જાણો રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત,વિધિ અને આ મંત્ર નો જાપ કરવાથી વધશે ભાઈ નું આયુષ્ય

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 15 ઓગસ્ટ ગુરૂવારના દિવસે આવે છે. રક્ષાબંધન ગુરુવારના દિવસે હોવાથી તેનું મહત્વ વધી જાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું ભદ્રા નથી કે કોઈ પ્રકારનું ગ્રહણ પણ નથી. એટલા માટે આ રક્ષાબંધન શુભ સંયોગ તેમજ ભાગ્યશાળી પણ કહેવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ભદ્રામાં બહેન ભાઈને રાખડી બાંધતી નથી. પૌરાણિક માન્યતા અનુસાર રાવણની બહેન ભદ્રા એ રક્ષાસૂત્ર બાંધ્યો હતો જેના કારણે રાવણનો સર્વનાશ થયો હતો. આ વખતે રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત ખૂબ જ સારું છે. સૂર્ય ઉદય પહેલા બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે.

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સંબંધ. બધા જ સંબંધોમાં સૌથી પવિત્ર સંબંધ હોય તો તે રક્ષાબંધન છે. તેમાં બહેન પોતાના ભાઈના કલાઈ ઉપર રક્ષા દોરો બાંધે છે. અને પોતાના ભાઈના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેમજ પોતાના ભાઈનો કલ્યાણ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. તેમજ રક્ષાની સાથે ભાઈ પોતાની બહેનને પ્રેમથી ઉપહાર આપે છે.

રક્ષાબંધનની વિધિ:-

બહેન પોતાના ભાઈને સારા મુહૂર્ત સારા ચોઘડિયામાં રાખડી બાંધે છે. સૌપ્રથમ ભાઈના કપાળ પર તિલક કરે છે. અને અક્ષત ચોંટાડવામાં આવે છે ત્યાર બાદ તેની આરતી ઉતારે છે. કર્યા પછી તેના જમણા હાથના કલા ઉપર રક્ષા દોરો બાંધે છે. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા ભાઈની રક્ષા કરજે અને તેનું આયુષ્ય બળવાન થાય. ત્યારબાદ પોતાના ભાઈને મિઠાઈ ખવડાવે છે. કારણકે મીઠાઈની માફક તેમનો સંબંધ મજબૂત અને મીઠો બને. તેમના સંબંધમાં પ્રેમની મીઠાશ ભરપૂર રહે.

ભાઈ પણ પોતાના બહેનને કંઈક ઉપહાર આપે છે. અને તેની રક્ષાનું વચન આપે છે.

ભાઈ બહેનના પવિત્ર સંબંધ એટલે” રક્ષાબંધન”

શ્રી ગણેશાય નમઃ

રાખડી બાંધવાના શુભ મૂહૂર્ત

શ્રાવણ સુદ પૂનમ 15- 8- 2019 ગુરુવાર રક્ષાબંધન.
સવારે 6:15 થી 7:52 કલાક
બપોરે 11:06 કલાકથી 3: 58 કલાક
સાંજે 5.35 કલાક થી 9:58 કલાક.

કપાળે તિલક કરતી વખતે બોલવાનો મંત્ર:-

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः । स्वस्ति नः पूषा विश्ववेदाः ।
स्वस्ति नस्ताक्षर्यो अरिष्टनेमिः । स्वस्ति नो ब्रुहस्पतिर्दधातु ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ।।

રાખડી બાંધતી વખતે બોલવાનો મંત્ર:-

“येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः | तेन त्वां मनुबध्नामि, रक्षंमाचल माचल ||

Source link —> gujjurocks.in/rakshabandhan-na-divase/

Share this :