જાણો દ્વારકાધીશ ની ધજા પાછળ છુપાયેલા છે આટલા રહસ્યો અને ધજાના રંગનો મતલબ

ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે તે દિશોનો હોય આ ધજા હંમેશા પ્રશ્ચિમથી પર્વ તરફ જ લહેરાય છે. જાણો આવી જ કેટલીક બીજી રસપ્રદ વાતો.

દ્વારકાધીશજીના મંદિરમાં લાગેલી ધજાને ઘણા કિલોમીટર સુધી જોઇ શકાય છે. આ ધ્વજ 52 ગજની છે હવે આટલી મોટી ધજા શા માટે તેની પાછળ કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યુ હતુ. દરેક પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી. જ્યારે તેમના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ઘ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાને કારણે તેમનાં મંદિર બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામે 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે.

મંદિર પર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. તેમજ સૂર્ય અને ચંદ્ર બને શ્રીકૃષ્ણના પણ પ્રતિક છે.

દ્વારકાધીશના મંદિર પર દિવસમાં 3 વખત ધજા બદલવામાં આવે છે. સવારે, બપોરે અને સાંજે. અહીં મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે દરેક વખત અલગ-અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે. જોકે આ તમામ ધજામાં સાત અલગ-અલગ રંગ હોય છે.

દ્વારકાધીશની ધજાના રંગનો મતલબ:

લાલ રંગ: ઉત્સાહ, સ્ફૂર્તિ, ધનધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતિક છે.

લીલો રંગ: આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતિક માન્ય છે તે શાંતિ અને શિતળતાનો દેવાવાળો છે.

પીળો રંગ: આ રંગને શાણપણ, માન્યતા અને બુદ્ઘિનું પ્રતિક માનવામાં આવે છે.

વાદળી રંગ: બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે.

સફેદ રંગ: શુદ્ઘતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે .

કેસરિયો રંગ: હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે.

ગુલાબી રંગ: માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા પર સ્મિત કરે છે. મનુષ્યમાં પણ આના જેવું હોવા જોઇએ.

Source link —> www.patelsamaj.co.in/dwarkadhish-temple-flag

Share this :