જાણો જમીન પર સુવાથી શરીરને થતાં ફાયદાઓ અને આટલી બીમારીઓથી રેહશો દૂર

જો ઊંઘવાની વાત આવે તો દરેકને પથારી ઉપર પાથરેલા જાડા અને આરામદાયક ગાદલા ઉપર ઊંઘવાનું ગમે છે. અને મોટા ભાગના લોકો આરામદાયક ગાદલા ઉપર જ સુવાનું પસંદ પણ કરે છે. પણ અમુક લોકો સુવાને લઈને ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે, બેડ ઉપર સુવું વધુ સારું રહેશે કે પછી નીચે જમીન ઉપર. કારણ કે ઘણા કહે છે કે નીચે સુવું સારું અને ઘણા કહે છે કે બેડ પર સુવું સારું રહે છે.

મિત્રો, જો તમે પણ આવી રીતે કોઈ મૂંઝવણમાં ફસાયેલા છો, તો આજે તમારી મુંઝવણ દુર થઈ જશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જમીન ઉપર સુવું બેડ ઉપર સુવાથી ઘણું વધુ ફાયદાકારક છે. આજના આ લેખમાં અમે તમને જમીન ઉપર સુવાના ફાયદા વિષે જણાવીશું. જે જાણ્યા પછી તમે ન તો બેડ ઉપર સુવાનું પસંદ કરશો અને ન તો મોટા ગાદલા ઉપર. (જો ડોકટરે નીચે સુવાની ના પાડી હોય તો નીચે સુવું નહિ.)

૧. શરીર સ્ટ્રક્ચર માટે ફાયદાકારક :

આરોગ્ય બગડવાના મોટા ભાગના કિસ્સા જે આવે છે તે શરીર સ્ટ્રક્ચરમાં આવેલી તકલીફોને કારણે થાય છે. અને સ્ટ્રક્ચરમાં આવેલી તકલીફો ઊંઘવાની ખોટી રીતને કારણે થાય છે. જમીન ઉપર સુવાથી આખું શરીર એક સીધી સપાટીમાં હોય છે, અને આવી રીતે તમને આ સમસ્યાઓથી છુટકારો મળશે.

૨. હાડકાની સંરચનામાં સુધારો :

મિત્રો તમારી પથારી ભલે કેટલી પણ આરામદાયક કેમ ન હોય, પણ તે તમારા હાડકાઓને એક સીધી રેખામાં નથી રાખી શકતા. ઘણી વખત એવું થાય છે કે તમને ખબર પણ નથી રહેતી કે શરીરમાં અંદરના ભાગમાં નાની મોટી ઈજા હાડકાને ક્ષતિગ્રસ્ત કરે છે. જમીન ઉપર સુવાથી એક સીધમાં રહેવાને કારણે તે યોગ્ય રીતે જોડાય છે અને જલ્દી રીકવરી કરે છે.

૩. પીઠના દુ:ખાવાની સમસ્યામાંથી અપાવે  છુટકારો :

મોટા ગાદલા ઉપર સુવાને કારણે મોટાભાગના લોકોને પીઠના દુ:ખાવાની સમસ્યા થવા લાગે છે. તેવામાં નીચે જમીન ઉપર સુવાની ટેવથી તમને પીઠના દુ:ખાવા માંથી હંમેશા માટે છુટકારો મળી જશે. જાણકારી માટે જણાવી દઈએ કે, નીચે સુવાથી કરોડરજ્જુનું હાડકું એકદમ સીધું રહે છે. જેથી શરીરમાં લોહીનો સંચાર યોગ્ય રીતે થતો રહે છે અને ધીમે ધીમે પીઠના દુ:ખાવા માંથી આરામ મળવા લાગે છે.

૪. કરોડરજ્જુના હાડકાના સ્વાસ્થ્યમાં ફાયદાકારક :

એ તો આપણે સ્કુલમાં ભણીને આવ્યા છીએ કે, શરીરના ઉપરના ભાગને યોગ્ય રીતે કામ કરવામાં કરોડરજ્જુ મહત્વનું કામ કરે છે. તેની સાથે મગજની નસ પણ જોડાયેલી હોય છે, તેથી કરોડરજ્જુનું સીધું રહેવું ઘણું જરૂરી છે. જમીન ઉપર સુવાથી તમારી કરોડરજ્જુ સંપૂર્ણ એક રેખા વાળી સ્થિતિમાં હોય છે. જો થાક કે કોઈ બીજા કારણોથી તેમાં કોઈ તકલીફ આવે છે, તો રાત્રે સુતી વખતે તે ઠીક થઇ જાય છે. જમીન ઉપર સુવું તેને જલ્દી રીકવરીમાં મદદ કરે છે.

૫. નીચેના શરીરના અંગનું સ્વાસ્થ્ય :

જાણકારી માટે જણાવી દઈએ કે, જમીન ઉપર સુવાથી ખંભાની સાથે શરીરના નીચેના ભાગનું સંતુલન ઠીક રહે છે. તેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, અને બીજા દિવસે તમે પોતાને વધુ ફ્રેશ અનુભવો છો. તે ઉપરાંત તેનાથી તમને કમરનો દુ:ખાવો, ખભામાં દુ:ખાવો, નસોના ખેંચાણને કારણે માંસપેશીઓમાં દુ:ખાવો વગેરે જેવી તકલીફોનો સામનો નથી કરવો પડતો.

૬. માનસિક તણાવ માંથી મુક્તિ અપાવે :

આ બાબતે થયેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે, જમીન ઉપર સુવાથી રાહત ભરેલી ઊંઘ આવે છે. જેનાથી માનસિક તણાવ પણ દુર થાય છે.

તો હવે એ વાત સ્પષ્ટ છે કે, જમીન ઉપર સુવું શારીરિક અને માનસિક બંને પ્રકારના આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. તેથી આ ફાયદા મેળવવા માટે આજથી જ જમીન ઉપર સુવાનું શરુ કરી દો.

Source link —> gujaratilekh.com

Share this :