સવારે ઉઠીને આટલું પાણી પીવાથી આ ગંભીર બીમારીઓ થી રહેશો દૂર

આપણામાથી મોટાભાગના લોકો સ્વાસ્થ્યને લઈને ખુબજ લાપરવાહ હોય છે. નાની નાની સમસ્યાઓને ગણકારતા નથી તેમજ જે રૂટીન કાર્યો કરવા જોઈએ તેનાથી યા તો અજાણ્યા હોય છે અથવા તો તેવુ કરવામાં કોઈને કોઈ રીતે આળસ કરી જતા હોય છે. આવી જ એક સામાન્ય વાત છે સવારે ઉઠીને પાણી કેટલું પીવું જોઈએ તે. અમુક સમસ્યા ઓ જેવી કે સૂકી ત્વચા, મગજનો દુખાવો, ભયંકર માથાનો દુખાવો અને થાક આ પ્રકરની સમસ્યાઓનો હલ માત્ર થોડું પાણી પીવાથી મેળવી શકાય છે.

તમે જયારે પણ સવારે ઉઠો ત્યારે એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ તેનાથી ઘણા બધા સ્વાસ્થ્યને લગતા લાભો જોવા મળશે.અને વધુ પાણી પીવાથી ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્યને લગતી બીમારીઓ દૂર થાય છે. સવારે પથારી છોડીને બ્રશ કર્યા પછી એક કે બે ગ્લાસ પાણી પી લો આવું કરવાથી તમે તમારા પેટમાં રહેલા વધારાના કચરાને સારી રીતે સાફ કરી શકશો.

આખી રાત પછી પેટ જ્યારે ખાલી હોય ત્યારે પાણી પીવાથી ફ્લેશનું કામ કરે છે તેનાથી આંતરડાઓમાં થતી ગંભીર બીમારીઓ અટકાવી શકો છો. આપણે મોટા ભાગે પાણી જરૂરિયાત પુરતુ જ પીતા હોઈએ છીએ. આ માટે તમારે જરૂર છે વધારે પડતુ પાણી પીવો આનાથી કચરો સાફ થઈ જશે.

પાચનક્રિયાને સારી કરે છે

આપણા પાચનતંત્રનો મોટો આધાર આપણે શું ખોરાક લઈએ છીએ, કેવો ખોરાક લઈએ છીએ તેમજ કોની સાથે લઈએ છીએ તે ખુબજ મહત્વ ધરાવે છે. રાત્રે સુતા પહેલા અને જમ્યાના એક કલાક પછી એક ગ્લાસ પાણી પીવાથી તમે જે ખોરાક લીધો છે તેને પચાવવામાં સારૂ રહે છે.

આપણા શરીરમાં જે ઝેરી તત્વો રહેલા હોય છે તેને બહાર કાઢવામાં આ પાણી ખુબજ અસર કરતુ હોય છે દિવસ દરમિયાન નિયમિત પાણી પીવું જોઈએ. આનાથી તમારા શરીરમાં રહેલો વધારાનો કચરો દૂર થાય છે. સવારે એક મોટો ગ્લાસ પાણી પીવાથી તમારા પાચનને 1.5 કલાક સુધી 24% દ્વારા કિક-શરૂ કરવામાં મદદ મળશે.

કિડનીમાં જે ઝેરી તત્વો રહેલા હોય છે તે પણ પાણી પીવાથી બહાર ફ્લશ થઈ જાય છે. તમારી ત્વચાનો નિખાર તમારા રોજબરોજના ખોરાક તેમજ પાણીની માત્રાઓ પર આધાર રાખે છે તમે જે ખોરાક લો છો તેને પાચન કરવામાં પાણી મદદ રૂપ થાય છે.

Source link —> http://sandesh.com/learn-how-many-glasses-of-water-should-be-wakes-up-in-the-morning/

Share this :