રાત્રે સૂતા પહેલા ખાઓ નારિયેળ જાણો આટલા રોગો ક્યારેય નહીં થાય

નારિયળ વિષે કોણ નથી જાણતું? નાના છોકરાથી લઈને ઘરડા સુધી દરેક એને જાણે છે. પણ દરેકને એના ફાયદા ખબર નથી હોતા. આજે અમે તમને એના ફાયદા વિષે જણાવીશુ. અત્યારની ઋતુઓમાં ઘણી એવી વસ્તુ હોય છે, જેનું સેવન કરવાથી આપણી બોડીને ઠંડક તો મળે છે. સાથે સાથે આપણે પોતાનામાં એનર્જી પણ અનુભવીએ છીએ. ઉનાળામાં ઘણા ફળ અને શાક આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

પણ એ બધા ઉપરાંત ઉનાળામાં જો નારિયળને ખાવામાં આવે, તો એ શરીર માટે ઘણું વધારે ફાયદાકારક હોય છે. જણાવી દઈએ કે નારિયળમાં વિટામિન, ખનીજ, એમિનો એસિડ, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન વગેરે પોષક તત્વ જોવા મળે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે.

ભારતમાં નારિયળનું બીજું નામ છે શ્રીફળ. નારિયળને શ્રીફળ ધાર્મિક મહત્તાની સાથે-સાથે ઔષધીય ગુણોના કારણે પણ કહેવામાં આવે છે. સામાન્ય દેખાતા નારિયળમાં વિટામિન, પોટૈશિયમ, ફાઈબર, કૈલ્શિયમ, મેગ્નીશિયમ, વિટામિન અને ખનીજ તત્વ ભરપુર માત્રામાં જોવા મળે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નારિયળ ઘણી બધી બીમારીઓનાં ઈલાજ માટે ઉપયોગી થાય છે. નારિયળમાં ચરબી અને કોલેસ્ટ્રોલ નથી હોતા, એટલે નારિયળ તમને મોટાપોથી પણ છુટકારો આપવામાં મદદ કરે છે. આવો જાણીએ નારિયળના ચમત્કારી ગુણો વિષે.

શા માટે ઊંઘતા પહેલા નારિયળ ખાવું જોઈએ?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો તમે રાત્રે ઊંઘતા પહેલા નારિયળનું સેવન કરો છો, તો આનાથી તમારા શરીરને ઘણા બધા ફાયદા થશે. તેનું સેવન તમારા શરીરની ઈમ્યુંનીટી વધારવાની સાથે સાથે તમારી યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં આને ખાવાથી શરીરને ઠંડક મળે છે અને શરીરમાં થતી પાણીની કમી પણ દુર થઇ જાય છે. એટલે બોડી હાઈડ્રેટ રહે છે.

નારિયળના આ ખાસ ફાયદાઓ જાણી લો :

૧) જાણકારી માટે જણાવી દઈએ કે સૂકા નારિયળનું સેવન કરવાથી ગઠિયાનાં રોગમાં લાભ થાય છે, અને દુ:ખાવામાં પણ આરામ મળે છે. કારણ કે એમાં ઘણા મિનરલ્સ રહેલા હોય છે. એવામાં તે પેશીઓને સ્વસ્થ રાખે છે, અને શરીરને પણ સ્વસ્થ બનાવીને રાખે છે.

૨) ઉનાળાની ઋતુમાં નાકની નસકોરી ફૂટવાની સમસ્યા સામાન્ય છે. અને જો તમને પણ આ સમસ્યા થાય છે, તો જ્યારે પણ તમારા નાક માંથી લોહી નીકળે તે દરમિયાન કાચા નારિયળના પાણીનું સેવન નિયમિત રૂપથી કરવું જોઈએ. જો ખાલી પેટ નારિયળનું સેવન કરવામાં આવે તો લોહીનું વહેવાનું બંધ થઇ જાય છે.

૩) આપના શરીરના ટીશ્યુમાં ભરપૂર મિનરલ્સ હોવું જરૂરી હોય છે. અને જો શરીરમાં એની કમી રહે તો તે શરીરના વિવિધ ભાગોને નુકશાન પહુંચાડે છે. જેનાથી આર્થરાઇટિસ, ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ થઇ શકે છે. એવામાં સૂકું નારિયળ તમારી મદદ કરી શકે છે. એને ખાવાથી ત્વચા, લિગામેંટ્સ, ટેન્ડન્સ અને હાડકાઓના ટિશ્યુઝમાં મજબૂતાઈ આવે છે, અને ટિશ્યુઝને મિનરલ્સ પણ મળી જાય છે.

4) જો તમને માથામાં દુ:ખાવાની સમસ્યા છે, તો એના માટે નારિયળના તેલમાં બદામને મિક્ષ કરીને અને બારીક પીસીને માથા પર લેપ લગાવવો જોઈએ. આનાથી તરત આરામ મળે છે.

5) જેમને વાળ ખરવાની સમસ્યા છે, એમના માટે નારિયળનું તેલ ખુબ ફાયદાકારક છે. નારિયળના તેલમાં લીંબુનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવતાથી રુસી અને ખંજવાળથી પણ છુટકારો મળે છે.

6) નારિયળનો આ એક ઉપાય પણ ઘણો કામનો છે. એના માટે તમે સૂકા નારિયળને છીણી લો. ત્યાર બાદ એક કપ પાણીમાં 1/4 કપ નારિયલનું છીણ પલાળી રાખો. બે કલાક પછી આને ગાળીને છીણ કાઢી લો અને પીસી લો. આને ચટણી બનાવીને પલાળેલ પાણીમાં મિક્ષ કરીને પી જાઓ. આ પ્રમાણે આને દરરોજ ત્રણ વાર પિવાથી ખાંસી, ફેફસાના રોગ અને ટી.બીમાં લાભ મળે છે.

૭) જો પેટમાં કીડા છે, તો સવારે નાસ્તાના સમયે એક ચમચી પીસેલા નારિયળનું સેવન કરવાથી પેટના કીડા ખુબ જલ્દી મરી જાય છે.

૮) નારિયલનો છોકરીઓ માટે ખાસ ઉપયોગી ગુણ એ છે જે તે ખીલથી છુટકારો આપવામાં પણ ફાયદાકારક છે. નારિયલના પાણીમાં કાકડીનો રસ મિક્ષ કરીને સવાર-સાંજ નિયમિત રૂપથી લગાવવાથી ચહેરાના દાગ-ધબ્બા મટે છે, અને ચહેરો સુંદર અને ચમકદાર થાય છે. નારિયળના તેલમાં લીંબુનો રસ અથવા ગ્લિસરીન મિક્ષ કરીને ચહેરા પર લેપ કરવાથી ખીલ સમાપ્ત થાય છે.

૯) મિત્રો મોટાપો ઓછો કરવામાં પણ નારીયળ ઘણું ઉપયોગી છે. નારિયલમાં કોલેસ્ટ્રોલ અને ચરબી નથી હોતી. એટલા માટે નારિયળનું સેવન કરીને વજનને ઓછું કરી શકાય છે.

૧૦) જો તમારા પરિવારમાં કોઈને પહેલા કેન્સર હતું તો તમારે હંમેશા સતર્ક રહેવું પડે છે. ખાસ કરીને મહિલાઓ, જેમને આ બ્રેસ્ટ કેન્સરનો મામલો સામે હોય. આમ તો નારિયળ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને થવા દેતો નથી. એટલા માટે તમે આને પોતાના ખોરાકમાં અવશ્ય ઉમેરો.

૧૧) જાણકારી માટે જણાવી દઈએ કે નારિયળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયળની ગરીમાં બદામ, અખરોટ અને મિશ્રી મિક્ષ કરી દરરોજ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. બાળકોએ નારિયળ ખાસ ખાવું જોઈએ, એનાથી બાળકોના મગજનો વિકાસ થશે.

12) જો તમને પણ ઊંઘ ન આવવાની સમસ્યા હોય, તો નારિયળનું સેવન કરો. એના માટે નિયમિત રૂપથી રાત્રે જમ્યા પછી અડધો ગ્લાસ નારિયળનું પાણી પીવું જોઈએ. આનાથી ઊંઘ ન આવવાની સમસ્યા ખત્મ થઇ જાય છે, અને ઊંઘ સારી આવે છે.

૧૩) મિત્રો ધ્યાન રહે કે શરીરમાં લોહીની કમી હોવી ક્યારેક ક્યારેક જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તો એવું ન થવ દેવું. એના માટે સૂકું નારિયળ ખાવું જોઈએ. કારણ કે એનાથી એનિમિયા એટલે લોહીની કમીની બીમારીથી પણ રાહત મળે છે.

અને હંમેશા મહિલાઓમાં લોહીની કમી વધારે જોવા મળે છે, અને તે કમજોર પડી જાય છે. અને આ સમસ્યા હોવાથી શરીરમાં જીવાણુઓનો હમલો પણ આરામથી થઇ શકે છે. જેનાથી ગંભીર બમારીઓ થઇ શકે છે. એના માટે સુકું નારિયલ ખાવું જોઈએ. કારણ કે સૂકા નારિયળમાં આયર્ન ભરપુર માત્રામાં હોય છે. અને એના સેવનથી એનિમિયા પર કાબુ લાવવું સરળ બની જાય છે.

Source link —> gujaratilekh.com

Share this :