જાણો ચાલવાની સાચી રીત વિશે જેથી વજનમાં ઘટાડો થશે ફટાફટ

મિત્રો , હાલ નો આધુનિક સમયગાળા મા માનવી નું જીવન એટલું વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે લોકો પાસે પોતાના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો સમય પણ નથી રહેતો અને પરિણામે તે મોટાપા જેવી સમસ્યાઓ થી પીડાય છે. હવે આ વ્યસ્તતા ભરેલા શેડ્યુલ મા લોકો જિમ કે વર્ક આઉટ માટે પણ સમય ફાળવી શકતા નથી ત્યારે વોકિંગ એ આપણાં સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે સૌથી શ્રેષ્ઠ કસરત ગણાય છે.

વોકિંગ કરવું એ એક ખૂબ જ સારો એવો વ્યાયામ ગણાય છે. વોકિંગ કરીને તમે તમારા વજન ને સરળતા થી મેઇનટેઇન કરી શકો પરંતુ , આ માટે એક દ્રઢ મનોબળ ની આવશ્યકતા છે. અન્ય ભારે વર્કઆઊટ્સ કરતા આ કસરત સાવ સીધી અને સરળ છે. જો વ્યક્તિ દરરોજ ના અડધી થી પોણી કલાક ચાલવા ની આદત ધરાવે તો તેમના શરીર ને અનેકવિધ લાભો પહોંચી શકે.

નિયમિત અડધી કલાક નું વોકિંગ કરવાથી તમને હ્રદય નો હુમલો આવવાની સંભાવના મા ઘટાડો થાય છે , પાચનક્રિયા મજબૂત બને તથા તમારી બોડી માથી કેલરી પણ બર્ન થાય છે જેથી તમારું વજન નિયંત્રણ મા રહે. એક સંશોધન અનુસાર નિયમિત અડધો કલાક વોકિંગ કરવાથી તમારી ૧૫૦ ગ્રામ જેટલી કેલેરી બર્ન થાય છે.

એ વાત સાચી કે વોકિંગ કરવાથી તમારી બોડી માથી કેલરી બર્ન થાય છે પરંતુ , તેની સાથે એ વાત પણ મહત્વ ની છે કે તમે વોકિંગ કઈ પધ્ધતિ થી કરો છો? એક સંશોધન મુજબ જો તમે સ્ટીપર તથા ઇંક્લાઇન્ડ રોડ્સ પર વોક કરો તો તમારા વજન માં ઝડપ થી ઘટાડો થશે. કારણ કે , આ રસ્તા સ્ટ્રેઇટ રોડ કરતાં વધુ પડતાં ભારે હોય છે.

આ રસ્તા પર વોકિંગ કરવા માટે તમારે તમારા શરીર ને વધુ પડતો શ્રમ આપવો પડે છે અને શરીર પર પડતો આ શ્રમ તમારા શરીર માં રહેલી વધારા ની કેલેરી ને બાળે છે. આ સિવાય જો તમે ટેકરીવાળા અથવા તો ચઢાણ વાળા રસ્તા પર વોકિંગ કરો તો પણ તમારા વજન માં નોંધપાત્ર ઘટાડો થાય છે. તો એકવાર આ નુસ્ખાઓ અવશ્ય અજમાવો.

Source link —> mojemustram.posspooja.in

Share this :