જાણો ઘરમાં આ પ્રકારનો દીવો (દિપક) પ્રગટાવવો જોઈએ જેથી સુખ-સમૃદ્ધિમાં થશે વધારો

મિત્રો આપણી સંસ્કૃતિમાં રોજ સવારે અને સાંજે પૂજાપાઠ કરવાની પદ્ધતિ ખુબ પૌરાણિક સમયથી ચાલતી આવે છે. હિંદુ ધર્મ અનુસાર ઘણા લોકો સાંજે અને સવારે આરતી અથવા ઘરમાં રહેલા નાના એવા મંદિરમાં દિપક પ્રગટાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયના ઘીનો દિપક કરવાથી માત્ર મંદિરની જ શોભા નથી વધતી પરંતુ તમે તમારા પરિવારને પણ સ્વસ્થ રાખી શકો છો તે વૈજ્ઞાનિકો એ પણ સાબિત કર્યું છે.

મિત્રો હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન દિપક પ્રગટાવવાની પરંપરા છે અને પારંપરિક રીતે માત્ર માટીના દીવામાં દિપક પ્રગટાવવામાં આવે છે. પરંતુ હવે થોડા આધુનિકરણને કારણે લોકો ઘરમાં ધાતુના દીવા પર દિપક પ્રગટાવે છે. દિપક પ્રગટાવવા પાછળ આપણા વડીલો પણ તર્ક આપતા કે દિપક દ્વારા આપણા ઘરનો અંધકાર દુર થાય છે. પરંતુ આપણા વડીલોનું અંધકાર કહેવાનું કારણ એ હતું કે તે બધી પ્રકારનો અંધકારને દુર કરે છે અને એક ખુબ જ સારી ઉર્જા આપે છે.

એટલા માટે તો આપણા વડીલો ખુબ જ તંદુરસ્ત અને સ્વસ્થ રહેતા હતા. જ્યારે આપણી તંદુરસ્તીની વાત કરીએ તો તેના પ્રમાણમાં 5 % પણ ન કહેવાય. તો એટલા માટે તેની પાછળ ખુબ મોટું વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે અને વિજ્ઞાન દ્વારા સાબિત પણ કરવામાં આવ્યું છે કે જો ઘી નો દિપક પ્રગટાવવામાં આવે તો શારીરિક સંતુલન પણ જળવાઈ રહે છે. તો ચાલો જાણીએ આપણે કે દેશી ઘીના દીવા વિશે શું કહે છે વિજ્ઞાન.

દિપકની જ્યોતિનો ધુમાડો એર પ્યુરીફાયરનું કામ કરે છે. એટલે કે તે આપણા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. પરંતુ તેના માટે માત્ર એટલી જ શરત છે કે દિવો દેશી ગાયનું ઘી અથવા સરસવના તેલનો હોવો જોઈએ. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનીકારક કણોને ઘરની બહાર કાઢે છે. સાથે સાથે દિપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને પણ દુર કરે છે અને એનર્જી પ્રદાન કરે છે. તેનાથી તે આપણા મગજ પર સિદ્ધિ અસર કરે છે અને આપણા મગજને તેજ બનાવે છે.

માનવામાં આવે છે કે તેલના દિપકની અસર ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણમાં અડધા કલાક સુધી રહે છે અને ઘીનો દિપક ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણને પુરા 4 કલાક સુધી સાત્વિક બનાવી રાખે છે. આ પ્રયોગથી અસ્થમાના દર્દીને ખુબ જ ફાયદો થાય છે.

દિપક આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી બીમારી હોય તો તેને પણ ભગાવે છે. પરંતુ જો દિપકમાં એક લવિંગ નાખીને તેને સળગાવવામાં આવે તો તેની અસર ખુબ જ પ્રભાવશાળી પડે છે. દેશી ગાયના ઘીમાં ચર્મ રોગને દુર કરવાના બધા જ ગુણ રહેલા હોય છે એટલા માટે તેના ધુમાડાનો સ્પર્શ આપણા શરીરને થાય તો તેનાથી આપણી સ્કીન પણ સ્વસ્થ રહે છે.

એટલા માટે માનવામાં આવે છે કે ઘીનો દિપક પ્રગટાવવાથી ઘરના રોગો દુર ભાગી જાય છે. સાથે સાથે ઘરમાં બધી જ પ્રકારનું દુષણ અને પ્રદુષણ હોય છે તે પણ શુદ્ધ થઇ જાય છે.

ઘીનો દિપક પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. કોઈ પણ વ્યક્તિ ભલે પૂજા સમયે તેમાં ભાગીદાર ન હોય પરંતુ દિપકમાં રહેલું ઘી અથવા તેનો ધુમાડો તમારા સંપર્કમાં આવે છે તો ઘી વાતાવરણને પવિત્ર બનાવી નાખે છે.

આજ સુધી આખી દુનિયામાં બે જ વસ્તુ ઓક્સીજન બનાવે છે એક તો વનસ્પતિઓ અને બીજું છે ગાયના ધી નો દિપકમાંથી જે ધુમાડો નીકળે છે તે ઓક્સીજન બની જાય. આખી પૃથ્વી પર એક જ ધુમાડો એવો છે જે ઓક્સીજન બને છે. તો મિત્રો હવે રોજ મંદિરમાં એક સવારે અને એક સાંજે ઘી અથવા સરસવના તેલનો દિપક પ્રગટાવો અને સ્વાસ્થ્યને પહોંચાડો લાભ ક્યારેય દવાખાને નહિ જવું પડે.

Source link —> www.gujaratidayro.com

Share this :