મહાદેવના માતા-પિતા ની પૌરાણિક કથા અને જાણો ૐ શબ્દ ની ઉત્પતિ વિશે

ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ, ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે.

તંત્ર સાધનામાં ભગવાન શિવને ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે, હિન્દૂ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે ભગવાન શિવ, વેદમાં તેમને રુદ્રના નામથી ઓળખવામાં આવે છે.

શિવ મનુષ્યની ચેતનાના અંતર્યામી છે એટલે કે તેઓ મનુષ્યના મનમાં શું ચાલી રહ્યું છે તે બધું જાણતા હોય છે. તેમની અર્ધાન્ગિ એટલે કે શિવ શક્તીને માતા પાર્વતીના નામથી ઓળખવામાં આવે છે.

ભગવાન શિવને બે પુત્ર કાર્તિકેય અને ગણેશ છે અને એક પુત્રી અશોક સુંદરી પણ છે. શિવજીને તમે હંમેશા ધ્યાન કરતા જ જોયા હશે. પરંતુ તેમની પૂજા શિવલિંગ અને મૂર્તિ બંને રૂપમાં કરવામાં આવે છે.

શિવજીના ગળામાં હંમેશા નાગ દેવતા બિરાજમાન રહેતા હોય છે અને તેમના હાથમાં ડમરું અને ત્રિશૂલ પણ જોવા મળે છે. ભગવાન સદાશિવ પરમ બ્રહ્મ છે. પ્રાચીન સમયમાં વિધવાનો તેમને ઈશ્વર માનતા હતા.

એકલા રહીને પોતાની ઈચ્છાને દૂર રાખનાર સદાશિવે પોતાના શરીરથી દેવી શક્તિનું સર્જન કર્યુ, જે ક્યારે પણ તેમના શરીરથી અલગ થવાની ન હતી.

દેવી શક્તિને પાર્વતીના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને ભગવાન શિવને અર્ધનારિશ્વરનાં સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ દેવી શક્તિને પ્રકૃતિ, ગુણવતી માયા, બુદ્ધિતત્ત્વની જનની તથા વિકાર રહિત માનવામાં આવે છે.

શ્રીમદ દેવી મહાપુરાણ અનુસાર, ભગવાન શિવના પિતા માટે એક કથા છે. દેવી મહાપુરાણ અનુસાર, એક વખત નારદજીએ પોતાના પિતા બ્રમ્હાજી સવાલ કર્યો હતો કે આ સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું?, તમે, ભગવાન વિષ્ણુએ કે પછી ભગવાન શિવે?.

તમને ત્રણને કોણે જન્મ આપ્યો છે એટલે કે તમારા માતા-પિતા કોણ છે?, ત્યારે બ્રમ્હાજીએ નારદજીને ત્રિદેવોના જન્મની ગાથાનું વર્ણન કરતા કહ્યું કે દેવી દુર્ગા અને શિવ સ્વરૂપ બ્રમ્હા યોગથી બ્રમ્હા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્ત્તિ થઈ છે. એટલે કે પ્રકૃતિ સ્વરૂપ દુર્ગા જ માતા છે અને બ્રમ્હ એટલે કે કાળ-સદાશિવ પિતા છે.

એક વખત શ્રી બ્રમ્હાજી અને શ્રી વિષ્ણુજીની વચ્ચે આ વાતને લઈને ઝગડો થઈ ગયો હતો કે બ્રહ્માજીએ કહ્યું કે, ‘હું તારો પિતા છું કેમકે આ સૃષ્ટિનું સર્જન મારાથી થયું છે’. ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે, ‘હું તમારો પિતા છું, મારી નાભી કમલથી ઉત્પન્ન થયો છે’.

સદાશિવએ વિષ્ણુજી અને બ્રમ્હાજીની વચ્ચે આવીને કહ્યું કે, હેં પુત્રો મે તમને જગતની ઉત્પત્ત્તિ અને સ્થિતિ જેવા બે કાર્ય આપ્યા છે, આ પ્રકારે મે શંકર અને રુદ્રને બે કાર્ય સંહાર અને તિરોગતી આપ્યા છે, મને વેદોમાં બ્રમ્હ કહેવામાં આવે છે.

મારા પાંચ મુખ છે, એક મુખનો આકાર (અ), બીજા મુખનો આકાર (ઉ), ત્રીજા મુખનો આકાર (મ), ચોથા મુખથી બિન્દુ (.) તથા પાંચમાં મુખથી (શબ્દ) પ્રગટ થયો છે, તેજ પાંચ અવવયોથી એકીભૂત થઈને એક અક્ષર ઓમ (ऊँ) બન્યો છે, આ મારો મૂળ મંત્ર છે. ઉપરોક્ત શિવ મહાપુરાણના પ્રકરણથી સિદ્ધ થયું કે શ્રી શંકરજીની માતા શ્રી દુર્ગા દેવી (અષ્ટંગી દેવી) છે તથા પિતા સદાશિવ અર્થાત ‘કાળ બ્રમ્હ’ છે.

Source link —>www.gujaratsamachar.com/news/astro/mysterious-birth-story-of-lord-shiva

Share this :