જાણો આ કારણે મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલની આરતી થાય છે ભસ્મથી

તો દોસ્તો તમામ માણસોએ ઉજ્જૈન મા આવેલુ મહાકાલેશ્વર મંદિર તો જોયું જ હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે કે ત્યાં દરરોજ સવારે ભગવાન મહાકાલ ની ભસ્મ થી આરતી કરવામા આવે છે. તો ઘણા માણસો ને એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ રાખ કઈ હોય છે. તો આજ ના આ આર્ટીકલ મા વાત કરવી છે આ મહાકાલેશ્વર મંદિર મા થતી પૂજા વિશે કે ત્યાં ઉપયોગ મા લેવાતી અગ્નિ સંસ્કાર સમયે મૃત દેહ ની રાખ છે કે પછી છાણા વગેરે જેવી વસ્તુ ની રાખ છે. તો ચાલો જાણીએ આ પાછળ નુ સાચું તથ્ય શું છે.

ભગવાન ભોલાનાથ નુ આ શિવાલય મધ્યપ્રદેશ ના ઉજ્જૈન મા આવેલું છે તેમજ તેનો સમાવેશ ભારત ના દ્વાદશ જ્યોતિર્લીંગો મા કરવામા આવે છે. એક પ્રાચીન માન્યતા મુજબ દુષણ નામ ના રાક્ષસ ને મારવા માટે મહાકાલ પ્રગટ થયા હતા. દુષણ ના વધ પશ્ચાત ઉજ્જૈન ના ગ્રામજનોએ ભગવાન મહાકાલ ને ત્યાં વાસ કરવા માટે અનુરોધ કર્યો.

ત્યારે ભગવાન ભોલાનાથ ત્યાં ર્લીંગ સ્વરૂપે વિદ્યમાન થયા. આખા વિશ્વ મા આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યા મહાકાલ ની ભસ્મ આરતી કરવામા આવે છે અર્થાત ભગવાન ભોલાનાથ ને ભસ્મ થી શૃંગારવા મા આવે છે. આ વાત નકારી નથી શકાતી કે ભગવાન ભોલાનાથ જેટલા ભોળા છે તેટલા જ રહસ્યમયી પણ છે. તેમનુ રેહણી તેમજ વેશભૂષા પણ બીજા દેવતાઓ કરતા ભિન્ન છે. તે શરીર પર ભસ્મ લગાવે છે. પણ અત્યારે તો વાદ-વિવાદ છે ત્યાં મંદિર મા ઉપયોગ મા લેવાતી ભસ્મ વિશે.

એવું માનવામા આવે છે કે ભગવાન મહાકાલ સ્મશાન ના સાધક છે માટે મૃતદેહ ની ભસ્મ તેમનો શૃંગાર તેમજ આભુષણ છે. અહિયાં પૂજન મા ભસ્મ ને એક મહત્વ નો ભાગ માનવામા આવે છે તેમજ તેને પ્રસાદ ગણવામા આવે છે. આથી જ અહિયાં પૂજન માટે ભસ્મ નો ઉપયોગ થાય છે અને તેવુ પણ માનવામા આવે છે કે અહિયાં મહાકાલ પર ચડાવેલ ભસ્મ ને ગ્રહણ કરવાથી શરીર ના તમામ રોગો તેમજ પાપો માંથી મુક્તિ મળે છે.

આખી દુનિયા મા ઘણા માણસો તેમજ ઉજ્જૈન ના પણ અમુક માણસો નુ છે કે અહિયાં આરતી સમયે શવ ની રાખ નો ઉપયોગ કરવામા આવે છે. પરંતુ આ વાત પણ જાણવા મળે છે કે ત્યાં રાખ છાણા તેમજ લાકડી નો ઉપયોગ કરીને એક વિશેષ પ્રક્રિયા દ્વારા બનાવામા આવે છે. આ વાત પર ત્યાં વસનારા અઘોરીઓ તેનો વિરોધ કરે છે તેમજ તેમનો અનુરોધ છે કે ફરી અહિયાં પેહલા ની જેમ શવ ની ભસ્મ જ ચડાવવા મા આવે.

તેમનુ માનવું છે કે અહિયાં વર્ષો થી જ શવ ની ભસ્મ નો જ ઉપયોગ થતો હતો પણ થોડા સમય પૂર્વ થી આ છાણા તેમજ લાકડી ની રાખ નો ઉપયોગ કરવામા આવે છે. આ સાથે શિવ ભક્તો ની માન્યતા તો એવી છે કે “ ચુટકી ભભૂત મેં હે ખજાના કુબેર કા” એટલે કે અહિયાં એક ચપટી જેટલી રાખ મનુષ્ય નુ જીવન બદલી શકે છે. તેમના તમામ કષ્ટો ને દુર કરી શકે છે. આ સાથે શિવપુરાણ મા રાખ બનાવવા ની એક વિશેષ રીત જણાવાઈ છે અને અહિયાં તે રીતે જ બનાવવા મા આવે છે.

આ સિવાય અહિયાં આરતી નો બીજો એક અલગ નિયમ પણ છે કે આ આરતી નો લાવો માત્ર પુરષો જ જોઈ શકે છે અને મહિલાઓ ને ઘૂંઘટો રાખવો પડે છે. આ સાથે પુરુષો ને ત્યાં માત્ર એક જ વસ્ત્ર પેહરી એટલે કે માત્ર ધોતી પેહરી ને આરતી જોવા દેવા નો નિયમ પણ છે. પૂજારી પણ માત્ર એક જ ધોતી પેહરી ને આરતી કરે છે.

ભગવાન ભોલાનાથ ના ભક્તો ના કહ્યા પ્રમાણે અહિયાં દરરોજ વહેલી પરોઢે પાંચ વાગે મહાકાલ ની આરતી કરવામા આવે છે અને તેમને ભસ્મ થી શણગારવામા આવે છે. તો દોસ્તો હવે જયારે પણ મધ્યપ્રદેશ જવાનુ થાય તો આ ઉજ્જૈન મા સ્થાપિત પ્રાચીન જ્યોતિર્લીંગ ની મુલાકાત અવશ્ય લેવી અને જો શક્ય હોય તો ત્યાં ની આરતી ના દર્શન પણ જરૂર થી કરવા.

Source link —> mojemustram.posspooja.in/jano-sha-mate-mahakalni-aarti-thay-che-bhasmthi/

Share this :