સદીઓથી આયુર્વેદના ઉપયોગમાં લેવાતા સરસીયા તેલના જાણો અદ્ભુત ફાયદાઓ

મિત્રો સામાન્ય રીતે સરસીયા(સરસવનું તેલ)ના તેલનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે સરસીયાનું તેલ સદીઓ પહેલાથી આયુર્વેદમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કડવું તેલ એટલે સરસીયા તેલમાં એવા ઘણા બધા ગુણ હોય છે, જે તમારા આરોગ્ય અને ઉંમર બંનેને ઘણો જ ફાયદો પહોંચાડે છે.

સરસીયાનું તેલ દર્દનાશક હોય છે જે ગઠીયા, કાનના દુ:ખાવા વગેરે માંથી પણ રાહત અપાવે છે. તેથી સરસીયાનું તેલ કોઇ ઔષધી કરતા ઓછું નથી. આજે અમે તમને સરસિયાના તેલના ઘણા બધા ફાયદા જણાવીશું જેથી તમે પણ એનું મહત્વ સમજી એનો ફાયદો મેળવી શકો.

સરસિયાના તેલના ફાયદા :

વાળ માટે ગુણકારી :

જણાવી દઈએ કે સરસિયાના તેલથી માથામાં માલીશ કરવાથી વાળનો ગ્રોથ સારો થાય છે. અને તેનાથી લોહીનું સર્ક્યુલેશન પણ વધે છે. માથામાં આ તેલ લગાવ્યા પછી પ્લાસ્ટિક બેગ કે ગરમ ટુવાલ લપેટી દો, તેનાથી તેલ સારી રીતે વાળમાં પચી જશે. તેને અડધો કલાક માટે રાખી દો પછી તેને શેમ્પુથી ધોઈ લો. પણ આ તેલ તમારે દિવસે નથી લગાવવાનું કારણ કે દિવસે તમે ઘરની બહાર રહો તો ધૂળ માટી એમાં ચોંટી શકે છે, જે તમને નુકશાન પહોંચાડશે. એને તમારેરાત્રે સુતા પહેલા લગાડવાનું છે.

તમારી વધતી ઉંમરને અટકાવે :

સજાણકારી માટે જણાવી દઈએ કે રસિયાના તેલમાં વિટામીન એ, સી અને કે વધુ પ્રમાણમાં હોય છે. એ બધા તમારી વધતી જતી ઉંમરથી થતી કરચલીઓ એટલે રીન્કલ અને નિશાનને દુર કરે છે. સરસિયાના તેલમાં એન્ટીઓક્સીડેંટ પણ હોય છે, જેની મદદથી ત્વચા ટાઈટ બનેલી રહે છે. અને તમે યુવાન દેખાવા લાગો છો.

રોગ પ્રતિકારક શક્તિ વધારે :

જણાવી દઈએ કે સરસીયામાં આયરન, મેગેઝીન અને કોપર જેવા તત્વ હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. અને આપણને સ્વસ્થ રાખે છે.

કેન્સરને અટકાવે :

મિત્રો સરસિયાના તેલમાં કેન્સરને અટકાવનાર ગ્લુકોજીલોલેટ હોય છે, જે કેન્સરના ટ્યુમર અને ગાંઠને શરીરમાં બનવાથી અટકાવે છે. એની સાથે જ તે કોઈપણ જાતના કેન્સરને શરીર ઉપર થવા નથી દેતું.

વજન ઓછું કરવા ઉપયોગી :

સરસિયાના તેલમાં થિયામાઇન, ફોલેટ અને નિયાસીન વગેરે તત્વ હોય છે જે શરીરના મેટાબાલીઝમને વધારે છે. એનાથી વજન સરળતાથી ઓછું થવા લાગે છે.

બાળકોની ખાંસી :

જો તમારા બાળકોને ખાંસી થઇ ગઈ છે, તો એના માટે સરસીયા તેલમાં છોલેલી લસણની કડી નાખીને એને ગરમ કરી એનાથી બાળકની માલિશ કરો. આમ કરવાથી એને આરામ મળશે.

દુ:ખાવામાં રાહત :

આ તેલથી માલીશ કરવાથી ગઠીયા રોગ અને સાંધાના દુ:ખાવા પણ ઠીક થઇ જાય છે. ઠંડીના દિવસોમાં સરસિયાનું તેલ ગરમાવા માટે રામબાણ ઈલાજ છે, અને તેનાથી દુ:ખાવામાં રાહત મળે છે. હળવા ગરમ તેલથી માલીશ કરવાથી સુકી એવી ચામડી પણ નરમ, મુલાયમ અને સુવાળી થઇ જાય છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે :

જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો આ તેલ તમારી મદદ કરી શકે છે. કારણ કે સરસીયામાં વિટામીન બી નું પુષ્કળ પ્રમાણ મળી આવે છે. જેમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ગુણ મળી આવે છે, જે આર્ટરીજને અથેરોક્લેરોસીસથી બચાવે છે. જેનાથી લોહીનો પ્રવાહ સારો રહે છે, અને શરીરમાં ઊંચા લોહીનું દબાણ થતું નથી.

શક્તિ વધારવા માટે :

સરસિયાનું તેલ શરીરની કાર્ય ક્ષમતા વધારીને શરીરની નબળાઈને દુર કરવામાં મદદ કરે છે. તેમજ આ તેલથી માલીશ કર્યા પછી સ્નાન કરવાથી શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

મેલેરિયાથી બચાવ :

એ તો તમે જાણો જ છો કે મેલેરિયા મચ્છર કરડવાથી થાય છે. તેવામાં સરસીયાનું તેલ રાત્રે સુતા પહેલા તમારા શરીર ઉપર લગાવીને સુવો. આ ઉપાયથી મેલેરિયાના મચ્છર તમને નહી કરડે.

ત્વચા માટે :

જાણકારી માટે જણાવી દઈએ કે સરસીયામાં સલ્ફર હોય છે, જે એક એન્ટીફંગલ તત્વ છે. તે તમારા શરીરના કોઇપણ ભાગમાં ફંગસને વધતા અટકાવશે, જેથી ત્વચામાં ઇન્ફેકશનનો ભય ઓછો થઇ જશે. તેમજ તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે.

દાંતના દુ:ખાવામાં આરામ આપે :

મિત્રો આ તેલમાં મધ ભેળવીને દુ:ખતા દાંત ઉપર મસાજ કરવાથી દાંતોનો દુ:ખાવો ઓછો થઇ જાય છે. અને દરરોજ આ પ્રક્રિયા કરવાથી દાંતનો દુ:ખાવો સંપૂર્ણ રીતે દુર થઇ જશે.

થાક ઉતારવા માટે :

જેમને વધારે થાક લાગવાની સમસ્યા હોય તો એ લોકો રાત્રે સુતા પહેલા આ તેલથી પગના તળિયામાં અને પગ પર માલિશ કરો. એનાથી ઊંઘ પણ સારી આવશે અને સવારે ઉઠો એટલે બધો થાક ગાયબ થઇ જશે.

ભૂખ વધારવા માટે :

જેમને ભૂખ ન લાગતી હોય એમના માટે સરસીયાનું તેલ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. એના માટે તમે ખાવાનું બનાવવામાં સરસીયાના તેલનો ઉપયોગ કરો. તે શરીરમાં પાચનતંત્રને સારું રાખવામાં પણ ફાયદાકારક હોય છે.

કમરના દુ:ખાવામાં રાહત અપાવે :

જેમને કમરના દુ:ખાવાની સમસ્યા છે તે સરસિયાના તેલમાં અજમો, લસણ અને થોડી હિંગ ભેળવીને કમર ઉપર માલીશ કરો. ઘણો જ ફાયદો મળશે.

ડાયાબિટીસમાં ઉપયોગી :

જણાવી દઈએ કે સરસિયાના દાણાનું ચૂર્ણ દિવસમાં એક એક ચમચી ત્રણ વખત લેવાથી બ્લડશુગર કંટ્રોલમાં રહે છે, અને ઇન્સ્યુલીનની જરૂરિયાત પણ દુર થઇ જાય છે.

અસ્થમાને પણ અટકાવે :

જે લોકો અસ્થમાથી પરેશાન છે એમણે સરસીયાના તેલનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. સરસિયાના બીજમાં મેગ્નેશિયમ વધુ હોય છે. તે ઉપરાંત આ તેલ શિયાળામાં અને બ્રેસ્ટમાં થતી તકલીફોને પણ દુર કરે છે.

હ્રદય રોગથી રક્ષા કરે :

જણાવી દઈએ કે સરસિયાના તેલનો ઉપયોગ કરવાથી કોરોનરી હાર્ટ ડીસીઝનો ભય પણ ઓછો થાય છે. એટલે સરસિયાના તેલને ખાવામાં ઉપયોગ કરવો જોઈએ.

સ્વસ્થ આંખો :

મિત્રો રાત્રે સુતા પહેલા હાથ, પગ, મોઢું વગેરે ધોઈને પગના તળિયામાં સરસીયા તેલની માલિશ કરવાથી આંખો પણ સ્વસ્થ રહે છે.

Source link —> gujaratilekh.com

Share this :