ખાંડવાળા ફ્રૂટ જ્યુસ પીવાથી થઈ શકે છે આ જીવલેણ બીમારી

ભરપેટ જમ્યા બાદ અનેક લોકો ખોરાક પચાવવા માટે સોડા પીતાં હોય છે. ક્યારેક સોડા પીવી બરાબર છે પરંતુ જે લોકો નિયમિત સોડા પીતા હોય છે તેમણે ચેતી જવું કારણ કે સોડા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સોડા નિયમિત પીવાથી સ્થૂળતા વધે છે અને આંતરડાને પણ નુકસાન થાય છે. જો કે માત્ર સોડા જ નહીં પરંતુ નિયમિત રીતે ખાંડવાળા જ્યૂસ પીતા લોકોએ પણ ચેતી જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ રોજ 100એમએલ સોડા પણ પીવે તો તેના શરીરમાં કેન્સર વિકસિત થવાનું જોખમ 18 ટકા વધી જાય છે.

એક સ્ટડી અનુસાર રોજ સોડાનું સેવન કરવાથી બ્રેસ્ટ ટ્યૂમર થવાનું જોખમ 22 ટકા વધી જાય છે. સંશોધન કરનાર ટીમના જણાવ્યાનુસાર માત્ર સોડા નહીં પરંતુ મીઠા ફ્રૂટ જ્યૂસ પીવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. રોજ ફ્રૂટ જ્યૂસનું સેવન કરવાથી પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ફ્રાંસમાં ન્યૂટ્રીસિયન એન્ડ હેલ્થ વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે રિસર્ચ કરવામાં આવી જેમાં 1 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સ્ટડીમાં સામે આવ્યું કે માત્ર સોડા નહીં પરંતુ ખાંડવાળા જ્યૂસ પીવાથી પણ કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

આ રિસર્ચ માટે અનુસંધાનકર્તાઓએ 97 પેય પદાર્થ અને 12 આર્ટિફિશલી સ્વીટેંડ પેય પદાર્થોની તપાસ કરી જેમાં કાર્બોનેટેડ ડ્રિંક્સ, સ્પોર્ટસ ડ્રિંક્સ, સિરપ અને પ્યોર ફ્રૂટ જ્યૂસનો સમાવેશ થાય છે. સંશોધનકર્તાઓ અનુસાર રિસર્ચનો ડેટા એ વાતનું સમર્થન કરે છે કે લોકોએ રોજ ખાંડવાળી પેય વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેમાં ફ્રૂટ જ્યૂસનો પણ સમાવેશ થાય છે.

Source link —> https://www.gujaratsamachar.com/news/health/not-only-soda-but-juices-are-also-can-causes-of-cancer

Share this :