જાણો ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં થતી ગંભીર બીમારીઓ વિષે
માનવ શરીરનો 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. જેનું કારણ છે કે જીવતા રહેવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. તેને પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ સહેલાઇથી બહાર નીકળી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો તમે રોજ ફ્રીઝમાંથી બોટલ નીકાળીને એક ઘૂંટમાં ઊભા-ઊભા પાણી પી લો છો તો આજથી બંધ કરી દો. નહીતર તમારી આ આદત તમારા માટે ગંભીર સાબિત થઇ શકે છે. આજે અમે તમને ઊભા થઇને પાણી પીવાથી સ્વાશ્થ્યને થતા નુકસાન અંગે જણાવીશું.
કિડનીની બીમારી
ઊભા રહીને પાણી પીવાથી કિડની પર ખરાબ અસર પડે છે. આ રીતે પાણી પીવાથી કિડની ખરાબ થવાની સાથે યુરીન માર્ગમાં પણ ઇન્ફેક્શન થઇ શકે છે. તેની સાથે જ હૃદયની બીમારી થવાનો પણ ડર રહે છે.
પાચન તંત્ર
બેસીને પાણી પીવાથી માંસપેશીઓની સાથે જ નર્વસ સિસ્ટમ પણ આરામથી કામ કરે છે. પરંતુ જ્યારે તમે ઊભા થઇને પાણી પીવો છો તો તે સીધું પેટની દિવાલ પર પડે છે જે આસપાસના અંગને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી પાચન તંત્ર કમજોર થવાનું શરૂ થઇ જાય છે. જો તમારું પાચન તંત્ર પણ કમજોર છે તો તેની પાછળનું કારણ ઊભા થઇને પાણી પીવું પણ હોય શકે છે.
સાંધામાં દુખાવો
ઊભા થઇને પાણી પીવાથી સાંધાના તરલ પદાર્થમાં ઉણપ થવા લાગે છે. જેનાથી સાંધાના દુખાવો અને હાડકાનો રોગ થવો જેવી સમસ્યાઓ થવા લાગે છે.
તરસ ન છીપાવવી
હંમેશા બેસીને પાણી પીવું જોઇએ. આ રીતે પાણી પીવાથી પાણીની તરસ જલદી ઓછી થઇ જાય છે. જ્યારે ઊભા થઇને પાણી પીવાથી સૌથી મોટું નુકસાન એ છે કે આમ કરવાથી તરસ ઓછી થતી નથી.
Source link —> sandesh.com/drinking-water-standing-position-dangerous-for-health/