આ વસ્તુઓ ખાઈને વધારો તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ

માનવ શરીર મા ઘણા પ્રકાર ના ઝેરી તત્ત્વો હોય છે, જે આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને ઘટાડી દે છે. આ કારણ ના લીધે આપણા શરીર મા પ્રવતતા બેક્ટેરિયા નો સામનો નથી કરી શકતા. તેમજ આવી નાની-નાની બાબતો ને લીધે આપણું શરીર રોગ મા સંપડાઈ જાય છે. જોકે આપણા ઘર માં જ ઘણા એવા તત્ત્વો તેમજ ખોરાક વિદ્યમાન હોય છે કે જેને આરોગવા થી આપણી રોગપ્રતિકારક મા વધારો થાય છે અને આપણું શરીર નુ સ્વાસ્થ્ય કાયમ માટે સ્વસ્થ રહે છે.

પરંતુ તમે કદાચ આ વાત થી અજાણ હશો કે આપણા રસોઈઘર મા રહેલી ડુંગળી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવા મા ઘણી મદદરૂપ થાય છે. આ ડુંગળી મા ફ્લેવેનોઈડ્સ નામ નું તત્ત્વ પૂરતા પ્રમાણ મા મળી રહે છે હ્રદય ની જે ધમનીઓ છે તેમાં ચરબી થતા અટકાવે છે. આ સાથે જ તેમાં રહેલા પોટેશિયમ તેમજ એન્ટીઓક્સિડેન્ટ્સ હ્રદય થી લગતા રોગો સામે પણ રક્ષણ આપે છે.

આ સિવાય બીજી ઉપયોગી વસ્તુ છે લસણ કે જે શરીર મા રહેલી રક્તવાહિનીઓ ને સ્વચ્છ રાખે છે તેમજ રક્ત શુદ્ધ હોવા ને લીધે રક્ત દબાણ થી લગતી તમામ સમસ્યાઓ દુર રહે છે. આ સિવાય જો નિયમિતપણે આપણા ભોજન મા લસણ નો સમાવેશ કરવામા આવે તો શરીર મા રહેલા ખરાબ બેક્ટેરિયા નાશ પામે છે.

આ સિવાય એક અન્ય વસ્તુ છે લીંબું કે તેને પણ એક સારા માં સારું શરીર માટે નુ ડિટોક્સિફાયર માનવામાં આવે છે. તો નિયમિતપણે સવાર ના સમયે ભૂખ્યા પેટે ગરમ પાણી મા લીંબુ નો રસ ઉમેરી ને આરોગવા મા આવે તો શરીર મા વિકસેલા ઝેરી તત્વો તેમજ બેક્ટેરિયા નો નાશ થાય છે. આ સિવાય આ લીંબું મા પ્રાપ્ત થતા એવા ગુણધર્મો પણ છે કે જેના નિત્ય સેવન થી કેન્સર જેવા જટિલ રોગ ની બનતી કોશિકાઓ નો પણ નાશ થાય છે.

આ સિવાય કોબી ને પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામા આવે છે પણ મોટાભાગ ના માણસો ને આ કોબી તેમજ તેના થી બનેલી વાનગીઓ ભાવતી નથી. આ કોબી ને શરીર માટે એક પાવરફૂલ ક્લિનિંગ એજન્ટ માનવામાં આવે છે. આ કોબી ને લીધે લિવર મજબૂત થાય છે. આ સિવાય તેમાં પ્રાપ્ત થતા એન્ટીઓક્સિડેન્ટ્સ શરીર ની પાચનતંત્ર ની નળીઓ ને સ્વચ્છ રાખી પેટ ને ઠંડું પાડે છે અને આ સાથે તેમાં મળી આવતા ફાયબર શારીરિક રોગપ્રતિકારક મા વધારો કરે છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :