જાણી લો ઉંમરના હિસાબે તમારે કેટલા કલાકની ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી છે

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણા જીવનમાં ખોરાક, પાણી અને વ્યાયામ આટલી વસ્તુ માપસર હોવી જરૂરી છે. જો તેની માત્રા વધી જાય અથવા તો ઘટી જાય તો આપણું સ્વાસ્થ્ય ખરાબ થવાનું શરુ થાય છે. અને આપણે આ બધી વસ્તુઓને ફરી નિયંત્રણમાં લાવી દઈએ તો આપણું સ્વાસ્થ્ય સુધારવાનું શરુ થઇ જાય છે.

પણ જણાવી દઈએ કે, આ બધા સિવાય એક અન્ય એક બાબતનું ધ્યાન રાખવામાં ન આવે, તો એની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. અને એ છે સૌને ગમતી ઉંઘ. મિત્રો હેલ્દી ડાયટની સાથે સાથે પૂરતી ઉંધ લેવી પણ ખુબ જરૂરી હોય છે. પણ આજકાલ ઘણા લોકો પુરતી ઉંઘ નથી લઇ શકતા. અને એ કારણે તેમને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગે છે.

જે રીતે ઉંમર પ્રમાણે આપણું આદર્શ વજન હોવું જરૂરી છે, એ જ રીતે ઉંમર અનુસાર આપણે બધાએ ઉંઘ લેવી પણ જરૂરી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વ્યક્તિની ઉંમર અનુસાર એમની ઉંઘની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. તેમજ પુરતી ઉંઘ લેવા પર તમે ઘણી બધી બીમારીઓથી પણ બચી શકો છો. તેમજ જો તમે પુરતી ઉંઘ લો છો એ દિવસે આંખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે, અને તમારું મન કામમાં લાગેલું રહે છે.

આજે અમે તમારા માટે એ જાણકારી લઈને આવ્યા છીએ કે, કેટલી ઉંમરના લોકોને કેટલા કલાક ઉંઘ લેવી જરૂરી છે. અને અલગ અલગ ઉંમરના લોકો પર થયેલી એક રીસર્ચ અનુસાર આ માહિતી મેળવવામાં આવી છે, જેનાથી આજે અમે તમને માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. તો તમે નીચે જણાવેલ માહિતી માંથી તમારી ઉમરના હિસાબે તમારે કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ એ જાણી લો, અને એના અનુસાર તમારા રોજીંદા શેડ્યુલમાં ફેરફાર કરો.

0-3 મહિનાના બાળકોએ 14 થી 17 કલાક ઉંઘવું જોઈએ.

4 થી 11 મહિનાના બાળકોએ 12 થી 15 કલાક સુધી ઉંઘવું જોઈએ.

1 થી 2 વર્ષના બાળકોએ 11 થી 14 કલાક ઉંઘવું જોઈએ.

3 થી 5 બા બાળકોએ 10 થી 13 કલાક ઉંઘવું જોઈએ.

6 થી 13 વર્ષના બાળકોએ 9 થી 11 કલાક ઉંઘવું જોઈએ.

14 થી 17 વર્ષના વ્યક્તિએ 8 થી 10 કલાક ઉંઘવું જોઈએ.

18 થી 64 વર્ષના વ્યક્તિએ 7 થી 9 કલાક ઉંઘવું જોઈએ.

65 વર્ષના ઉપરના વ્યક્તિએ 7 થી 8 કલાક ઉંઘવું જોઈએ.

Source link —> gujaratilekh.com

Share this :