શું તમે જાણો છો આ રહસ્ય વિશે, દેવી દેવતાઓના મંદિર ઊંચા પર્વતો પર જ કેમ આવેલા હોય છે ?

સામાન્ય રીતે મંદિરો ની વાત કરીએ તો મોટા ભાગના મંદિરો એ ઊંચા પહાડો પર જ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને માતાજીના મંદિરો પણ ઘણાં બધા ઉંચાઈ વાળા પહાડ પર જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મોટા ભાગના પવિત્ર મંદિરો આટલા બધા ઊંચા પહાડો પર જ કેમ બને છે? શું આ કોઈ વૈજ્ઞાનિક રહસ્ય હોય શકે? અને સામાન્ય સવાલ એ પણ થતો હશે કે આવા મંદિરો સામાન્ય માણસોથી દુર પણ કેમ રાખવામાં આવતા હશે! અને આવા ઘણા બધા કારણો જોવા મળે છે તો આજે આ લેખમાં આના વિશે ચર્ચા કરી છે.

ખરેખર આ મંદિર નહિ પણ શાંત સાધના માટેનું પવિત્ર સ્થળ છે એમ કહી શકાય :

પહાડો પર મંદિરોની સ્થાપના પાછળ એવું કહી શકાય કે આ કોઈ સામાન્ય સ્થળ નથી. પરંતુ આ એક ખુબ જ વિશેષ સ્થળ છે કે જ્યાં દેવી અને દેવતાઓની વિશેષ ઉર્જા અને કૃપા સૌથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.અને જેના કારણે ત્યાં માત્ર હકારાત્મક ઉર્જા વહેતી જોવા મળે છે. અને ધીમે ધીમે આ સ્થળ લોકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યું છે. અને ત્યારબાદ લોકો અહી મંદિરની સ્થાપનાઓ પણ કરવા લાગ્યા અને આ કારણોથી કહેવાય છે કે, સાધનાત્મક પદ્ધતિ જે હોય છે તે, વિલીન થતી ગઈ.

કુદરતી ઉર્જા :

સામાન્ય રીતે વાત કરીએ તો પહાડ એ પીરામીડ આકારના જોવા મળે છે. અને સાથે સાથે અહી ઉર્જાનો પ્રવાહ પણ ખુબ જ વધારે જોવા મળે છે. અને પહાડ પર મંદિર હોવાના કારણે કહી શકાય કે, જે સ્થળે સાધના સિદ્ધ થાય છે, તે જ જગ્યાને મંદિરની જેમ જ પૂજવામાં આવે છે.

ઘોંઘાટથી દુર :

સામાન્ય રીતે કોઈ વાર કોઈ વ્યક્તિ ખુબ જ શાંતિ અને સાધના કરવા માંગતા હોય એમને સાધના સિદ્ધ થાય છે, તે જ જગ્યાને મંદિરની જેમ પૂજવામાં આવે છે. અને એમ કહી શકાય કે, મેદની વિસ્તારોમાં આ વ્યવસ્થા જોવા મળતી નથી. અને જયારે પહાડી વિસ્તારોમાં લોકોની સંખ્યા ખુબ જ ઓછી પણ હોય છે. અને એટલા માટે જ અહી ભગવાનની સાધના કરવા માટે અહી ખુબ જ સારી સુવિધા પણ હોય છે.

અનેક સિદ્ધિઓનો વાસ :

એવું કહેવામાં આવે છે કે,ઊંચા પહાડોમાં અનેક સિદ્ધિઓ વાસ કરતા જોવા મળે છે અને જેનો સબંધ એ સ્થાન પર જ પડે છે. અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે, જ્યાં ભક્ત દિલથી આરાધના કરેત્ય ભગવાન વાસ પણ કરે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો કેદારનાથ સંપૂર્ણ રીતે સિદ્ધ સ્થળ છે. અને એમ કહેવાય છે કે, જ્યાં નાર-નારાયણે તપસ્યા કરી હતી અને તે જ સ્થળે મંદિરની સ્થાપના થઈ હતી.

મોટી અને લાંબી સાધના માટે અનુકુળ :

પહાડ એ રહસ્યમય રૂપે પણ ગણવામાં આવે છે અને એના કારણે પહાડ એ લાંબી અને મોટી સાધના માટે પણ ઘણા બધા યોગ્ય છે. અને સાથે સાથે જ્યાં સફળતાની વધારે શકયતાઓ પણ રહેલ હોય છે.

પ્રકૃતિની નજીક :

પ્રકૃતિની નજીક અને સાથે સાથે લોકોની દુર હોવાને કારણે પહાડ પર કુદરતી શાંતિ ની સાથે સાથે સ્વચ્છતા પણ રહેતી જોવા મળે છે. અને જેના કારણે ભગવાનની સાધના પણ ઘણી સારી રીતે જોવા મળે છે. અને સાથે સાથે ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જોવા મળે છે.

દેવીય કારણ :

શરૂઆતથી જ પહાડોને દેવતાઓ માટેનું ભ્રમણ સ્થળ માનવામાં આવે છે અને સાથે સાથે દેવતાઓનો પહાડોમાં સુક્ષ્મ વાસ પણ થાય છે.

વરદાન :

સામાન્ય રીતે પુરાણોની વાત કરીએ તો ઘણા પહાડો પર શક્તિઓનું નિવાસ સ્થાન હોવાનું વરદાન પણ પ્રાપ્ત થયું છે. અને જેના કારણે ઘણી બધી પર્વત શ્રુંખલાઓ ખુબ જ વંદનીય છે.

સ્વાસ્થ્ય કારક :

સ્વાસ્થ્યની વાત કરીએ તો પહાડો પર રહેતા લોકોનું સ્વાસ્થ્ય એ મેદાનોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય કરતા વધુ સારું અને મજબુત હોય છે. અને આવા સ્થળો પર આધ્યાત્મિકતાનો વિકાસ ખુબ જ સારી રીતે થતો જોવા મળે છે.

હવામાન :

એવું કહી શકાય કે વાતાવરણ મેદાની વિસ્તારો કરતા પહાડી વિસ્તારોમાં ખુબ જ સારું પણ જોવા મળે છે.

Source link —> khedu.in

Share this :