જાણો સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી ના ઇતિહાસ વિશે

આપણા દેશ ના ઈતિહાસ મા જેટલો ફાળો મનુષ્યો નો છે તેટલો જ ફાળો પ્રાણીઓ નો પણ છે. આપ સૌ રાણા પ્રતાપ ના ઘોડા ચેતક વિશે જાણો છો તથા નેપોલીયન ના ઘોડા બ્યુ સેફેકેસ થી પણ માહિતગાર છો. તો આજે તમને એક આવા અલૌકિક ઘોડા વિશે ની ચર્ચા કરીશુ.

આ છે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની માણકી ઘોડી. સર્વ દેવ ગણો ને પોતપોતાના વાહનો હોય છે. તેવી જ રીતે માણકી ઘોડી ને સ્વામિનારાયણ ભગવાન નુ વાહન મનાય છે. જસદણ સ્થિત દરબાર ને ત્યા એક દૈવીય ઘોડી સામર્થી હતી. જેને ચોરવા ની મહેચ્છા કચ્છ ના એક મિયાણા ને હતી.

પરંતુ ત્યા ની સુરક્ષા એવી હતી કે પોતાના અંતિમ સમય સુધી તેની આ ઈચ્છા અધુરી રહી ગઈ. જેથી , તે મિયાણા ના શરીર મા થી પ્રાણ છુટતો ન હતો. પિતા ની અધુરી ઈચ્છા પુરી કરવા ની પ્રતિજ્ઞા પુત્ર એ લીધી. જસદણ ના દરબાર મા તે ઘોડી ની સાર-સંભાળ રાખવા નોકરીએ ચડયો અને બધા નો વિશ્વાસ જીતી એક દિવસ આ ઘોડી ચોરી કચ્છ તરફ દોટ મુકી.

માર્ગ મા દરીયાકિનારે ઘાસ ચરવા મુકતા દરીયા મા થી એક દૈવીય ઘોડો બહાર આવી ઘોડી સાથે સંગ કર્યો. જેના પરીણામે એક ઘોડી જન્મી એ આ માણકી ઘોડી. માણકી ઘોડી ખુબ જ આકર્ષક અને બધી વિદ્યા થી નિપુણ હતી. ભુજ ના શાસક ને આ ઘોડી વિશે જાણ થતા આ મિયાણા પાસે થી માણકી અને તેની મા બન્ને ને ખરીદી લીધા.

કચ્છ ના શાસક આ માણકી ઘોડી કુંવરી ને ભેટ મા આપી. ત્યારબાદ આ ઘોડી દરબાર સુરનાનજી ઝાલા દ્વારા પ્રભુ શ્રી સ્વામિનારાયણ ને ભેટ સ્વરૂપે અર્પણ કરવા મા આવી. આ માણકી ઘોડી એ પ્રભુશ્રી સ્વામિનારાયણ ભગવાન ની આજીવન સેવા કરી.

પરંતુ, જ્યારે ૧૮૮૬ ના જેઠ સુદ ૧૦ ના દિવસે પ્રભુ અક્ષરધામ પધાર્યા ત્યારે માણકી ઘોડી આ વિરહ ને સહન કરી શકી નહી. તેની આંખો મા થી ફક્ત અશ્રુઓ જ વહેતા ર્હયા. તેણે વિરહ મા અન્ન-જળ નો ત્યાગ કરી દિધો હતો. આ વાત નુ સ્મરણ થતા જ સદ્દગુરૂ ગોપાળાનંદ સ્વામી માણકી ઘોડી ની મુલાકાતે આવે છે અને તેને સમજાવવા પ્રયત્ન કરે છે.

પરંતુ , માણકી ઘોડી મહારાજ ના તેર મા ના દિવસે જ પ્રાણ ત્યાગી પ્રભુ ની શરણ મા અક્ષરધામ મા પહોચી જાય છે. આમ , આવા અનન્ય પ્રેમ નો દાખલો આખા વિશ્વ મા એક અલગ જ ઈતિહાસ સર્જી ગયો. હાલ પણ પ્રભુ શ્રી સ્વામિનારાયણ ના દેહસંસકાર ની બાજુ મા માણકી ની અંતિમ ક્રિયા કરી ઓટો બનાવડાવ્યો છે.

Source link —> mojemustram.posspooja.in/jano-bhagwan-swaminarayan-ni-aa-alaukik-ghodi-vishe/

Share this :