શું સવારના નાસ્તામાં બ્રેડ ખાઈ શકાય ?

સવારના નાસ્તામાં મોટાભાગના લોકો બ્રેક ખાવાનું પસંદ કરે છે. બ્રેડનો ઉપયોગ અલગ અલગ ફોર્મમાં થાય છે. કોઈ સાદી બ્રેડ ખાતા હોય છે, કેટલાક લોકો ચા સાથે ટોસ્ટ લેતા હોય છે. કોઈ સવારે વેજીટેબલ સેન્ડવિચ ખાતા હોય છે. પરંતુ સરવાળે પ્રશ્ન એવો થાય છે કે સવારે નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે સારી બાબત છે કે નહીં.

બ્રેડમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. શરીર માટે આ તત્વ ફ્લૂનું કામ કરે છે પરંતુ ત્યારે જ્યારે તે હેલ્ધી હોય. તેની સાથે અન્ય પોષક તત્વોનું મિશ્રણ હોય ત્યારે તે લાભ કરે છે. આ દ્રષ્ટિએ શાક અને ફળમાં જે કાર્બોહાઈડ્રેટસ હોય તે હેલ્ધી હોય છે. સ્લાઈ અને પેક્ડ બ્રેડમાં હાઈલી પ્રોસસ્ડ સિંપલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે શરીરમાં ઝડપથી પચી જાય છે અને ભૂખ પણ ઝડપથી લાગે છે. તેના કારણે વજન વધે છે. બ્રેડ બ્લડ શુગરના દર્દી માટે સારી નથી, તેના કારણે ઈંસુલિન લેવલ વધી જાય છે.

બ્રેડ રોજ ખાવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. બ્રેડનું સેવન કરવાથી ડાયાબીટસ, હૃદયની બીમારી અને સ્થૂળતા વધે છે. બ્રેડમાં ગ્લૂટન હોય છે જે શરીર માટે ખતરનાક સાબિત થાય છે. બ્રેડ ખાવી જ હોય તો હોલ ગ્રેન બ્રેડ ખરીદવી. બજારમાં મલ્ટીગ્રેન બ્રેડ પણ મળે છે. આ બ્રેડમાં વિટામિન હોય છે જે શરીરને લાભ કરે છે. બ્રેડને સ્પ્રાઉટ્સ, શાક કે અન્ય હેલ્ધી વસ્તુઓ સાથે ખાવી જોઈએ. બ્રેડમાં બટેટા, ચીઝ જેવી વસ્તુઓને ઉમેરી ન ખાવી તેનાથી શરીરને વધુ નુકસાન થાય છે.

Source link —> https://www.gujaratsamachar.com/news/health/is-it-good-or-bad-to-eat-bread-everyday

Share this :