જાણો સૌરાષ્ટ્ર ની સંતભૂમિ પર આવેલા બજરંગદાસ બાપાના બગદાણા ધામનો અદ્ભુત ઈતિહાસ
સંતભૂમિ સૌરાષ્ટ્ર ની અને એમાં રૂડું બગદાણા ગામ , બાપા બજરંગ દાસ બિરાજતા અને રટતા સીતા રામ
ગોહિલ વાડના સંતો માં જેમનુ મોટું નામ છે તેવા બજરંગ દાસ બાપા નો આશ્રમ બગદાણામાં આવેલો છે.
બજરંગ દાસ બાપા ની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્ર નુ એક ગામ એવું બાકી નહિ હોય જ્યાં બાપાની મઢુલી નહિ હોય.
લોકો તેમને બાપા સીતારામ ના નામથી પણ ઓળખે છે.
ઇસ. 1906 નુ વર્ષ હતું ભાવનગર ના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતુ હતુ.
શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં જ તેઓને પ્રસવ ની પીડા ઉપડી ત્યાં બાજુ જ ઝાંઝરિયા હનુમાન નુ મંદિર હતુ.
આજુ બાજુ ની બહેનો થઈને તેમને મંદિર ની ઝૂંપડી માં લઈ ગયા.અને મંદિર મા હનુમાનજી ની આરતી ના ઝાલર રણકવા લાગ્યા. અને એવા શુભ દિવસે એક બાળક નો જન્મ થયો.
રામાનંદી સાધુ હોવાના કારણે બાળક નુ નામ ભક્તિરામ રાખ્યુ. નાનપણ થી જ ભક્તિરામ ના મનમાં માતા પિતાના સંસ્કાર હતા.
ખરેખર તેમનામાં નામ પ્રમાણે જ ગુણ પણ હતાં.
એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા હતા તો પિતા હીરદાસ અને માતા શિવકુંવરબા એ આવીને જગાડ્યા અને તેમની બાજુમાં તેમનો દોસ્ત હોય તેમ એક સાપ પણ હતો.પછી તેમને થયુ ભક્તિરામ જરૂર શેશનારાયણ ના અવતાર હોવા જોઈએ.
ભક્તિરામ ને ભક્તિ ની એવી તો માયા લાગી જ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા.
11 વર્ષ ની ઉંમરે તેઓ ખાખી ની જમાત માટે જેમના ગુરુ હતા સીતારામ બાપુ તેમની પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થયા હતા.
ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામ બાપુ એ કહ્યું તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનુ હોય તમારે નહિ.
ત્યારે ભક્તિરામ એ કહ્યું જો કે તમે મને કંઈક આપવા જ માંગતા હોય તો એવુ કઈક આપો કે મારા મુખે રામ નુ રટણ ચાલુ જ રહે.
ત્યારે સીતારામ બાપુએ ત્યારે તેમને નવું નામ આપ્યુ બજરંગી અને કહ્યું કે આખુ જગત તમને બજરંગદાસ ના નામથી ઓળખશે.
ગુરુ જ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતમાં ભ્રમણ કરી રહયા હતા.
તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા તે વર્ષ અંદાજે 1941 નુ હતુ.અહી બગદાણા ગામ, બગડ નદી , બગદેશ્ચર મહાદેવ, બગદાલામ ઋષિ બજરંગદાસ બાપા ને ગમી ગયા અને ત્યારપછી તેઓ કાયમ માટે અહી રહી ગયા.
એવુ કહેવાય છે કે તેઓએ 1951 માં આશ્રમ ની સ્થાપના કરી હતી.
1959 માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતુ. ભોજનાલય 24 કલાક ધમધમે છે. સૌ ભક્તો ત્યાં બાપા નો પ્રસાદ લે છે.
અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ જ રહે છે.
જ્યાં મંદિર નુ નિર્માણ કરવામાં આવ્યુ છે ત્યાં આ મંદિર મા આરસપહાણ ના પથ્થરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિર નુ પ્રવેશ દ્વાર વિશાળ છે બંને બાજુ કાચ છે જ્યારે શિવ અને પાર્વતી ની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
આમ ભારત ના ઈતિહાસ માં સેવાભાવી અને રાષ્ટ્રીય સંત બાપા બજરંગ દાસ સૌને રોતા મૂકી પોષ વદ ચોથ ના દિવસે દેવ થઈ ગયા.અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે આખુ બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી.
પશુ પંખી ઓ એ પણ પોતાનો કિલ્લોલ મૂકી દીધો હતો.
બગદાણા ગામ ધીરે ધીરે પ્રખ્યાત થતુ જાય છે. ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા ભકતો ની માનતા પૂરી કરે છે. અને હું તો કહુ છુ કે એક વખત બગદાણા જજો તમારા ભવનો ફેરો પલટાઈ જશે.
મંદિર ના મુખ્ય આકર્ષણો ની વાત કરીએ તો બજરંગ દાસ બાપાની પુણ્યતિથિ ( પોષ વદ ચોથ) અને ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ અહી ધૂમધામ થી ઉજવાય છે.
બગદેશ્વર મહાદેવ બગડાલાવ નામનો કુંડ અને ત્રિવેણી સંગમ પણ અહી થાય છે.
આ મંદિરે આરતીનો સમય સવારે 5:30 વાગ્યે અને સાંજે સંધ્યા સમયે આરતી થાય છે.
દર્શન નો સમય : સવારે 6:00 થી સાંજે 7:30 વાગ્યા નો છે.
બગદાણા તમે કેવી રીતે પહોંચશો તેની વાત કરીએ તો…
બગદાણા આશ્રમ મહુવા થી 32 કિલોમીટર, ભાવનગર થી 78 કિમી અને અમદાવાદ થી 250 કિલોમીટર છે.
બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે.
આ ઉપરાંત ગુજરાત ના અન્ય મોટા શહેરો ભાવનગર , રાજકોટમાંથી પણ સીધી બસો મળે છે.રાજકોટ થી જનાર આટકોટ , બાબર અને પાલીતાણા થી વાયા અહી જાય છે.જે 190 કિલોમીટર થાય છે.
ભાવનગર થી જનાર વાયા વિસાવદર – ચલાલા થઈને જાય છે. જે 175 કિલોમીટર થાય છે.નજીક નુ રેલવે સ્ટેશન : 40 કિલોમીટર દૂર પાલીતાણા છે.
નજીક નુ એરપોર્ટ : 78 કિલોમીટર દૂર ભાવનગર છે.
રામ રામ રામ….
Source link —> www.iviralstar.com