માપસર ચોકલેટ ખાવાથી થશે આ અદ્ભુત ફાયદાઓ

ખાસ કરીને લોકો ચોકલેટ ખાવાના શોખીન હોય છે ચોકલેટ ખાઇને લોકોને સંતુષ્ટિનો અનુભવ થાય છે. જો તમે પણ ચોકલેટ લવર છો તો તમને આ જાણીને ખુશી થશે કે ચોકલેટ ખાવથી તમારી ઉંમર પણ વધી શકે છે.

આ વાતની પુષ્ટિ હાલમાં થયેલી એક અભ્યાસના રિપોર્ટમાં કરવામાં આવી છે. અભ્યસાની રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોકલેટ ખાવાથી અને કોફી કે ચા પીવાથી ઉંમર લાંબી થાય છે. સાથે જ અભ્યાસની રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે ચોકલેટ, કોફી અને ચાની સાથે જિંક સપ્લીમેન્ટ લેવાથી જલદી વૃદ્ધાવસ્થા આવતી નથી.

જર્મનીના શોધકર્તા મુજબ આ દરેક વસ્તુના સેવન થી ઇન્ટનલ સ્ટ્રેસ ઓછો થઇ જાય છે. જે કેન્સરથી લડલા અલજાઇમર જેવી ગંભીર બીમારીઓ માટે જવાબદાર હોય છે. અભ્યાસ મુજબ ચોકલેટ, કોફી અને ચામાં પોલીફેનોલ નામના એન્ટી ઓક્સીડેન્ટ્સ રહેલા છે. આ એન્ટીઓક્સીડેન્ટ કોશિકાઓને ડેમેજ થવાથી રોકે છે.

અભ્યાસ દરમ્યાન યુનિવર્સિટી ઓફ Erlangen–Nurembergના શોધકર્તાએ મેળવ્યું કે જિંક, પોલિફેનોલ કમ્પાઉ્નડને એક્ટિવેટ કરે છે. આ એક્ટિવેટ કમ્પાઉન્ડ શરીરને કોશિકાઓ દ્વારા બનનારા ખતરનાક ગેસથી સુરક્ષિત રાખે છે.

કોશિકાઓ દ્વારા બનનારી ગેસ વ્યક્તિ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. આ ગેસ વ્યક્તિના DNA સુધીને ડેમેજ કરી શકે છે. લોકોને જલદી વૃદ્ધ કરી શકે છે. તે સિવાય તે ગેસ શરીરના કોઇપણ ભાગમાં સોજા ઉત્પન્ન કરી કેન્સર અને અલ્જાઇમર જેવી ગંભીર બીમારીઓનો શિકાર પણ બની શકે છે.

શોધકર્તાઓએ જણાવ્યું કે પોલીપેનોલ એકલા આ ખતરનાક ગેસને બ્રેક કરી શકતા નથી, પરંતુ જ્યારે તે એન્ટી ઓક્સીડેન્ટ જિંકની સાથે મળે છે તો તે શરીરને ગેસના કારણે થનારા ખતરાથી સુરક્ષિત રાખે છે. અભ્યાસના રિપોર્ટમાં પણ આ વાત જણાવવામાં આવી છે કે આર્યન અને કોપર યુક્ત કે સપ્લીમેન્ટનું વધારે સેવનથી ઇન્ટનલ તનાવ વધે છે. જ્યારે જિંકનું વધારે સેવન તેના મુકાબલામાં શરીરને વધારે નુકસાન પહોંચાડતા નથી.

તે સિવાય અભ્યાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આર્યનના વધારે સેવનથી લીવરની સમસ્યા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાનો ખતરો રહે છે. જ્યારે કોપરના વધારે સેવનથી તાવ, લોહીની ઉણપ, લો બ્લડ પ્રેશરની સમસ્યા થઇ જાય છે. અભ્યાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ખાવાની જે વસ્તુઓમાં પોલિફેનોલ એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે. જેમા જિંક સામેલ કરવામાં આવી શકે છે.

અભ્યાસ માટે મુખ્ય લેખકનું કહેવું છે કે બની શકે છે કે આવનારા સમયમાં ચોકલેટ, કોફી અને ચાને બેસ્ટ બનાવવા માટે તેમા જિંક સામેલ કરી શકાય છે. અભ્યાસના રિપોર્ટમાં જણાવ્યું છે કે સ્પોર્ટ્સ ડ્રિંકથી વધારે ચોકલેટ મિલ્ક શરીરને એનર્જી આપે છે.

Source link —> sandesh.com/health-benefits-of-chocolates-tea-and-coffee-for-long-life/

Share this :