આંખોના નંબર દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય એક જ મહિનામાં જોવા મળશે અસર

મોબાઈલ નો વધુ ઉપયોગ, કલાકો સુધી એક જ કામ પર રહેવું, પૂરતી ઊંઘ ન લેવી તથા આખો દિવસ ટીવી પર નજર રાખવાને કારણે આંખો ની રોશની વધુ ખરાબ થાય છે. પહેલાં, જ્યાં નબળી આંખો ની સમસ્યા ફક્ત વૃદ્ધ લોકો માં જ જોવા મળતી હતી, ત્યાં આજકાલ નાના-નાના બાળકો ને પણ ચશ્મા પહેરેલા જોવા મળે છે. લોકો આંખો નો પ્રકાશ વધારવા માટે દવાઓ લે છે, પરંતુ વધારે દવા ખાવા થી લિવર ઉપર ખરાબ અસર પડે છે.

તેથી, ચાલો આજે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીએ, જેનાથી થોડા મહિનામાં જ તમારી આંખો ના નંબર દૂર થાય જશે. ઉપરાંત, તમે તમારી આંખો માં થતી અન્ય સમસ્યાઓ થી પણ બચી શકશો.

આંખોના નંબર દૂર કરવા માટેના દેશી ઉપાયો:-

1. બદામ:- 9-10 બદામ ને પાણી માં આખી રાત પલાળવા મૂકી દેવી અને તેને સવાર માં ઉઠીને તરત જ તેની છાલ ઉતારીને ખાઈ જવી. દરરોજ આ કરવાથી આંખો ની રોશની જ નહીં, પરંતુ મગજ પણ તેજ થશે.

2. ત્રિફલા:- ત્રિફલા ને પાણી માં પલાળી રાખવા અને સવારે તેનાથી તમારી આંખો ધોઈ લેવી. આ આંખો ને સ્વસ્થ રાખશે તથા તેની સાથે આંખ ના નંબર પણ દૂર થશે.

3. સરસવ નું તેલ:- દરરોજ સૂતાં પહેલા તમારા પગ ના તળિયાઓ ને સરસવ ના તેલ થી માલિશ કરો. તે આંખો ને સ્વસ્થ રાખે છે, સાથે સાથે તેની રોશની પણ બચાવી રાખે છે.

4. વરિયાળી:- 1 ટીસ્પૂન વરિયાળી, 2 બદામ, 1/2 ટીસ્પૂન મિશ્રી ને પીસી લેવી. દરરોજ સૂતાં પહેલા દૂધ સાથે આ મિશ્રણ લેવું. દરરોજ તે પીવાથી આંખો ના નંબર પણ દૂર થશે અને આંખો પણ સ્વસ્થ રહેશે.

5. ગાજર:- ગાજર માં વિટામિન એ, બી, સી ભરપૂર પ્રમાણ માં હોય છે. દરરોજ ગાજર ખાવું અથવા તેનો રસ પીવો, જેથી આંખો ની રોશની તેજ થાય છે.

6. ગ્રીન ટી:- દિવસ માં 2 અથવા 3 કપ ગ્રીન ટી પીવી. તેમાં રહેલા એંટી-ઓક્સિડેંટ્સ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

7. તાંબા ના વાસણ માં પાણી પીવું:- તાંબા ના જગ માં એક લિટર પાણી ભરવું અને તેને આખી રાત રહેવા દેવું. આ પાણી સવારે ખાલી પેટે પી લેવું. આ સિવાય, દિવસભર માત્ર તાંબા માં રાખેલું પાણી પીવો. તે આંખો ની રોશની ને તેજ બનાવશે.

8. ગાય નું ઘી:- ગાય ના દૂધ માંથી બનેલા ઘી થી રોજ કાન ના પાછળ ના ભાગ માં માલિશ કરો. તેનાથી આંખો ની રોશની વધે છે.

9. આંબળા નો મુરબ્બો:- આંબળા નો મુરબ્બો બની ગયા પછી, તેને દિવસ માં બે વખત ખાઓ. તેનાથી, આંખો ની રોશની વધારવામાં વધુ મદદ મળે છે.

10. જીરું અને મિશ્રી:- જીરું અને મિશ્રી ને સમાન પ્રમાણ માં પીસી લેવું. દરરોજ તેને 1 ચમચી ઘી સાથે ખાઓ. તેનાથી તમારી આંખો ના નંબર દૂર થઇ જશે.

જો તમે કમ્પ્યુટર માં કામ કરો છો તો શું કરવું?:-

કમ્પ્યુટર અથવા લેપટોપ પર નિયમિતપણે કામ કરતા લોકો એ એંટી ગ્લેયર લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો નંબર ના ચશ્મા પહેરે છે, તેઓએ તેમના ચશ્મા માં એંટી ગ્લેયર લેન્સ લગાડી દેવા જોઈએ અને જે લોકો ચશ્મા નથી પહેરતા તેઓએ પણ એંટી ગ્લેયર લેન્સ ના સરળ ચશ્મા પહેરવા જોઈએ. આ સિવાય, દર અડધા કલાક માં થોડો સમય વિરામ લેવો અને 5 થી 10 વાર આંખો જલ્દી-જલ્દી પલટાવી. ગ્રીન ટી બેગ, કાકડી ના ટુકડા આંખો પર રાખવાથી આંખો ને આરામ મળે છે.

આંખોના તણાવને દૂર કરવા માટેના ઉપાય:-

શરીર ની સાથે આંખો ને પણ કસરત અને મસાજ ની જરૂર હોય છે. તેથી, એરંડા તેલ, ઠંડા દૂધ, ગુલાબજળ અથવા કાચા બટાકા ના રસ થી રોજ આંખો ની માલિશ કરવી.

આ સિવાય, આંખો માંથી તણાવ દૂર કરવા માટે તમારા બંને હથેળીઓ ને એકસાથે ઘસવી. ત્યાર પછી, થોડા સમય માટે આંખો બંધ કરી દેવી. ધ્યાન રાખવું કે, આંખો બંધ કર્યા પછી પ્રકાશ ન જાય. દિવસ માં 3 થી 4 વખત આ પ્રક્રિયા કરવી. જેનાથી, તમારા આંખો માંથી તણાવ તરત જ દૂર થઇ જશે તથા આંખો ની સમસ્યાઓ માંથી પણ છૂટકારો મળી જશે.

Source link —> gujaratofficial.com

Share this :