આ મસાલાના ઉપયોગથી માથાના દુખાવા થી લઈને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓથી રહેશો હમેંશા દૂર

મિત્રો ,હાલ પ્રવર્તમાન સમય મા લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે તેમની પાસે પોતાના શરીર ના સ્વાસ્થ્ય ની સાર-સંભાળ લેવાનો પણ સમય નથી અને પરિણામે આ અનિયમિત જીવનશૈલી તેમના બીમાર પાડવા માટે નું કારણ બને છે. આ બીમારીઓ માથી મુક્તિ મેળવવા માટે આપણે અનેકવિધ પ્રકાર ની મેડિસિન્સ નું સેવન કરીએ છીએ પરંતુ , તેનાથી કશો જ ફરક પડતો નથી.

પરંતુ , શું તમને ખ્યાલ છે કે આ તમામ સમસ્યાઓ નું નિદાન આપણાં ઘર ના રસોઈઘર માં જ છુપાયેલુ છે. આપણાં દરેક ના ઘર મા ગરમ મસાલા અવશ્યપણે હોય જ છે. આ ગરમ મસાલાઓ આપણાં સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે કેટલા લાભદાયી છે તેના વિશે ભાગ્યે જ કોઈ ને ખ્યાલ હશે. હાલ , આજે આ લેખ મા અમે તમને આ મસાલા ના મહત્વ વિશે જણાવીશું.

આ ગરમ મસાલો માનો એક મસાલો છે તજ. શું તમને ખ્યાલ છે કે તજ એ ફક્ત એક મસાલો નથી પરંતુ , આયુર્વેદિક ઔષધિ પણ છે. તજ મા ભરપૂર પ્રમાણ મા કેલ્શિયમ અને ફાઈબર સમાવિષ્ટ હોય છે. તજ નું સેવન કરવાથી ડાયાબિટીસ ની બીમારી ને પણ નિયંત્રિત કરી શકાય. આ ઉપરાંત તજ ના સેવન થી બ્લડપ્રેશર પણ નિયંત્રણ મા રહે છે. તો ચાલો જાણીએ કે તજ ના સેવન થી કઈ-કઈ બીમારીઓ નું નિદાન થઈ શકે.

શરદી-ઉધરસ :

જો તમે શરદી – ઉધરસ ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો મધ મા આદું નો પાવડર અને તજ નો ભુક્કો મિક્સ કરી અને હૂંફાળા જળ સાથે તેનું સેવન કરો તો તમે આ સમસ્યા માથી તુરંત જ મુક્તિ મેળવી શકો.

પેટ ની સમસ્યા :

જો તમે પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા જેમ કે , પેટદર્દ , ગેસ ,એસિડિટી , કબજિયાત વગેરે થી પીડાઈ રહ્યા હોવ તો તજ નો ભુક્કો કરી તેનો પાવડર બનાવીને તેનું સેવન કરો તો તમે આ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરી શકો અને તેના દર્દ માથી મુક્તિ મેળવી શકો.

સરદર્દ ની સમસ્યા :

જો તમે અવાર નવાર સરદર્દ ની સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો તજ ના પાવડર ની પેસ્ટ બનાવીને તેને માથા પર લગાવો તો તમે તુરંત જ આ સરદર્દ ની સમસ્યા માથી મુક્તિ મેળવી શકો.

સોજા ની સમસ્યા ને દૂર કરે :

જો તમને શરીર ના કોઈ ભાગે ઈજા પહોંચી હોય અને તે જગ્યા એ સોજો ચડી ગયો હોય તો તજ ના ઓઇલ વડે તે ભાગ પર માલિશ કરવી જેથી સોજા માં રાહત મળે.

મુખ ની દુર્ગંધ :

જો તમારા મુખ માથી દુર્ગંધ આવી રહી હોય તો મોઢા મા તજ નો એક ટુકડો મૂકી દેવો અને તેને ચૂસયા રાખવો જેથી તમારા મોઢા ની દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થઈ જાય.

ડાયાબિટીસ ની બીમારી દૂર થાય :

એક બાઉલ પાણી મા તજ નો પાવડર ઉકાળી ને આ પાણી ને એક પાત્ર મા ગાળી લ્યો અને ત્યાર બાદ પરોઢે ભૂખ્યા પેટે તેનું સેવન કરી લેવું. તમે પાણી ની જગ્યા એ કોફી મા આ તજ નો પાવડર ઉમેરીને પણ તેનું સેવન કરી શકો. આ પાવડર ના સેવન થી તમને ડાયાબિટીસ માથી સંપૂર્ણપણે મુક્તિ મળી જશે.

ભૂખ માં વૃધ્ધિ થશે :

જો તમે અપચા તથા ભૂખ ના લાગવાની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત પરોઢે ભૂખ્યા પેટે ૩ ગ્રામ તજ ના પાવડર ને હૂંફાળા જળ સાથે સેવન કરવું. જેથી તેનું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે અને તમારી ભૂખ માં પણ વૃધ્ધિ થશે.

Source link —> mojemustram.posspooja.in

Share this :