શું તમારા ઘરની નજીક કોઈ મંદિર આવેલું છે, તો આ કામ અચૂક કરવું જોઈએ ?
મિત્રો , જ્યારે પણ તમે નવું ઘર બનાવો છો અથવા તો નવા ઘર ની ખરીદી કરો છો ત્યારે એક વસ્તુ નું અવશ્ય ધ્યાન રાખવું કે ઘર ની આજુબાજુ નું વાતાવરણ કેવું છે? તમાર ઘર ની આજુબાજુ નું વાતાવરણ તમારા ઘર પર ખાસ્સો પ્રભાવ પાડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર વિશે ના અમુક નીતિ નિયમો હોય છે જેને આપણે અવશ્ય પાલન કરવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક જગ્યા એ ઘર ખરીદવું અથવા બનાવવું અશુભ ગણાય છે.
આ ઉપરાંત જો તમારા ઘર ની આસપાસ દેવસ્થળ હોય તો વાસ્તુશાસ્ત્ર અનુસાર શું-શું કરવું જોઈએ તેના વિશે આજે આ લેખ માં માહિતી મેળવીશું. જો તમારા ઘર ની આસપાસ કોઈ દેવસ્થળ હોય તો ત્યાં સતત લોકો ની અવર-જવર થતી રહે છે અને દેવસ્થળ માં થતી પૂજા અને ઘંટડી ના રણકાર ના કારણે તમારા ઘર ની આસપાસ ઘોંઘાટભર્યું વાતાવરણ બન્યું રહે અને તમારી શાંતિ ભંગ થાય.
જો તમે શાંતિપ્રિય માહોલ પસંદ કરતાં વ્યક્તિ છો તો ક્યારેય પણ ઘર ની પસંદગી એવી જગ્યા એ ના કરવી જ્યાં ઘર ની નજીક દેવસ્થળ રહેલું હોય. ઘર ની નજીક રહેલું દેવસ્થળ એ આપના ઘર માં સકારાત્મ્ક ઉર્જા નું નિર્માણ કરે પરંતુ , આ દેવસ્થળ માં થતી રહેતી સતત લોકો ની અવર-જવર અને ઘંટડીઓ ના નાદ ના કારણે તમે તમારા ઘર માં 2 મિનિટ પણ સુકૂન થી રહી ના શકો. માટે બને ત્યાં સુધી આવી જગ્યાઓ પાસે ઘર બનાવવાની તથા ઘર લેવા ની પસંદગી ના કરવી.
જો તમે પહેલે થી જ એવી જગ્યા એ વસવાટ કરતાં હોય કે જ્યાં કોઈ દેવસ્થળ હોય તો તે દેવસ્થળે ગણપતિ બાપા ની એક મુર્તિ પ્રસ્થાપિત કરવી કે જેથી તમારા ઘર માં રહેલા તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય. આ ઉપરાંત જો કોઈ દેવસ્થળ તમારા ઘર ના મુખ્ય પ્રવેશ દ્વાર ની સામે જ હોય તો ત્યાં ત્રાંબા નો સર્પ દાટી દેવો જેથી તમારા ઘર ના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય.
જો તમારા ઘર ની આસપાસ ભૈરવ દાદા નું મંદિર હોય તો નિયમીત કાગડાઓ ને રોટલી નું સેવન કરવડાવવું જેથી તમારા ઘર નું વાતાવરણ શાંતિમયી અને સકારાત્મક બની રહે. જો તમારી ઘર ની સમીપ આવેલા દેવી ના મંદિર કારણે તમારા ઘર માં કોઈપણ પ્રકાર નો વાસ્તુદોષ ઉદભવતો હોય તો ઘર ના મુખ્ય દ્વાર પર ત્રિશુળ લગાવો અથવા તો ઘર ના મુખ્ય દ્વાર પાસે દેવી ની છબી લગાવો અને તેનું નિયમિત પૂજન-અર્ચન કરો.
જો તમારા ઘર ની સમક્ષ વિષ્ણુ ભગવાન નું મંદિર હોય તો ઇશાન દિશા માં ચાંદી અથવા તાંબા ની ધાતુ નો શંખ પ્રસ્થાપિત કરો અને તેમાં નિયમિત જળ ભરી તેનું પૂજન કરો. આ સિવાય જો તમારા ઘર ની સમક્ષ રામ ભગવાન નું મંદિર હોય તો ધનુષ નું ચિત્ર દોરવું જેથી તમારા ઘર ના તમામ વાસ્તુદોષ દૂર થઈ જાય. જો તમારા ઘર ની સમીપ પ્રભુ શ્રી કૃષ્ણ નું મંદિર હોય તો ઘર ના મુખ્યદ્વાર પર સુદર્શન ચક્ર ધારણ કરેલા શ્રી ક્રુષ્ણ ની છબી રાખવી જેથી તમારા ઘર ના તમામ વાસ્તુદોષ દૂર થશે.
Source link —> mojemustram.posspooja.in