનું ખાવા પર ટાઇપ-2 ડાયાબિટીસથી પણ તમે દૂર રહી શકો છો.
– હાથથી ખાવા પર હાથ, મોં, પેટ, આંતરડા અને મગજની વચ્ચે એક સંબંધ બનાવે છે. એવામાં શરીરના આંતરિક સંકેતો દ્વારા ખાવાનું સહેલાઇથી પચે છે.
– શોધકર્તાઓ અનુસાર હાથથી ખાવાનું ખાવાથી પેટ યોગ્ય રીતે ભરાય છે. તૃપ્તિ મળે છે અને તે વજન ઓછું કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
Source link —> http://sandesh.com/health-are-you-shy-to-eat-food-by-handbenefits-of-eating-with-hand/