શું તમે જાણો છો, શ્રી ગણેશજીના અંગોમાં છુપાયેલા મનુષ્યો માટેના સંદેશો ?

ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેમની પાસેથી અનેક વસ્તુઓ શિખવા પણ મળે છે. બુદ્ધિના દેવતા ગણેશ ભગવાન મંગલમૂર્તિ કહેવાય છે. તેમના દરેક અંગમાં જીવનને જીવવાનો સંદેશ અને યોગ્ય દિશા દર્શાવાઈ છે.

ગણેશજી સમૃદ્ધિના દેવતા છે અને તેમને વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજાથી જ થાય છે. તો ચાલો આજે જાણો કે ગણેશજીના અંગોમાં કયા સંદેશ સમાયેલા છે.

મોટું મસ્તક

માનવામાં આવે છે કે જેમનું મસ્તક હોય છે તે વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય છે. શ્રીગણેશનું મોટું મસ્તક પણ આ જ જ્ઞાન આપે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના વિચારને મોટા રાખવા જોઈએ.

નાની આંખ

જેમની આંખ નાની હોય છે તે લોકો ચિંતનશીલ અને ગંભીર પ્રકૃતિના હોય છે. ભગવાન ગણેશની નાની આંખ દરેક વસ્તુને પારખી અને યોગ્ય નિર્ણય લેવાનો સંદેશ આપે છે. માનવામાં આવે છે કે આમ કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય છેતરાતો નથી.

લાંબા કાન

લાંબા કાનવાળી વ્યક્તિ ભાગ્યશાળી અને દીર્ઘાયુ હોય છે. ભગવાન ગણેશના લાંબા કાનનું રહસ્ય એ પણ છે કે જેમના કાન લાંબા હોય છે તેઓ બધાનું સાંભળે છે અને પોતાની બુદ્ધિ અનુસાર નિર્ણય કરે છે.

સુંઢ

ભગવાનની સુંઢ જીવનમાં સદા સક્રિય રહેવાનો સંકેત કરે છે. કહેવાય છે કે આવા લોકોને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી.

મોટું પેટ

ગણેશજીનું ઉદર મોટું છે. મોટું પેટ ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશનું મોટું પેટ આપણને શીખવાડે છે તે ભોજન સાથે પેટમાં વાતો પણ પચાવતા શીખવું.

એકદંત

ભગવાન ગણેશનો એક દાંત તુટેલો છે. તેમનું આ સ્વરૂપ શીખવાડે છે કે વસ્તુઓનો સદઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

Source link —> www.gstv.in

Share this :