જાણો ઘરમાં પ્રવેશતા પહેલા માતા લક્ષ્મી આપે છે આવા પ્રકારના સંકેતો
જીવન મરણ ઈશ્વરના હાથમાં છે. જીવન આપ્યા પછી તેને છીનવાનો હક પણ ઈશ્વરનો જ છે. મનુષ્યનો ધર્મ છે કે તે આ જીવનને નિર્વહન કરે, અને ખુદ પોતે અને પોતાની સાથે જોડાયેલા લોકો સાથે ચાલે. મનુષ્યને જીવનમાં આજીવિકા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. અહીં ઘણા સારા સ્થાન પર છે તો અમુકની સ્થિતિ અહીં સારી નથી. ખરાબ પરિસ્થિતિઓ થી પસાર થવા પર તમારો આત્મવિશ્વાસ બનાવી રાખો, ઈશ્વર પર વિશ્વાસ બનાવી રાખો. દરેક ખરાબ સમય પછી સારા સમયની શરૂઆત ચોક્કસ થાય છે.
નાણાં કમાણી માટે મેહનત છે ખુબ જ જરૂરી
નાણાં કમાણી કરવી દરેક મનુષ્ય માટે જરૂરી છે, તેના વગર જીવન સંભવ નથી. સુખ-સુવિધાઓ સંભવ નથી. સવાર-સાંજ સુધી મનુષ્ય કોઈને કોઈ પ્રકારે પોતાના કામોમાં જુન્ટવાયેલો રહે છે. સમય સારો હોય કે ખરાબ પણ નાણાં કમાણીની કોશિશ ચાલતી રહે છે. હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવી છે. તમે તેની સેવા કરો, જો તે પ્રસન્ન થઇ જાશે તો તમારાથી પ્રસન્ન થઇ જાય છે અને તમારા ઘરમાં પ્રવેશ જરૂર કરે છે. પણ માં લક્ષ્મી ને ચંચલ માનવામાં આવી છે. વિષ્ણુ પુરાણના અનુસાર માતા લક્ષ્મી કોઈપણ ઘરમાં વાસ કરવાના પહેલા તે લોકોને સંકેત આપે છે. તેને જાણીને તમે સમજી શકો છો કે તમારી કિસ્મત ખુબ જ જલ્દી બદલવાની છે.
ઝાડુ માતા લક્ષ્મીને ખુબ જ પસંદ હોય છે. એવું એટલા માટે કેમ કે માતા લક્ષ્મીને સાફ સફાઈ ખુબ જ પસંદ હોય છે. એવામાં સાવરણી આપણા ઘરની ગંદગીથી થતી બીમારીઓથી પણ બચાવે છે. એવામાં જો તમને સવારના સમયે ઘરેથી બહાર નીકળવાના સમયે કોઈ સાવરણી લગાવતા જોવામાં આવે તો સમજી જાવ કે ખુબ જ જલ્દી માતા લક્ષ્મી તમારા આંગણે આવવાની છે અને તમારી કિસ્મત બદલવાની છે.
જો તમને અચાનક પોતાની આસપાસ લીલા રંગની ચીજોનો આભાસ થવા લાગે છે તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવાની છે. આસપાસ દેખાતી ચીજો પર ધ્યાન આપો આ બધી હોઈ શકે છે, લીલા રંગનો સામાન, શાકભાજી વગેરે.
માતા લક્ષ્મીના વાહન ઘુવડ માનવામાં આવે છે. જો તમને ક્યાંય ઘુવડ જોવામાં આવે તો સમજી જાવ કે લક્ષ્મી માતા તમારાથી પ્રભાવિત છે અને તે ખુબ જ જલ્દી તમારા ઘરમાં વાસ કરવાની છે. માનવામાં આવે છે કે જ્યા પણ માતા લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે, ત્યાં લક્ષ્મી ખુદ તેની પાછળ આવે છે. આ સંકેત પ્રાપ્ત થતા જ માં ની આરાધના શરૂ કરી દો.
જો તમને રાતે સપનું જુઓ છો અને સપના જોતી વખતે ગળામાં મોચ આવી જાય તો અથવા સવારે તમારી ડોકમાં કોઈ દર્દ થતું હોય તો અચાનકથી ધન મળવાના સંકેત છે.
જો સવારે ઉઠવાની સાથે જ તમને સૌથી પહેલા શંખનો અવાજ સંભળાય તો તેનો અર્થ એ પણ છે કે ખુબ જ જલ્દી તમારા પર ભગવાનની કૃપા થવાની છે અને તમારી કાયા પલટવાની છે.
હિન્દૂ શાસ્ત્રોના અનુસાર શેરડીનો રસ સિદ્ધિ વિનાયક પર અર્પિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમને સવારે ઉઠતા જ જો શેરડી જોવા મળે તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ખુબ જ જલ્દી વાસ કરવાની છે. શેરડી દેખાવા પર તે દિવસ ભગવાન ગણેશને તેને અર્પિત જરૂર કરો તમને ચોક્કસ લાભ મળશે.
જો તમે ક્યાંક જતા હોય અને જોઈ લ્યો કે કૂતરું અચાનક જમીનમાં માથું મારે છે. અથવા વારંવાર જમીનમાં માથું મારે છે. તો સમજવાનું કે ત્યાં દાટેલું ધન છે. તે જગ્યા પર તમારે ચકાસણી અવશ્ય કરવી જોઈએ.
Source link —> gujjurocks.in