શું તમે જાણો છો કપૂરના ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધિત કિંમતી ફાયદાઓ ?

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને કપૂરના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા વિષે જણાવવાના છીએ. કારણ કે એના વિષે ઘણા ઓછા લોકોને ખબર હોય છે. મિત્રો કપૂર એક એવી વસ્તુ છે જેનું હિંદુ ઘર્મમાં ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. એ કારણે જ તો આપણે બધા પૂજા પાઠમાં હંમેશા કપૂરનો ઉપયોગ કરીએ છીએ.

આપણે ત્યાં એવી માન્યતા છે કે, કપૂર સળગાવવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલા માટે આરતીના સમયે કપૂર જરૂરથી સળગાવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કપૂર સળગાવવાથી ભગવાન તો ખુશ થાય જ છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કપૂરથી ઘણા બધા લાભ થાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, કપૂર સળગાવવાથી ઘણા બધા રોગોને દુર કરી શકાય છે. એના વડે તમે ફીટ અને હેલ્દી રહી શકો છો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે?

સૌથી પહેલા તો એ જાણી લો કે, કપૂર કેવી રીતે સળગાવવું જોઈએ?

મિત્રો તમે બધા કોઈ પણ પૂજા પાઠ માટે તો કપૂરને સારી રીતે સળગાવતા જ હશો. પણ જો તમે બીમારીઓથી રક્ષણ મેળવવા માંગો છો, તો એના માટે ઘરના એક રૂમમાં એક કપૂરની ગોળી સળગાવીને રૂમને બંધ કરી દો. આમ કરવાથી રૂમના બધા મચ્છર મરી જશે. અને તમે બીમારીઓથી બચી શકશો. તે ઉપરાંત તમારે દુષિત હવાથી બચવું છે, તો ઘરમાં કપૂર સળગાવો. તેમજ કપૂરની ધીમી ધીમી સુગંધ તમને તણાવથી દુર કરી દેશે. આ ઉપરાંત કપૂરના ઘણા બીજા અગત્યના ફાયદા પણ છે, જે નીચે મુજબ છે.

કપૂરના કિંમતી ફાયદા :

1. સાંધાના દુ:ખાવામાં રાહત આપે : જો કોઈ વ્યક્તિ સાંધાના દુ:ખાવાથી પરેશાન છે, તો એમના માટે કપૂરનું તેલ આશીર્વાદ રૂપ છે. એનાથી સાંધા પર માલીશ કરવાથી સાંધાનો દુ:ખાવો હંમેશા માટે દુર થઇ જાય છે.

2. વાળને ખરતા અટકાવે : મિત્રો જો તમારા માંથી કોઈને વાળ ખરવાની સમસ્યા છે, તો તમે નારીયેલ તેલમાં કપૂર ભેળવીને માથામાં લગાવો. એનાથી તમારા વાળ ખરતા બંધ થઇ જશે, અને સાથે જ તમને માથાના ખોડા વગેરેથી પણ છુટકારો મળી જશે.

3. દાઝી જવા ઉપર : જાણકારી માટે જણાવી દઈએ કે, જો તમે દાઝી ગયા છો તો એ ભાગ પર કપૂરનું તેલ લગાવો. એવું કરવાથી તમને જલ્દી આરામ મળી જશે. અને તે સતત લગાવવાથી ઘા પણ ભરાઈ જશે.

4. શરદી જુકામમાં રાહત આપે : જાણકારી માટે જણાવી દઈએ કે, શરદી જુકામ માટે કપૂરથી સારી કોઈ દવા નથી. તેના માટે તમે ફક્ત કપૂરને સુંઘી લો, તેનાથી તમારી આ બીમારી દુર થઇ જશે.

5. સુંદરતા વધારવા માટે : મિત્રો, જો તમે તમારી સુંદરતા વધારવા માંગો છો, તો કપૂરને વાટીને પોતાના ચહેરા ઉપર લગાવો. તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દુર થઇ જશે. તેના માટે કોઈ તેલમાં કપૂર ભેળવીને પછી ચહેરા ઉપર લગાવો.

6. ગઠીયા રોગમાં આપે આરામ : જો કોઈને ગઠીયાનો રોગ થયો હોય, તો એમાં રાહત મેળવવા માટે કપૂરના તેલથી તે જગ્યા ઉપર માલીશ કરવી. તેનાથી ઘણો જલ્દી આરામ મળવા લાગે છે.

7. પેટનો દુ:ખાવો દૂર કરે : જેમને પેટમાં દુ:ખાવો થતો હોય, તે ફુદીનો અને અજમાનું સરબત બનાવી એમાં થોડું કપૂર ભેળવીને પી જાવ. આમ કરવાથી જલ્દીથી આરામ મળી જશે.

8. કાનના દુ:ખાવામાં રાહત અપાવે : જો તમે કાનના દુ:ખાવાથી દુ:ખી છો, તો તુલસીના પાંદડાના રસમાં થોડુ કપૂર ભેળવીને એના એક કે બે ટીપા કાનમાં નાખો, તેનાથી તમને જલ્દી આરામ મળશે.

9. ટેન્શન દુર કરવા માટે : એમાં કોઈ શંકા નથી કે, આજકાલ લોકો માટે ટેન્શન સૌથી મોટી સમસ્યા બની ગયું છે. અને મોટાભાગે દરેક વ્યક્તિ તેનાથી દુ:ખી છે. તે જણાવી દઈએ કે, કપૂરના તેલથી માથામાં માલીશ કરવાથી આ સમસ્યા દુર થઇ જાય છે.

10. ખંજવાળ થવા ઉપર : જો તમને શરીર પર ક્યાંક ખંજવાળ આવે છે, તો અસર વાળા ભાગ ઉપર કપૂરનું તેલ લગાવો, તેનાથી તમને જલ્દીથી આરામ મળી જશે. તેમજ એનાથી ત્વચા પણ કાળી નહિ થાય.

Source link —> gujaratilekh.com

Share this :