આ માતાજીની દિવસે ગુજરાતમાં અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં હાજરી હોય છે જાણો તેના બીજા ચમત્કાર

પૌરાણિક શાસ્ત્રો મા દેવી સતી ના શરીર ના ભાગો જે – જે જગ્યા એ સ્થિત થયા હતા , ત્વ્મને શક્તિ સ્તંભ ના સ્વરૂપે સ્થાપિત કરવા મા આવ્યા હતા. આ પુરાણો મા ટોટલ ૫૧ શક્તિ સ્તંભો ની સ્થાપના થઈ છે એવુ માનવા મા આવે છે. આ શક્તિ સ્તંભો મા નુ એક એ હરિસિદ્ધિ માતા.

આ શક્તિ સ્તંભ ના સ્થાને દેવિ સતી નો કોણી નો ભાગ સ્થિત થયો હતો. મુખ્યત્વે તો આ માતા નુ મંદિર ગુજરાત રાજ્ય ના દ્વારકા જીલ્લા મા સ્થાપિત થયેલુ છે. પરંતુ , એવુ માનવા મા આવે છે કે રાજા વિક્રમાદિત્ય માતા ને પોતાની અસીમ ભક્તિ થી પ્રસન્ન કરી ને પોતાની જોડે ઉજ્જૈન લઈ ગયા હતા. આ વાત ને સાર્થક કરે છે માતાજી ના બંને મંદિર ના પૃષ્ઠ ભાગ. જે એક સમાન છે.

જેથી માં હરસિદ્ધિ નુ દેવાલય મધ્યપ્રદેશ મા સ્થિત ઉજ્જૈન તેમજ ગુજરાત ના દ્વારકા મા આવેલ આમ બંને જગ્યાએ સ્થપાયેલુ છે તેવી માન્યતા છે. આ મંદિર ને સંબંધિત ઘણી બધી જૂની- પુરાણી વાર્તાઓ છે. એવુ પણ માનવા મા આવે છે કે ઉજ્જૈન રાજ્ય ના સમ્રાટ વિક્રમાદિત્ય પોતના કુળદેવી તરીકે પુજતા. ગુજરાત ના ત્રિવેદી કુળ ના લોકો હાલ પણ આ માતા ને કુળદેવી તરીકે પૂજે છે. આ ઉપરાંત જૈન ગૌત્ર ના લોકો પણ આ માતાજી મા વિશ્વાસ ધરાવે છે. તેની પાછળ પણ અનન્ય ઘટના છે.

ગુજરાત રાજ્ય મા માતા નુ મુળ મંદિર કોયલા પર્વત ના સૌથી શિખર પર સ્થાપિત થયેલુ છે પણ હાલ ના સમય મા જે મંદિર મા માતા ની પૂજા – અર્ચના થાય છે તે પર્વત થી થોડા નીચાણ વાળા વિસ્તાર મા છે. આ પાછળ એક લોકપ્રિય પ્રસંગ છે.

પ્રસંગ એવો હતો કે કોયલા પર્વત સ્થિત માતાજી ના થી તેમના નયનો નો પ્રકાશ આખા દરીયા સુધી સ્થિત થતો જેથી , કોઈ પણ જહાજ આ દરીયા તરફ આવે તો ડૂબી જતુ. આવી જ રીતે એક કચ્છ નો જગડુશાહ નામક વ્યાપારી ની નાવ પણ ડૂબી ગયેલ.

પરંતુ પોતાનો જીવ તેણે હેમખેમ બચાવી લીધો. ત્યારબાદ બધા વ્યાપારી મિત્રો એ પર્વત થી થોડા નીચે ના ભાગ મા નવા મંદિર નુ નિર્માણ કર્યુ અને માતાજી ને ત્યા સ્થાપિત થવા આજીજી કરી અને આ મંદિર મા માતજી ની સ્થાપના થયા બાદ આ દરીયા મા જહાજો ડૂબવા ના પ્રસંગ નો અંત થયો.

હરસિદ્ધિ માતાજી નુ હરસિદ્ધિ નામ રાખવા પાછળ પણ પ્રખ્યાત લોકકથા છે. આ દેવી ની પૂજા –અર્ચના પ્રભુ શ્રી કૃષ્ણ તથા યદવો દ્વારા કરવા મા આવતી. આ દેવી ને લોકો મંગલમૂર્તિ દેવી તરીકે ઓળખતા હતા. પરંતુ જે સમયે તેમના ધ્યાન થી પ્રભુ શ્રી કૃષ્ણ ને જરાસંઘ નો વિનાશ કરવા મા સફળતા મળી.

ત્યારબાદ યાદવો દ્વારા તેમણે હરસિદ્ધિ માતા નામ આપવા મા આવ્યુ. મહારાજ વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિ ની ભક્તિમા અતી લીન હતા. તે હર બાર વર્ષ ના સમયગાળા દરમિયાન પોતાનુ મસ્તિષ્ક કાપી ને માતા ના ચરણો મા અર્પણ કરતા,.
પણ માતા ના ચમત્કાર થી તેમનુ મસ્તિષ્ક પુનઃશરીર સાથે જોડાઈ જતુ.

આવુ મહારાજે ૧૧ વખત કર્યુ અને બારમી વખત રાજા એ મસ્તિષ્ક અર્પણ કર્યુ તે પુનઃશરીર સાથે ના જોડાયુ અને તે મૃત્યુ પામ્યા. હાલ પણ આ મંદિર મા ૧૧ સિંદુર લગાડેલ રોડ હાજરાહજુર છે. લોકવાયકા એવી છે કે આ રાજા વિક્રમાદિત્ય ના કપાયેલા મસ્તિષ્ક છે. હાલ ના સમય મા પણ સંધ્યા વેળા એ ઉજ્જૈન મા અને પરોઢ વેળા એ ગુજરાત મા માતા ની પૂજા-અર્ચના થાય છે.

ઉજ્જૈન મા આવેલ માં હરસિદ્ધિ ના દેવાલય ની પાછળ મહાકાલેશ્વર દેવાલય પશ્વિમી દિશા તરફ સ્થાપિત છે. આ બન્ને મંદિરો વચ્ચે જે સમાનતા છે તે છે રુદ્રસાગર. આ બેય મંદિરો મા માતા ગર્ભગૃહ મા શ્રીયંત્ર પર બિરાજમાન થયેલ છે. તંત્ર સાધના માટે પણ ઉજ્જૈન મા સ્થપાયેલ માતા હરસિદ્ધિ નુ મંદિર પ્રખ્યાત છે. તેમની આજુબાજુ મા લક્ષ્મિ માતા તથા સરસ્વતી માતા બિરાજમાન છે. આ માતા ના મંદિર મા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર પણ સ્થપાયેલ છે. જે કાલસર્પ ના દોષ ની મુક્તિ માટે પૂજા – યાચના કરવા માટે પ્રખ્યાત છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :