જાણો પાંચ હજાર વર્ષ પહેલા કરવામાં આવેલી કળિયુગની આ ભવિષ્યવાણી અત્યારે સાચી સાબિત થઈ રહી છે
આપણો હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જુનો ધર્મ છે. અને હિંદુ ધર્મ જ એક એવો ધર્મ છે જેમાં ઘણા બધા દેવી-દેવતાઓએ મનુષ્ય અવતાર લીધો છે અને દુષ્ટોનો અંત કર્યો. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ જેવા અવતારોએ લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો છે. અને ભારતમાં હિંદુ ધર્મને સૌથી વધુ માનવામાં આવે છે.
તેમજ આ ધર્મ સાથે જોડાયેલી ઘણી અવનવી વસ્તુઓ આપણને જાણવા મળતી જ રહે છે, જે આ ધર્મની મહાનતાને સાબિત કરે છે. અને આજે પણ ભારતની પવિત્ર ધરતી ઉપર ઘણા બધા મંદિર એવા છે, જ્યાં લોકોએ ભગવાનના ચમત્કારોને અનુભવ્યા છે. શ્રીમદ્દભાગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે.
અને આ ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજથી હજારો વર્ષ પહેલા કળિયુગ વિષે ઘણી બધી વાતો જણાવવામાં આવી હતી, જે આજે સાચી સાબિત થઈ રહી છે. આમ તો આ વાંચવામાં થોડું વિચિત્ર લાગી રહ્યું હશે, પણ જણાવી દઈએ કે તે એકદમ સાચું છે. આજના આ લેખમાં અમે તમને થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેની ભવિષ્યવાણી ૫૦૦૦ વર્ષ પેહેલા શ્રીમદ્દભાગવત પુરાણમાં કરવામાં આવી હતી, અને આજે તે સાચી સાબિત થઈ રહી છે.
લીવ ઈન રીલેશનશીપમાં રહેશે લોકો :
આ યુગમાં એટલે કે કળિયુગમાં સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા વગર પણ એક બીજામાં રસ ધરાવીને સાથે રહેશે. અને એને આજે આપણે લીવ ઈન રીલેશનશીપ કહીએ છીએ. તે ઉપરાંત કામકાજની સફળતા તેના પોતાના ઉપર આધાર રાખશે. જ્યાં જુના સમયમાં બ્રાહ્મણ લોકો શરીર ઉપર ઘણા પ્રકારના વસ્ત્રો અને દોરા ધારણ કરતા હતા અને કલિયુગમાં માત્ર એક દોરો પહેરીને તે બ્રાહ્મણ હોવાનો લોકો દાવો કરશે.
ઓછી હશે જીવની ઉંમર :
લોકો કળિયુગના ભયાનક સમયમાં ઘણી બધી ચિંતાઓથી દુ:ખી રહેશે. અને લીધે તેમને ઘણા પ્રકારની બીમારીઓ ઘેરી રહેશે. જે માણસ પહેલા સો વર્ષથી વધુ જીવતા હતા ધીમે ધીમે તેમની ઉંમર માત્ર ૨૦ થી ૩૦ વર્ષ જ રહી જશે. આજે આજે તમે જુઓ જ છો કે કેટલાય લોકો ચિંતા અને ડીપ્રેશનનો શિકાર છે. અને જાત જાતની બીમારીઓને સાથે લઈને ફરે છે.
લાંચથી કામ થશે :
કળિયુગમાં લોકો લાંચ આપવામાં વિશ્વાસ રાખશે. કોઈપણ વ્યક્તિને ન્યાય નહિ મળે. જે માણસ સૌથી ચાલાક અને સ્વાર્થી હશે તેને જ કલિયુગમાં સૌથી ઉત્તમ માનવામાં આવશે. અને તમે જોઈ શકો છો કે, આજકાલ ભ્રષ્ટાચાર કેટલો વ્યાપી રહ્યો છે.
બગડશે કુદરતના નિયમ :
લોકોના પાપ વધી જશે અને વરસાદ ન હોવાને કારણે દરેક સ્થળે દુષ્કાળ પડશે. કુદરત પોતાના પરનું નિયંત્રણ ખોઈ દેશે અને ક્યારેક સખત ઠંડી તો ક્યારેક સખત ગરમીથી લોકો પરેશાન થઈ જશે. પુર અને ભૂકંપ જેવી પરિસ્થિતિથી લોકો ધીમે ધીમે નષ્ટ થતા જશે.
પૈસાની હશે બોલબાલા :
જણાવી દઈએ કે, ૫૦૦૦ વર્ષ પહેલા જ આ ભવિષ્યવાણી કરી દેવામાં આવી હતી કે, કળિયુગમાં જેની પાસે સૌથી વધુ ધન હશે તેને સૌથી ઉત્તમ અને ગુણી માનવામાં આવશે. અને ભલે તે કાયદો હોય કે ન્યાય બધું પૈસાના આધાર ઉપર જ રહેશે. હવે આ ભવિષ્યવાણી કેટલી હદે સાચી પડી રહી છે, એ તો તમે તમારી આંખે જોઈ રહ્યા છો.
બદલાશે સુંદરતાનો અર્થ :
કળિયુગમાં લોકો ધાર્મિક સ્થળોને ભગવાન માનશે અને પોતાના માં-બાપનો અનાદર કરશે. તેમજ લાંબા વાળ રાખવા જ લોકો માટે સુંદરતાની નિશાની હશે, અને બધા લોકો ફક્ત પોતાનું પેટ પાળવા માટે જ જીવશે.
Source link —> gujaratilekh.com