જાણો જન્માષ્ટમી નું મહત્વ, પુજા વિધિ, મંત્ર જાપ અને શુભ મુર્હુત

કૃષ્ણ ભક્તિ માટે જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ ખાસ દિવસ માનવામાં આવે છે, આ દિવસે દેશના દરેક ખૂણે ખૂણે કૃષ્ણ ભક્ત કૃષ્ણ જન્માષ્ટમી નો ઉત્સવ ખુબ જ ધૂમધામ થી મનાવે છે. જન્માષ્ટમી પહેલા જ કૃષ્ણ ભક્ત ઉત્સવ ની તૈયારીઓ માં લાગી જાય છે. કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ જલ્દી આવવાનો છે, જન્માષ્ટમી નો દિવસ ભગવાન શ્રી કૃષ્ણજી નો જન્મોત્સવ મનાવવામાં આવે છે.

કારણકે ભાદરવા માસ ના કૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથી ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો, આ જ કારણથી દર વર્ષે આ તિથી ને ભગવાન શ્રી કૃષ્ણજી નો જન્મ દિવસ જન્માષ્ટમી ના રૂપમાં ખુબ જ ધૂમધામથી લોકો મનાવે છે.

એવા ઘણા લોકો છે જે કૃષ્ણ જન્માષ્ટમી નું વ્રત પણ કરે છે અને રાત્રે ૧૨:૦૦ વાગે ભગવાન કૃષ્ણજી ની આરતી કરે છે, આજે અમે તમને કૃષ્ણ જન્માષ્ટમી પૂજન નું શુભ મુર્હુત અને એના વ્રત કરવાની યોગ્ય વિધિ વિશે જાણકારી બતાવવા જઈ રહ્યા છીએ.

કૃષ્ણ જન્માષ્ટમી નું મહત્વ :

દર વર્ષે ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષ ની અષ્ટમી ને ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ મનાવવામાં આવે છે, જેને જન્માષ્ટમી ના નામથી લોકો જાણે છે. આ જ દિવસે ભગવાન કૃષ્ણ જી નો જન્મ થયો હતો. જો આપણે પૌરાણિક કથાઓ અનુસાર જોઈએ તો કૃષ્ણ જી નો જન્મ રોહિણી નક્ષત્ર માં મધ્યરાત્રી ના રોજ થયો હતો, આ જ કારણથી ભાદરવા માસ માં આવતી કૃષ્ણ પક્ષ ની અષ્ટમી ના રોજ જો રોહિણી નક્ષત્ર નો સંયોગ હોય તો આ ખુબ જ શુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર જો જન્માષ્ટમી ના દિવસે વ્યક્તિ ભગવાન કૃષ્ણજી ની પૂજા કરે છે તો એને એમના દરેક દુખ માંથી છુટકારો મળે છે અને એના શત્રુઓ નો નાશ થઇ જાય છે. વ્યક્તિ ના જીવનમાં સુખ શાંતિ બની રહે છે. એ સિવાય જેને સંતાન સુખની પ્રાપ્તિ નથી મળી શકતી, તે જો એમના સાચા મનથી આ દિવસે કૃષ્ણ ની પૂજા કરે તો એનાથી ભગવાન કૃષ્ણજી ખુશ થાય છે અને એની સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા જલ્દી જ પૂરી થાય છે.

મંત્ર જાપ

સંધ્યા સમયે ભગવાનને પુષ્પાંજલિ આપી અને આ મંત્ર બોલવો. “ધર્માય ધર્મપતયે ધર્મેશ્વરાય ધર્મસમ્ભવાય શ્રી ગોવિન્દાય નમો નમ:” ત્યારબાદ ચંદ્રોદય થાય એટલે ચંદ્ર દેવને જળથી અર્ધ્ય આપી અને આ મંત્ર બોલવો, “જ્યોત્સનાપતે નમસ્તુભ્યં નમસ્તે જ્યોતિષામપતે:, નમસ્તે રોહિણિકાંતં અર્ધ્ય મે પ્રતિગ્રહ્યતામ” રાત્રે કૃષ્ણ જન્મ થાય તે પહેલા આ કૃષ્ણ સ્ત્રોત બોલવું, ઓમ ક્રીં કૃષ્ણાય નમ:. મંત્ર જાપ બાદ આરતી કરવી.

કૃષ્ણ જન્માષ્ટમી નું શુભ મુર્હુત અને પૂજા કરવાની વિધિ :

આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ મનાવવામાં આવશે અને પૂજા નું શુભ મુર્હુત રાત્રે ૧૨:૦૧ વાગ્યાથી ૧૨:૪૫ વાગ્યા સુધી રહેશે. પૂજા કરવાની અવધિ ૪૫ મિનીટ ની છે, જો તમે જન્માષ્ટમી ના રોજ વ્રત રાખો છો તો તમારે આ દિવસ સવારેના સમયે જલ્દી ઉઠીને સ્નાન કરવું. અને સ્વસ્થ કપડા ધારણ કરવા.

એ પછી તમે શ્રી કૃષ્ણજી ને સ્નાન કરાવતી માતા દેવકીજી ની મૂર્તિ અથવા સુંદર ચિત્ર સ્થાપિત કરવી, કૃષ્ણજી ની પૂજા માં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મીજી નું નામ લેતા વિધિ વિધાન પૂર્વક પૂજા કરવી અને પછી તમે તમારું વ્રત ખોલી શકો છો.

Source link —> gujjubaba.com/krushn-janmashtmi/

Share this :