જાણો આ કારણે શ્રી કૃષ્ણ ભગવાને પાંડવો ને જુગાર રમતા રોક્યા નહીં

આપણે બધા જાણીએ જ છીએ કે આ સમગ્ર સંસાર નુ સંચાલન પરમપિતા પ્રભુ જ કરે છે. પ્રભુ ની ઇચ્છા વગર એક પાન પણ હલતું નથી. તો શું કામે વધી રહ્યો છે આ સમગ્ર વિશ્વ મા પાપ? શું કામે અસત્ય સત્ય પર થઇ રહ્યું છે હાવી ? શા માટે સમગ્ર સંસાર મા નીતિ ચૂકાય રહી છે? આવા અગણિત પ્રશ્નો દરેક વ્યક્તિ ને ઘણી વાર સહેજ પણે થતા હોય છે.

આવા પ્રશ્નો થયા ની સાથે એવો પ્રશ્ન પણ ઘણીવાર થાય છે કે દ્વાપર યુગ મા જયારે ભગવાન પોતે પાંડવો ના સાથે તેમના મિત્ર સ્વરૂપે હાજર હતા તેમજ તેમના માર્ગદર્શક તરીકે સદેવ તેમને સાથ આપતા તે છતાં પણ કેમ પોંડવો ને પોતાનો અધિકાર મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તો આવા અનેક પ્રશ્નો ના ઉત્તર આજે આપળે આ લેખ મા જાણીશું કે જે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સખા ઉદ્ધવ ને કહ્યા હતા.

ઉદ્ધવ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછવામા આવ્યા હતા આ વેધક પ્રશ્નો

ભગવત ગીતા મા એક પ્રસંગ નો ઉલ્લેખ કરાયો છે કે જેમાં ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રશ્ન કરે છે કે હે સખા તમે તો પાંડવો ના મિત્ર છો તમે તેમને દરેક કષ્ટ તેમજ સમસ્યા નુ સમાધાન આપો છો તો શા માટે તમે તમારા આ મિત્રો ને ચોપાટ ની રમત રમવા દીધા. શા માટે તેમને આ જૂગાર હારવા દીધો. શા માટે આખી કોરવો ની સભા મા દ્રૌપદી ને અપમાનિત થવુ પડ્યુ ભલે તમે દ્રૌપદી ના ચીરહરણ ન થવા દીધા પણ આટલી અપમાનિત કેમ થવા દીધી?

હજુ તો ઉદ્ધવ ના પ્રશ્નો ચાલુ જ હતા કે તેનું ગળુ સુકાઈ ગયુ અને પ્રભુ તેના સખા ની પીડા ને સમજી ગયા હતા. આ વાત સાંભળીને પણ કૃષ્ણ હસવા લાગ્યા અને તેમને ઉદ્ધવ ને પ્રત્યુત્તર આપતા કહ્યું કે તે ખરેખર પાંડવો ની સાથે જ હતા અને તેમને સદેવ તેમનું હીત નુ જ વિચાર્યું છે. તેમને કહ્યું કે હું ત્યાં જ ઉપસ્થિત હતો અને મારી નીતિ સાફ હતી. યુધિષ્ઠિર તેમજ દુર્યોધન મા ફક્ત એક જ વાત નો ભેદભાવ હતો કે જેના લીધે સાચા હોવા છતા પણ પાંડવો ની હાર થઈ અને દુર્યોધન નો વિજય.

તો આ વાત સાંભળતા ની સાથે જ ઉદ્ધવ આગળ વાત કરે છે કે તો શા માટે દ્રૌપદી નુ હળહળતુ અપમાન કરવામા આવ્યું હતું. કેમ સમગ્ર સભા મા તેની ગરીમા ઉપર લાંછન લગાવવા મા આવ્યું હતું. ત્યારે તમે તમારી શક્તિ કેમ ના બતાવી હતી. આ વાત પર ભગવાન જવાબ આપે છે કે હે ઉદ્ધવ દ્રૌપદી દ્વારા સમ્પૂર્ણ ભાવ થી મને યાદ કરવા મા જ નહોતો આવ્યો. જ્યારે તેને સભા ખંડ સુધી ખેચી ને લાવવા મા આવી તો તેણે તમામ શક્તિ નો વિરોધ કરી ને મને ભુલાવી દીધો હતો. તેણે જયારે મને સાચા હ્રદય થી યાદ કર્યો અને મારી મદદ માંગી તો હું ત્યાં તેને બચાવવા પોહચી ગયો હતો.

આ જવાબ સાંભળીને ઉદ્ધવ દ્વારા પાછો પ્રશ્ન કરવામા આવ્યો કે શા માટે તમે પાંડવો ને ભૂલ કરતા ન રોક્યા? આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે સખા હું પણ સંસાર ના નિયમો થી બંધાયેલો છુ. જે વ્યક્તિ પોતાના વિવેક નો ઉપયોગ કરે છે તે વિજય ને વરે છે. આ સમગ્ર ચોપાટ ના જુગાર મા પાંડવો પોતાના નસીબ ને દોષ આપતા હતા તેમને એકવાર પણ મારી અનુમતી કે સલાહ લીધી હોત તો આવી ભૂલ ક્યારેય ન થવા દેત અને ન જ તેમને આવુ કંઈ સહન કરવાનું આવ્યુ હોત.

Source link —> mojemustram.posspooja.in

Share this :