જાણો ભાત ખાઈને કરી શકશો બ્લડ શુગર કંટ્રોલ
ડાયાબિટીસના દર્દીઓને પોતાના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે ડાયટમાં જો ફેરફાર કે બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિ માટે તે ઘાતક પણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે દરેક ડાયાબિટીસના દર્દી માટે પ્રશ્ન હોય છે કે તે ચોખા એટલે કે ભાતનું સેવન કરી શકે કે નહીં. કારણ કે માન્યતા છે કે ડાયાબિટીસના દર્દીઓએ ચોખાનું સેવન કરવું જોઈએ નહીં. તો ચાલો આજે આ સમસ્યાનું સમાધાન પણ તમને જણાવી દઈએ.
આ ચોખાનો કરી શકો છો પ્રયોગ
જો તમને ડાયાબિટીસ હોય તો કયા ચોખાનું સેવન કરવું તે સૌથી પહેલા જાણી લેવું. આહારમાં તે ચોખા લઈ શકાય છે તે જેનું ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછું હોય. ગ્લાઈસેમિક ઈંડેક્સ તે ચોખામાં ઓછું હોય છે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે ન હોય. તમને જણાવી દઈએ કે જે ચોખા 1 વર્ષથી જૂના હોય છે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે. એટલા માટે જ હંમેશા જૂના ચોખાનો જ ઉપયોગ કરવો. જો નવા ચોખાનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો તેને રાત્રે પલાળી દેવા અને પછી સવારે તે પાણી કાઢી અને ચોખાને સારી રીતે ધોયા બાદ ઉપયોગમાં લેવા.
બ્રાઉન રાઈસ
બ્રાઉન રાઈસ પણ એક સારો વિકલ્પ છે. બ્રાઉન રાઈસમાં વધારે પ્રમાણમાં ફાયબર હોય છે જે ઝિંક જેવા ખનિજને અવશોષણમાં અડચણ ઊભી કરે છે, જે ઈંસુલિન બરાબર રીતે કામ કરે તે માટે જરૂરી હોય છે.
આ વાત સાથે એ જાણવું પણ જરૂરી છે કે દિવસ દરમિયાન ક્યારે ચોખાનો ઉપયોગ કરવો. ચોખા ખાવાનો યોગ્ય સમય સાંજે 4થી 6 વચ્ચેનો હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ સમય ચોખા ખાવા માટેનો ઉત્તમ સમય છે.
Source link —> https://www.gujaratsamachar.com/news/health/ways-to-eat-rice-in-diabetes