જાણો તમારા શરીરના આ 6 સંકેતો બતાવે છે કે તમે આજે ઓછું પાણી પીધું છે

મિત્રો આપણે બધાએ ઘણા બધા લોકોના મોઢે એ વાત સાંભળી હશે કે, દિવસભરમાં સાત થી આઠ ગ્લાસ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. આપણા શરીરમાં પાણીની કમી અને પાણીનો વધારો બંને સારૂ નથી. હંમેશા આપણે વધારે તરસ લાગવા પર પાણી પીએ છીએ.

એનાથી આપણી તરસ તો મટી જાય છે, પણ આપણા શરીરને આખા દિવસમાં જેટલું પાણી જોઈએ છે, તેટલુ મળી શકતું નથી. અને આપણું શરીર જાતે જ આપણને ઈશારો કરે છે કે, શરીરમાં પાણીની ઉણપ છે. તો આવો જાણીએ કે શરીરના એ કયા ઈશારા કે સંકેત છે, જે જણાવે છે કે આપણે જરૂર કરતા ઓછું પાણી પી રહ્યા છીએ.

1. મૂડ સ્વિંગ :

જાણકારી માટે જણાવી દઈએ કે, પાણીની કમીથી થવા વાળા ડીહાઇડ્રેશનના કારણે આપણને મૂડ સ્વિંગ જેવી સમસ્યા થાય છે. પાણી પર થયેલી એક શોધ અનુસાર તે તમારા કોન્સન્ટ્રેશન લેવલ એટલે કે એકગ્રેતાના સ્તરને પણ પ્રભાવિત કરે છે. એવામાં જો તમે વાંચવા કે કોઈ બીજું કામ કરતા સમયે મૂડ સ્વિંગ, કે પછી ઓછી એનર્જી જેવું કંઈક અનુભવ કરી રહ્યા હોવ, તો આ સંકેત છે કે તમારે હવે પાણી પીવું જોઈએ.

2. થાક લાગવો :

થાક લાગવો એ પાણી પીવાનો સંકેત છે, જે શરીર તમને આપે છે. શરીરમાં પાણીની કમીના કારણે શરીરમાં સુસ્તીનો અનુભવ થવા લાગે છે. આનાથી તમે હંમેશા થાકેલા હોય તેવું લાગે છે.

3. ડ્રાઈ સ્કિન :

આપણને સોફ્ટ અને સ્મૂધ સ્કિન મેળવવા માટે હંમેશા વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જો સુકી ઋતુ ન હોવા છતાં પણ તમારી સ્કિન ડ્રાઈ છે, અને હોઠ ફાટી રહ્યા છે. તો આનો અર્થ છે કે તમારા શરીરમાં પાણીની કમી થઇ રહી છે.

4. પેશાબ પીળો આવવો :

શરીરમાં પાણીની કમીનો આ એક સામાન્ય સંકેત છે, જેમાં શરીરમાં પાણીની કમીના કારણે પેશાબ ઘટ્ટ પીળા રંગનો થઇ જાય છે. જો પેશાબ હલકો પીળો છે તો કોઈ સમસ્યા નથી પણ જો આનો રંગ ઘાટો પીળો છે તો આ પાણીની કમીનો સંકેત આપે છે.

5. ઘબકારા વધવા અને ઘભરામણ થવી :

જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમારા ઘબકારા વધવા લાગે છે, તો આ પણ શરીરમાં પાણીની કમીનો સંકેત આપે છે. આના સિવાય ચક્કર આવવા, ઊંઘમાં કમી અને ઘબરામણ થવી પણ શરીરમાં પાણીની કમીની તરફ સંકેત આપે છે.

6. શ્વાસમાં દુર્ગંધ :

આ બધા સિવાય શરીરમાં પાણીની કમી હોવાને કારણે પર્યાપ્ત માત્રામાં થુંક નથી બનતું. અને એ કારણે મોં માં બેક્ટિરિયા બને છે. આના કારણે શ્વાસ અને મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ રહે છે.

તો મિત્રો, જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો તમારે સમજી જવું જોઈએ કે તમે ઓછી માત્રામાં પાણી પી રહ્યા છો. એવામાં તમે જરૂરી માત્રામાં પાણી પીવાનું શરુ કરી દો.

Source link —> gujaratilekh.com

Share this :