જાણો દુનિયાનું એક માત્ર એવું મંદિર જ્યાં ટપાલ લખવાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થશે

લગભગ દરેક લોકો ગુરુ અને ભગવાન પર વિશ્વાસ કરતા હોય છે. ભગવાન એના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જ્યાં ઘણા ચમત્કાર થાય છે અને દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. કોઈ પણ મંદિર હોય ત્યાં ગણેશજી ની મૂર્તિ તો રાખવામાં આવે જ છે. અને એમાં પણ ગણેશ જી ને દરેક દેવી દેવતાઓમાં પ્રથમ પૂજવામાં આવે છે.

ભગવાન ગણેશને પ્રથમ પૂજવામાં આવશે એવું વરદાન પ્રાપ્ત થયું છે. તેથી જ કોઈપણ પૂજા હોય, પ્રસંગ હોય કે અવસર હોય સૌથી પહેલાં ગણેશ સ્થાપના થાય છે અને પછી જ પૂજા શરૂ થાય છે. ગણેશ ભગવાનની આરાધના કર્યા વિના કરેલી કોઈપણ પૂજા ફળતી નથી. ભગવાન ગણેશના અનેક નામ છે. કોઈ પણ નામથી ભક્ત તેમને યાદ કરે તે ભક્તની સહારે અચૂક આવે છે.

શાસ્ત્રોમાં ગણેશજીની અનેક ચમત્કારી કથાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જો કે આ વાત પૌરાણિક જ એક છે એવું નથી. આપણાં દેશમાં ગણપતિ ભગવાનના એવા ચમત્કારી મંદિર પણ ઘણા આવેલા છે જ્યાં આજે પણ ભક્તો ગણપતિજીનો સાક્ષાત્કાર અનુભવે છે. આજે અમે તમને એક એવા જ ચમત્કારી મંદિર વિશે જણાવીશું. આવું જ એક મંદિર આવેલું છે રાજસ્થાનમાં.

આ ગણેશજી નું મંદિર રાજસ્થાનના સવાઈ માધૌપુરથી આશરે 10 કિલોમીટર દૂર રણથંભૌર કિલ્લામાં આવેલું છે. આ મંદિર અન્ય મંદિર કરતાં અનોખું એટલા માટે છે કે અહીં ભક્તો આજે પણ ભગવાન ગણેશને શુભ અવસર પર આવકારવા પત્ર લખી આમંત્રણ પાઠવે છે.

આ મંદિરમાં એવી માન્યતા છે કે જે પણ ભક્ત અહીં ભગવાનને પત્ર મોકલાવે છે તેના દુ:ખ અને સમસ્યાઓનો અંત થઈ જાય છે. તેના કાર્યોમાં વિધ્ન આવતાં નથી.

મંદિરનો ઈતિહાસ

10મી સદીમાં રાજા હમીર રાજસ્થાનમાં રાજ કરતા હતા. આ મંદિરની સ્થાપના તેમણે 10મી સદીમાં કરી હતી. યુદ્ધ દરમિયાન રાજાને સ્વપ્નમાં સ્વયં ગણેશજીએ દર્શન આપી અને તેમને વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા. યુદ્ધમાં રાજા વિજયી થયા અને ત્યાર બાદ તેમણે ભગવાનનું મંદિર કિલ્લામાં બનાવડાવ્યું.

ત્યાંના મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિને ત્રણ આંખ છે. ગણેશજી સાથે અહીં તેમની પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને પુત્ર શુભ-લાભ પણ બિરાજમાન છે. આ મંદિરમાં ગણેશ ચતુર્થીની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગણેશ મંદિરના ચમત્કારનો અનુભવ થતાં દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ભગવાનની વિધિ-વિધાનથી પૂજા કરી પ્રભુના આશીર્વાદ મળવે છે. આ મંદિરના સરનામા પર રોજ મોટી સંખ્યામાં પત્રો અને આમંત્રણ પણ આવે છે. આમંત્રણ માટે ભગવાનનુ સરનામું આ મુજબ લખવામાં આવે છે.

ભગવાન ગણેશજી,

રણથંભૌર કિલા,

જિલ્લો સવાઈ માધૌપુર,

રાજસ્થાન

આ મંદિરમાં જે પણ પત્ર આવે છે તેને મંદિરના પૂજારી ભગવાનના ચરણોમાં રાખી દે છે. ચમત્કાર થવા અને તેમાં શ્રદ્ધા હોવી એ ભક્તની આસ્થા દર્શાવે છે. આજે પણ દુનિયામાં એવા લોકો છે જે ભગવાનને પત્ર લખી સમસ્યાઓનો અંત લાવવાની અરજી કરે છે અને શ્રદ્ધા પણ રાખે છે કે ભગવાન તેમનું ભલું કરશે. જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો કોઈ પણ સમસ્યા દુર થઇ જાય છે

Source link —> gujjubaba.com

Share this :