મંદિર ની રક્ષા માટે ઘેલો 7 દિવસ સુધી માથા વગર લડ્યો જાણો ઘેલા સોમનાથની પૌરાણિક કથા વિશે

સૌરાષ્ટ્ર મા સ્થિત રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકા થી ૨૦ કી.મી દૂર નદી ના તટ પર આ ઘેલા સોમનાથ નુ ધામ આવેલુ છે. હાલ તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશુ. આ મંદિર ના રક્ષણ પાછળ કેવી રીતે એક ઘેલા વાણિયાએ પોતાના જીવ નુ બલિદાન આપ્યુ. જેના સ્મરણરૂપે આ જગ્યા નુ નામ ઘેલા સોમનાથ પડયુ.

આ મંદિર નો ઈતિહાસ આશરે ૧૫ મી સદી એટલે કે ૧૪૫૭ ની આજુબાજુ નો ઈતિહાસ છે. વેરાવળ પ્રભાસપાટણ મા સ્થિત સોમનાથ દેવસ્થાન ને લૂંટવા મા તથા તેનો વિનાશ કરવા મા મહમદ ગઝની બે-ત્રણ વાર હુમલો કરવા છતા નિષ્ફળ ગયો. આ સમયે જૂનાગઢ મા કુંવર મહિપાલ ની કુંવરી મીનળદેવી પૂર્ણ રીતે શિવભક્તિ મા લીન હતા. તેમણે મુસ્લિમ પ્રશાસન થી છૂપાઈ ને ભૂગર્ભ મા શિવલીંગ ની સ્થાપના કરી હતી અને ત્યા આ શિવલીંગ નુ પૂજન-અર્ચન કરતા.

મીનળદેવી મહાદેવ ના પરમભક્ત હતા. ઈ.સ. ૧૪૫૭ નો સમય જ્યારે સોમનાથ દાદા ના મંદિરે ચડાઈ કરવામાં આવી ત્યારે સોમનાથ દાદાએ સ્વપ્ન મા આવી ને જણાવ્યુ કે તેમને પાલખી મા લઈ જાવ. ૧૪૫૭ મા ગુજરાત પર મહમદ જાફર ની કુદ્રષ્ટિ હતી. તેને ભૂગર્ભ મા શિવલીંગ છે તેવી જાણ થતા જ આક્રમણ કર્યુ. પરંતુ , મીનળદેવી ને આ આક્રમણ વિશે ની અગાઉ થી જાણ થઈ ગઈ હતી.

આ સમયે મીનળદેવીએ આ સ્વપ્ન મા સાંભળ્યા મુજબ શિવલીંગ ને ત્યાંથી ઘેલા વાણિયા ની પાલખી મા લઈ ને બંને ત્યા થી નાસીપાસ થઈ ગયા. આમ જ્યારે તેઓ દૂર સુધી નાસીપાસ થઈ ગયા ત્યારે સુલતાન ને ખ્યાલ આવ્યો કે શિવલીંગ સોમનાથ મા છે જ નહી. તેથી સુલતાને પોતાનુ સૈન્ય આ શિવલીંગ ની શોધખોળ મા લગાવી દીધુ. જેવી સુલતાન ને જાણ થઈ કે શિવલીંગ આ પાલખી મા છે તેણે પોતાના સૈન્ય ને પાલખી પાછળ લગાડી દીધુ.

આ શિવલીંગ ના રક્ષણ માટે ગામ-ગામ ના ક્ષત્રિયોવીરો, બ્રાહ્મણો બધા જ આ સૈન્ય સામે લડી પડયા. આ પાલખી સોમનાથ થી અંદાજિત ૨૫૦ કી.મી. છેટે જસદણ તાલુકા ના કાલાસર અને મોંઢુંકા ગામ ની વચ્ચે આવેલી નદી તટ પર સ્થિત થઈ અને અહી શિવલીંગ સ્થપાઈ ગયું. તેની સાથો સાથ મીનળદેવી એ પણ અહી સમાધી લીધી. આ યુધ્ધ સમયે ઘેલા વાણીયા નુ શિશ કપાઈ ગયુ હતુ. તેમ છતા તેણે શિવલિંગ ના રક્ષણ માટે સાત દિવસ સુધી ભયાનક યુધ્ધ કર્યુ અને ત્યારબાદ પોતાના પ્રાણ ત્યાગ્યા.

આ ઉપરાંત અનેક લોકો એ પોતાના પ્રાણ ત્યાગી ને આ શિવલીંગ નુ રક્ષણ કર્યુ હતુ. અંતે જયારે મહમદ જાફર બધા મહાદેવ ના ભક્તો ને ખતમ કરવા ની અણીએ હતા ત્યારે મહમદ જાફરે શિવલીંગ પર તલવાર નો ઘા મારી ને તેને ખંડીત કરવા નો પ્રયાસ કર્યો. પરંતુ , શિવલીંગ પર તલવાર નો ઘા માર્યા ની સાથે જ શિવલીંગ મા થી ભમરા નીકળ્યા અને મહમદ જાફર તથા તેના સંપૂર્ણ સૈન્ય નો વિનાશ કરી નાખ્યો હતો.

આ ઘેલા વાણીયા નુ શીશ ધડ થી અલગ થઈ ગયુ હોવા છતા તે શિવલીંગ ના રક્ષણ માટે નિરંતર જાફર ના સૈન્ય સામે લડત આપતા રહ્યા. જેથી , આ દેવસ્થાન નુ નામ ઘેલા સોમનાથ રાખવા મા આવ્યુ તેમજ પેલી નદી પણ ઘેલો નદી તરીકે ઓળખાય છે. આ યુધ્ધ દરમિયાન હજારો બ્રાહ્મણો ને મૃત્યુ પામ્યા હતા.

રજવાડાઓ મા ઘેલા સોમનાથ મંદિર ની સાર-સંભાળ જસદણ ના રાજવી દ્વારા અહિયાં ની દેખરેખ કરવા મા આવતી હતી. હાલ આ રજવાડાઓ નો અંત થયો અને લોકશાહી અમલ મા આવતા ત્યાર થી આ દેવસ્થાન ની સાર-સંભાળ રાજકોટ ના કલેક્ટર શ્રી દ્વારા કરવા મા આવી. હાલ આ મંદિર ને ઘણુ ભવ્ય બનાવવા મા આવ્યુ છે. અહી દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે રહેવા ની વ્યવસ્થા પણ કરવા મા આવી છે.

અહી શ્રાવણ માસ દરમિયાન દાતાઓ દ્વારા ૨૦૦ થી પણ વધુ બ્રાહ્મણો તથા સાધુ-સંતો ને જમાડવા મા આવે અને દાન-પૂણ્ય ના કાર્યો કરવામા આવે છે. તો સરકાર અને શ્રધ્ધાળુઓના સહકાર થી અહી બારેમાસ અન્નક્ષેત્ર પણ ચાલે છે. અહી પ્રભુ શિવ ને દરરોજ અલગ-અલગ રીતે શણગારવા મા આવે છે તથા શ્રાવણ માસ મા અહી લોકમેળા નુ પણ આયોજન કરવામા આવે છે.

આ ઘેલા સોમનાથ દેવસ્થાન થી સામે ના ડુંગર પર જ શ્રી મીનળદેવી બિરાજે છે. અહી ની એક લોકમાન્યતા મુજબ જ્યારે પ્રભુ ભોળા ની આરતી થતી હોય ત્યારે મીનળદેવી ની પણ આરતી ઉતારવી પડે. જો અહી આરતી ના ઉતારો તો તમને તે આરતી નુ ફળ પ્રાપ્ત થતુ નથી. માટે જ્યારે તમે ઘેલા સોમનાથ દર્શન કરવા જાવ ત્યારે મીનળદેવી ના દર્શન અવશ્ય કરવા. નહિતર તમારી યાત્રા અધૂરી ગણાય છે.

આ ઉપરાંત જો તમારે ભોળાનાથ ના દર્શન માટે ગર્ભગૃહ મા જવુ હોય તો ફરજિયાતપણે ધોતિ ધારણ કરવી પડે. અહી જઈ ને તમે શિવલીંગ પર શુધ્ધ પાણી થી આભિષેક કરી શકો છો તથા પ્રસાદ ચડાવી શકો છો. જો તમારે ઘેલા સોમનાથ ના દર્શને જવુ હોય તો રાજકોટ થી ૮૦ કી.મી. નુ અંતર થાય છે અને જો સુરત , વડોદરા કે અમદાવાદ થી આવો તો બગોદરા થી ધંધુકા , પાળિયાદ અને વિંછિયા થઈ ને ઘેલા સોમનાથ પહોચી શકો.

Source link —> mojemustram.posspooja.in/somnath-mandirni-raksha-mate-ghelo-vaniyo-7-7-divas-sudhi/

Share this :