જાણો ગાંધીનગર પાસે આવેલા ધોળેશ્વર મહાદેવનો મહિમા અને પૌરાણિક કથા

કાશી વિશ્વનાથના દર્શનની અનુભૂતિ કરાવતા પાટનગરના ધોલેશ્વર મહાદેવ ગાંધીનગર, ગાંધીનગર પાસે સાબરમતી નદીના કિનારે બિરાજેલા ધોળેશ્વર મહાદેવનો ઇતિહાસ મહારાજા પુના પેશ્વાના સમયનો છે. ધોળેશ્વર મહાદેવ મંદિરનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો મંદિર પરિસરમાં યોજવામાં આવે છે. જ્યારે શ્રાવણ મહિનામાં ભક્તોનું કીડિયારું ઊભરાય છે. ધોળેશ્વર ભગવાન અને ગુજરાતના કાશી વિશ્વનાથની ઉપમા અપાય છે. જે વ્યક્તિ કાશીમાં વિશ્વનાથના દર્શન કરી શકતો નથી. તેને કળિયુગમાં ગંગા કશ્યપ પુત્રી સાબરમતીનું સ્નાન અને ભગવાન ધોળેશ્વરના દર્શન કરી કાશીમાં ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનનું ફળ મળે છે.

પૌરાણિક કથા મુજબ પુના પેશ્વાની સરકારમાં કડિયા મહારાજ મલ્હારરાવ નામે સુબેદાર રાજ કરતા હતા. તે વખતે રાજની ઘોડા શાળામાંથી ઘોડાઓની ચોરી કરી રહેલી ચોર ટોળકીનો રાજના સૈનિકોએ પીછો કર્યો હતો. ચોર વાંચવા માટે શિવાલયમાં સંતાઈ ગયા હતા. બાજુમાં ધૂણી ધખાવી બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરતાં ચોર ફરીથી આવું કૃત્ય નહીં કરવાની શરતે સંતે બચાવ્યા હતા. પરંતુ તેમણે ચોરેલા ઘોડા લાલ અને કાળામાંથી ધોળા થઈ ગયા ઘોડાના રંગ બદલાઇને ધોળા થવાના પગલે ઇન્દ્રેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવના નામથી ખ્યાતિ પામ્યા હતા. વૈદિક ધર્મના પુરાણો તરીકે મહર્ષિ વેદવ્યાસના અઢાર પુરાણોમાંના ઉત્તર ક્રિયા ખંડ અધ્યાય 151 અને સ્કંદ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મ્ય તરીકે વર્ણન કરેલું છે. ધોળેશ્વર મંદિર ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા ચાલી રહી છે, જ્યારે 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે.

મંદિરના મહંત પ.પૂ. રામ સ્વરૂપપુરીજીએ કહ્યું કે, શિવલિંગની સ્થાપના ઇન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પરિણામે પૃથ્વી ઉપરનું આ શિવલિંગ ઇન્દ્રના નામથી ઓળખાયું હતું. ત્યારબાદ ધોળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય મંદિરે પૂનમ, સૂર્ય ચંદ્ર ગ્રહણ કે પછી સંક્રાંતિના દિવસે પિતૃશ્રાદ્ધ કરાય છે તે પિતૃઓને બાર વર્ષ સુધીની તૃપ્તિ થાય છે. જે બ્રાહ્મણો અહીં રુદ્રી કરે છે, તેને કરોડો ઘણું ફળ મળે છે. શિવરાત્રી જન્માષ્ટમી ગુરુપૂર્ણિમા સહિત વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

જ્યારે સાબરમતી નદીના કિનારે વસેલું હોવાના કારણે અહીંયા વાતાવરણ પણ અલૌકિક જોવા મળે છે. રાંદેસણ ગામના રહીશ અને ધોળેશ્વર મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓ મેહુલ ચૌધરીએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી શ્રાવણ માસ દરમિયાન ધોળેશ્વર મહાદેવના દર્શનાર્થે આવું છું દાદાના દર્શન કરવાથી નવી જ પ્રકારની ચેતનાનો શરીરમાં સંચાર થાય છે મન પ્રફુલ્લિત થઈ જાય છે.

જ્યારે ધોળેશ્વર ભગવાન ના મંદિર નો મહિમા અને તેનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. ચાંદખેડા રહેતા શ્રદ્ધાળુ પુષ્પાબેનએ કહ્યું કે, હુ દરરોજ ભગવાન ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવું છું. ભગવાનમાં શ્રદ્ધા ના રાખનારની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભગવાનની પૂજા અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. પૌરાણિક દ્રષ્ટિએ ધોળેશ્વર મહાદેવનો ખૂબ જ મહિમા છે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેતા હોય છે.

Source link —> www.etvbharat.com/gujarati/gujarat/state/gandhinagar/know-about-dholeshwar-mahadev/gj20190819080235513

Share this :