Vrat Katha – Lakshya Tv https://lakshya.tv Thu, 24 Oct 2019 13:09:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.5.1 આ કારણે લાભ પાંચમ ને વેપાર કે શુભકાર્યના શુભારંભ દિવસ તરીકે ઓળખાય છે https://lakshya.tv/vrat-katha/34844/ https://lakshya.tv/vrat-katha/34844/#respond Thu, 24 Oct 2019 13:09:19 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34844 દિવાળીના તહેવારોના અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગે છે. કારતક માસના શુક્લ પક્ષની […]

The post આ કારણે લાભ પાંચમ ને વેપાર કે શુભકાર્યના શુભારંભ દિવસ તરીકે ઓળખાય છે appeared first on Lakshya Tv.

]]>
દિવાળીના તહેવારોના અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે, ત્યારે આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થશે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ મુહૂર્ત કરશે. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગે છે.

કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે.

લાભપાંચમ ગુજરાતમાં સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી અને લાભપંચમી તરીકે ઓળખાય છે. કેટલાક પ્રદેશોમાં સૌભાગ્ય લાભપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સારા નસીબ અને લાભ એટલે નફો, તેથી આ દિવસ લાભ અને સારા નસીબ સાથે સંકળાયેલ છે.

લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.

આ વૈદિક સૂક્તમાં લક્ષ્મીને મનોકામના પૂર્ણ કરનારી કહેવામાં આવી છે. દિવાળી બાદ મિની વેકેશન પૂર્ણ થાય અને બજારો ધમધમી ઉઠે તેવો મહત્વનો દિવસ એટલે લાભ પાંચમ. અનેક વેપારીઓ આ દિવસે ચોપડા પૂજન ઉપરાંત કાંટા પૂજન કરતા હોય છે.

હિન્દુ અને જૈન આ બંને ધર્મની પરંપરાઓમાં લાભ પંચમીની અધિષ્ઠાત્રી દેવી શારદા (લક્ષ્મી અને સરસ્વતી) મનાય છે. વૈદિક ધર્મની લાભ પાંચમ જૈન ધર્મમાં ‘જ્ઞાન પંચમી‘ બની રહી છે. જ્ઞાન પંચમીની દેવી સરસ્વતી છે. જ્ઞાનની ઉપાસના, જ્ઞાનના સંવર્ધન અને જ્ઞાનના દાન માટે જ્ઞાન પંચમીનો તહેવાર છે. આ દિવસે જૈન ધર્મના ગણધરોએ સંકલિત કહેલા આગમ ગ્રંથોનું વાંચન-શ્રવણ-લેખન થાય છે.

લાભપાંચમ દરમ્યાન થતી વિધિઓ:

જેઓદિવાળી પર ધંધાના મુહૂર્તમાં નિષ્ફળ રહ્યા હોય તે લોકો દ્વારા લાભપાંચમનાં દિવસે શારદાપૂજન કરવામાં આવે છે.

વ્યવસાયસમુદાયના સભ્યો આજે તેમની દુકાનો ખોલે છે અને તેમની નવી ખાતાવહીની પૂજા કરે છે.

વેપારીઓતેમના ધંધામાં માં લક્ષ્મીની પ્રસન્નતા માટે આ દિવસે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરે છે.

ઘણાંલોકો તેમના મિત્રો અને પરિવારોના ઘરોની મુલાકાત લે છે. તેમની વચ્ચેના મીઠાં સંબંધોનાં પ્રતીકરૂપે મીઠાઈનું વિનિમય કરે છે.

કેટલાકક્ષેત્રોમાં લોકો તેમના જ્ઞાનને વધારવા માટે લાભપંચમીના દિવસે તેમના પુસ્તકોની પૂજા કરે છે.

લાભપંચમીપર ગરીબો કે જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અથવા અન્ય આવશ્યક દાન આપવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

લાભ પંચમીના શુભ મૂહુર્ત આ મુજબ છે:

સવારના 6:42 થી સવારના 10:57 વાગ્યા સુધી (ચલ, લાભ, અમૃત)

બપોરના 12:22 થી બપોરના 1:47 વાગ્યા સુધી (શુભ)

Source link —> aapdujunagadh.com

The post આ કારણે લાભ પાંચમ ને વેપાર કે શુભકાર્યના શુભારંભ દિવસ તરીકે ઓળખાય છે appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34844/feed/ 0
જાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે https://lakshya.tv/vrat-katha/34842/ https://lakshya.tv/vrat-katha/34842/#respond Thu, 24 Oct 2019 13:09:16 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34842 પ્રણામ દોસ્તો , આપણા ભારત દેશ નો પૌરાણિક ઈતિહાસ પ્રભુ શ્રી રામ ના નામ વગર તો અશક્ય છે. પ્રભુ શ્રી રામ જેમનો જન્મ અયોધ્યા નગરી મા થયો હતો.આખા ભારત વર્ષ મા આજે પણ શ્રી રામ નામ ની ગાથા ઓ પ્રચલીત છે તથા આ નામ પર તો હાલ રાજકારણ પણ ચર્ચા મા છે. તમે જાણો છો […]

The post જાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે appeared first on Lakshya Tv.

]]>
પ્રણામ દોસ્તો , આપણા ભારત દેશ નો પૌરાણિક ઈતિહાસ પ્રભુ શ્રી રામ ના નામ વગર તો અશક્ય છે. પ્રભુ શ્રી રામ જેમનો જન્મ અયોધ્યા નગરી મા થયો હતો.આખા ભારત વર્ષ મા આજે પણ શ્રી રામ નામ ની ગાથા ઓ પ્રચલીત છે તથા આ નામ પર તો હાલ રાજકારણ પણ ચર્ચા મા છે.

તમે જાણો છો કે આપણા દેશ મા રામ નામ ની સરકાર પણ રચાયેલી છે. તથા તેનુ વિસર્જન પણ થયેલુ છે. પ્રભુ શ્રી રામે આપણા દેશ મા અવતરીત થઈ ને અલૌકિક સિદ્ધી ઓ દર્શાવી હતી. હતી.આ ભારત દેશ ની ધરા પર જ તેમણે શસ્ત્ર તથા શાસ્ત્ર નુ જ્ઞાન ગ્રહણ કર્યુ હતુ.

પ્રભુ શ્રી રામ આ અખંડ ભારતવર્ષ ના સમ્રાટ હતા. પૌરાણિક હિન્દુત્વ ધર્મ અનુસાર શ્રી રામ ને પ્રભુ નો દરજ્જો આપવા મા આવેલ છે. જેથી તે હર એક વ્યક્તિ ના હૈયા મા સ્થાન પામેલ છે. આપણા ભારત દેશ મા સ્વાતંત્ર અપાવનાર વીર પુરૂષ ગાંધી બાપુ તથા અશોક સ્તંભ ને ચલણ મા સ્થાન આપવા મા આવ્યુ.

જ્યારે પ્રભુ શ્રી રામ સૌના હૈયા મા વસતા હોવા છતા એકપણ ચલણ મા તેમને સ્થાન આપવા મા આવ્યુ નથી જે આપણ માટે એક દુખદ ઘટના છે. પરંતુ દુનિયા ની એક એવી જગ્યા પણ છે કે જ્યા કોઈ પણ હિન્દુ ધર્મ ધરાવતો વ્યક્તિ વસવાટ કરતો નથી. છતા પણ તેમના ચલણ મા પ્રભુ શ્રી રામ ને સ્થાન આપવા મા આવ્યુ છે.

આ જ્ગ્યા છે યુરોપ મહાદ્વિપ નો એક દેશ નેધરલેન્ડ. આ દેશ નુ પાટનગર એમ્સટરડમ છે. આ દેશ ની ઉત્તર સીમા મા તથા દક્ષીણ સીમા મા સમુદ્ર ફેલાયેલો છે. આ દેશ ની દક્ષીણ ભાગે બેલ્જીયમ તથા પૂર્વ ભાગે જર્મની સ્થિત છે. આ દેશ ને હોલેંડ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ ચલણ નો ઉપયોગ આ દેશ મા થી ગરીબી ના તત્વો ને દુર કરવા માટે કરવામા આવે છે.

એક નવાઈ ની વાત એ પણ છે કે જેમ ભારત દેશ મા રૂપીયા ને ચલણ તરીકે ઓળખવા મા આવે છે તેમ નેધરલેંડ ના ચલણ ને રામરાજ્ય તરીકે ઓળખાવા મા આવે છે. ઓક્ટોબર ૨૦૦૨ મા મહર્ષિ મહેશયોગી દ્વારા રચિત ઓર્ગેનાઈઝેશન ‘ ધી ગ્લોબલ કન્ટ્રી ઓફ વોલ પીસ ‘ એ રામ રાજ્ય ચલણ ની જાહેરાત કરી હતી. આ ચલણ દ્વારા પૃથ્વિ પર રામરાજ્ય ની પ્રેરણા નો ફેલાવો કરવા મા આવે છે.

‘ ધી ગ્લોબલ કંટ્રી ઓફ વોલપીસ ‘ ઓર્ગેનાઈઝેશન પોતાના ફાયદા માટે કોઈ કર્યો નથી કરતી પરંતુ વિશ્વ ભર મા શિક્ષણ તથા શાંતિ ના સંદેશ નો ફેલાવો થાય તે માઅટે કાર્યરત છે. આ ચલણ વિશે વિસ્તાર પુર્વક જાણીએ તો તેમા પ્રભુ શ્રી રામ ના ચિત્ર ની સાથે સાથે કામધેનુ તથા કલ્પ વૃક્ષ ના ચિત્રો પણ દર્શાવવા મા આવ્યા છે.

અને અવિશ્વસનીય બાબત તો એ છે કે અમેરીકા ના ૩૫ દેશો મા આ ચલણ વપરાય રહ્યુ છે. તથા નેધરલેંડ દેશ ને વિશ્વસંસ્થા દ્વારા આ ચલણ ની માન્યતા મળી છે. ૧ ની , ૧૦ ની તથા ૫ ની લાખો પ્રભુ શ્રી રામ નામ નુ ચલણ નેધરલેંડ મા તમને ફરતુ જોવા મળશે. એ રામ નામ ની નોટ નુ મુલ્ય અંદાજીત ૧૦ યુરો જેટલુ ગણવામા આવે છે.

Source link —> gujjubaba.com

The post જાણો આ દેશમાં ભગવાન શ્રી રામ ના નામની ચલણી નોટો નો ઉપયોગ કરવામાં આવે છે appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34842/feed/ 0
જાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ https://lakshya.tv/vrat-katha/34840/ https://lakshya.tv/vrat-katha/34840/#respond Thu, 24 Oct 2019 13:09:01 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34840 સોમનાથ મિત્રો ભગવાન શિવ ની ૧૨ જ્યોતિર્લીંગ માથી એક છે સોમનાથ મહાદેવ. જો ગુજરાતમાં ટોપ ટેન સ્થળો ની વાત કરવામાં આવે તો તેમાં સોમનાથ નું નામ પ્રથમ આવે છે. પવિત્ર સોમનાથ મંદિર એક માત્ર ધાર્મિક સાઇટ નથી. અગણિત વખત આનો નાશ થયેલ છે અને ફરી બંધાયેલ છે. એક વાર ભગવાન સોમા એ સોના થી, એક […]

The post જાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ appeared first on Lakshya Tv.

]]>
સોમનાથ

મિત્રો ભગવાન શિવ ની ૧૨ જ્યોતિર્લીંગ માથી એક છે સોમનાથ મહાદેવ. જો ગુજરાતમાં ટોપ ટેન સ્થળો ની વાત કરવામાં આવે તો તેમાં સોમનાથ નું નામ પ્રથમ આવે છે. પવિત્ર સોમનાથ મંદિર એક માત્ર ધાર્મિક સાઇટ નથી. અગણિત વખત આનો નાશ થયેલ છે અને ફરી બંધાયેલ છે. એક વાર ભગવાન સોમા એ સોના થી, એક વાર રાવણ એ ચાંદી થી, એક વાર ભગવાન કૃષ્ણ એ લાકડા થી અને એક વાર રાજા ભીમદેવ એ પથ્થર થી.

ગીર

જ્યારે સિંહો ની વાત કરવામાં આવે ત્યારે એશિયા માં સૌથી વધુ વસવાટ કરતાં સિંહો ની જગ્યા એટ્લે ગીર. તેમની સાથે સામનો કરવા માટે. ગીર સિંહો શિવાય અન્ય વિવિધ અને દુર્લભ પ્રાણીઓ નું પણ ઘર છે જેમ કે hyenas, fish owls, black bucks અને બીજા ઘણા બધા. સમગ્ર જમીન લગભગ ૧૪૦૦ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે. આ ભારત નું એક માત્ર નેશનલ પાર્ક છે જેની સીમા માં સમુદાય વસાહત કરે છે.

દ્વારકા

નટખટ કાનુડો કે પછી ભગવાન શ્રી કૃષ્ણ નું રાજ નગર એટલે કે દ્વારકા. જે પ્રખ્યાત અને અત્યંત આદરણીય “ચારધામ” ની યાત્રા માં નું એક ધામ છે. તે ભગવાન કૃષ્ણના પ્રાચીન સામ્રાજ્ય માણવા માં આવે છે અને ગુજરાતની પ્રથમ રાજધાની પણ માનવામાં આવે છે.

કચ્છનું રણ

મિત્રો તમે રણ તો ઘણા જોયા હશે પણ કચ્છ નું રણ બધા કરતાં અલગ અને સુંદર છે. જ્યાં દૂર દૂર થી લોકો તેને નિહાળવા માટે આવે છે. અરબી સમુદ્ર અને થાર રણ ના સાનિધ્ય માં કચ્છ નું રણ એક રેતી અને મીઠા ની અજાયબી છે. પૂનમ ના રણ હીરા ની જેમ ચમકે છે અને ખરા અર્થ માં એક શાંત સંવેદના લાવે છે.

સાપુતારા

મિત્રો ગુજરાત નું શિમલા મનાલી એટકે સાપુતારા. તેની સુંદરતા અને તાજગી ભરી હવા માણસ નું મન મોહી લે છે. એક સુંદર ગીચ જંગલની અને રીસોર્ટ થી ઘેરાયેલા એક વિશાળ તળાવ એ જોવા લાયક સ્થળ છે. અહીંયા વધારે ઠંડી નથી પડતી પણ ચોમાસા ની ઋતુ મુલાકાત લેવાનો સર્વશ્રેષ્ઠ સમય છે.

પાટણ ની વાવ

જો ગુજરાતની કોઈ World Heritage Site ની વાત કરવામાં આવે તો તેમાં પ્રથમ નામ રાણકી વાવ છે જે રાણી એ એમના રાજા ની યાદ માં બનાવેલી હતી. તાજ મહેલ જેવું પણ વિપરીત. આ બનાવા માં આવી હતી ઉદયમતી દ્વારા ભીમદેવ ની યાદ માં 11 મી સદીના પ્રારંભમાં. આ વાવ ની સીડીઓ 7 સ્તર નીચે જાય છે અને 1500 થી વધુ શિલ્પો ધરાવે છે.

Source link —> www.gujjubaba.com

The post જાણો ગુજરાતનાં બેસ્ટ ફરવા લાયક સ્થળો વિશે જ્યાં એકવાર તો અવશ્ય જવું જ જોઈએ appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34840/feed/ 0
જાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે https://lakshya.tv/vrat-katha/34838/ https://lakshya.tv/vrat-katha/34838/#respond Thu, 24 Oct 2019 13:08:47 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34838 ‘યમ’ અને ‘યમી’ ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ […]

The post જાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે appeared first on Lakshya Tv.

]]>
‘યમ’ અને ‘યમી’ ભાઇ બહેન હતાં. યમી એટલે યમુના નદી. યમી તો રોજ પોતાના ભાઇને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે, પણ યમરાજને ઘડીનાયે ફુરસદ નહિ. કોઇનો ન્યાય તોળવો, કોઇને સજા કરવી વગેરે પ્રવૃતિમાંથી જ નવરા ન થાય, પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે? એવામાં ભાઇબીજનો પવિત્ર તહેવાર આવ્યો. એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા. બહેન તો ભાઇને પોતાને આંગણે જોઇ આનંદવિભોર બની ગઇ. બહેને પ્રેમપૂર્વક રસોઇ બનાવી અને બત્રીસ જાતનાં ભોજન ભાઇને આગ્રહપૂર્વક જમાડ્યાં.

ભાઇ યમ યમીને કહે છેઃ “બહેન! માગ માગ”
ભાવનાની ભેટ અમૂલ્ય છે, આથી બહેન યમીએ ભાઇ પાસે પાંચ વસ્તુઓ માગીઃ (૧) આજે બહેનને ત્યાં જે ભાઇ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજનાં તેડાં જ આવે. (૨) દર ભાઇબીજે મારે ત્યાં તમારે જમવા આવવું (૩) જે ભાઇ આજે યમુના સ્નાન કરે, તેની સદ્ગતિ થાય (૪) આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઇનું આયુષ્ય વધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે (૫) આજે ‘યમપૂજા’ કરવાથી યમ પ્રસન્ન થાય

યમે તથાસ્તુ કહ્યું. ભાઇએ બહેનનાં ચરણે અતિ કીંમતી ભેટો ધરી, વ્રત કરી હસતે મુખે વિદાય લીધી. બહેન યમીએ તો નિઃસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળાં ભાઇ-બહેનનું કલ્યાણ કરી દીધું. ભાઇ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે. જો કોઇ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું.

જો નાની બહેન ન હોય તો મોટી બહેન, મિત્રની બહેન, મામા, માસી, કાકાની દીકરી, ધર્મની બહેનને ત્યાં જમવા જવું અને શક્તિ અનુસાર દાન આપવું. શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું. ભાદરવા માસની બીજના દિવસે મામાની દિકરીના ઘેર જમવું. આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઇની દિકરીનું આમત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજના (ભાઇબીજ) દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું. આથી ધન-યશની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળીભૂત થાય છે, બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે, આરોગ્યની વૃદ્ધિ થાય છે.

અનિવાર્ય સંજોગોને લીધે ભાઇબીજને દિવસે ભોજન ન લઇ શકાય તો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ત થતું નથી અને આયુષ્યનો કદાપિ ક્ષય થયો નથી.

यमद्वितियां यः प्राप्य, भगिनी ग्रहभोजम् ।
न कुर्याद्वर्षजं पुण्यं नश्यतीति रवेः श्रुतम् ॥

Source link —> shareinindia.in

The post જાણો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાથી બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34838/feed/ 0
જાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી https://lakshya.tv/vrat-katha/34833/ https://lakshya.tv/vrat-katha/34833/#respond Thu, 24 Oct 2019 13:08:44 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34833 દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે. ચોરે અને ચૌટે,બાલક અને વૃધ્ધને આજે “જય શ્રીકૃષ્ણ”ના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામરામ કરાય છે. […]

The post જાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી appeared first on Lakshya Tv.

]]>
દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે. ચોરે અને ચૌટે,બાલક અને વૃધ્ધને આજે “જય શ્રીકૃષ્ણ”ના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામરામ કરાય છે. અને હાં,એ પણ ગઇ ગુજરી ભુલી જઇને જીંદગીની નવી શરૂઆત સમયે….!

આજનો દિવસ વિક્રમસંવતના પ્રારંભનો દિવસ છે. આપણે ત્યાં નવું વર્ષ આજના દિવસથી શરૂ થાય છે. એટલે નવા વર્ષના અભિનંદન-શુભેચ્છાઓની આજના દિવસે ખાસ આપ-લે કરાય છે.

તરીકે પણ આજનો દિવસ ઓળખાય છે. આમ તો બેસતું વરસ એટલે કારતક સુદ એકમ. દિવાળી પછીનો આ દિવસ છે. માળવાના રાજા વિક્રમે શકોનો પરાજય કરીને પોતાના નામનું સંવત સ્થાપ્યું તે સમયથી આ સંવતનો પ્રારંભ થયો. તેથી તેને વિક્રમ સંવત કે માલવ સંવત કહેવામાં આવે છે. ગુજરાતમાં તે સોલંકીકાલથી શરૂ થયેલ. ગ્રેગેરિયન કેલેન્ડરથી તે ૫૭ વર્ષ આગળ એટલે ઇ.સ.પૂર્વે ૫૭માં અસ્તિત્વમાં આવ્યો હતો. દિવાળીની આતશબાજીમાં વીતેલા વરસની નકારાત્મક્તા, નિષ્ફળતા, કડવાશ કે ખારાશને ઓગાળી દેવામાં આવે ત્યારબાદનો આ પ્રથમ દિવસનો સૂર્યોદય આખા વરસ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે.

દિવાળીની રાતે લગભગ આખી રાત દારુખાનું ફૂટે. કોઈકનું ચોપડા પૂજન મોડે હોય તો કોઈકને દુકાન ખોલવાનું મુહૂર્ત વહેલું હોય. આખી રાત જાણે ગામ જાગતું હોય. પ્રભાતનો પહોર થવામાં આવે ત્યાંતો મંદિરોમાં મંગળા આરતીનો ઘંટનાદ ગુંજી રહે. દેવદર્શન માટે લોકોના પગ અધીરા બને. મંગળા આરતીમાં ઈશ્વર સન્મુખ પ્રાર્થના કરી નવા વરસ માટે સુખ, શાંતિ અને વેપાર ધંધામાં કે ખેતી જેવી પ્રવૃત્તિમાં ભગવાન રસકસ પૂરે એવી વિનંતી થાય. ત્યારબાદ સહુને બેસતા વરસની શુભકામનાઓ અપાય.

આજના દિવસથી ખેડુતો અને વેપારીઓ સહિત પ્રત્યેક ધંધાર્થીઓ પોતાના કામની શરૂઆત નવેસરથી કરે છે. ખેડુતો કોઠીઓમાંથી શિયાળુ પાક માટેનું ધાન્ય બહાર કાઢે છે. તો વેપારીઓ પણ નવા વર્ષના હિસાબોનો પ્રારંભ નવા ચોપડાઓથી કરે છે.અગાઉનો બધો હિસાબ અને લક્ષ્મીપૂજન દિવાળીની રાત્રે થઇ ચુક્યુ હોય છે.

આજે નવી વસ્તુઓ ખરીદવાની પણ પ્રથા છે. વળી,નવા વર્ષનું પંચાગ લેવાની ક્રિયા ખાસ રસપૂર્વક કરવામાં આવે છે. લોકો આજે બને તેટલા સૌમ્ય રહેવાનો પ્રયાસ કરે છે….! અપશબ્દો,ખરાબ કર્મ કે એવું કાંઇ આજના દિવસે કરતા અટકાવાય છે.કારણ કે,વર્ષના પહેલાં દિવસને જેમ સૌમ્યરીતે ઉજવો એટલું જ વર્ષ સારું જાય એવી માન્યતા છે. વળી,આજે લોકોમાં કોઇ એક વ્રત રાખવાની પણ પ્રણાલિ છે.

બેસતા વરસના દિવસે દેવમંદિરોમાં અન્નકૂટ ભરાય છે તથા સવારે લોકો દેવદર્શને અને એકબીજાને મળવા માટે નવાં કપડાં પહેરી સજીધજીને નીકળી પડે છે. આ બધી પરંપરાઓ હજુ આજેય અકબંધ છે. શહેરી વિસ્તારોમાં ઓછી છે, ગ્રામ્ય વિસ્તાર પરંપરાઓને ઓઢીને બેઠેલો છે. દિવાળીના આ સમગ્ર દિવસો દરમિયાન આંગણામાં રંગોળી પુરાય, ઘરને ટોડલે તોરણ બંધાય અને ક્યાંક ક્યાંક તો ઝબુક ઝબુક થતી સિરીઝ પણ લાગે. ગામડામાં બેસતા વરસને ઝાંયણી પણ કહે છે. રાત્રે લોકો એકબીજાને મળવા જાય છે. છોકરાં રામરામ કરવા નીકળે તેમને દરેક ઘરેથી પતાસાની કમાણી થાય.વળી સવારના પહોરમાં રામરામ મળવા આવતા મુખવાસ,પ્રસાદ પણ અપાય છે.લોકો સવારમાં દરેક મંદિરે-કુલદેવતાના મંદિરે દર્શનાર્થે અને આશીર્વાદપ્રાપ્તિ માટે જાય છે.

ગોવર્ધન પૂજા અને અન્નકુટ ભોગ

આજે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન ઉઠાવીને વ્રજવાસીઓની ઇન્દ્રના કોપથી થયેલ અતિવૃષ્ટિથી રક્ષા કરી હતી.લોકો અને પ્રાણીઓ સહિત બધાં ગોવર્ધન પર્વત નીચે આવી ગયેલા,પરીણામે તેમને રક્ષણ મળેલું.ભગવાન કૃષ્ણને આ પછી “ગોવર્ધનગીરીધારણ” પણ કહેવાય છે.આ પહેલાં વ્રજવાસીઓ ઇન્દ્રને છપ્પન પ્રકારનું અન્નકુટ મતલબ વિવિધ શાક અને વાનગીઓનો ભોગ ચડાવાતો.આ ઘટના પછી લોકો ગોવર્ધનની પૂજા કરી તેમને પાલનહાર સમ જાણી અન્નકુટ ધરવા લાગ્યાં.આજે પણ મંદિરોમાં ભગવાન ઠાકોરના મંદિરે અન્નકુટ ધરાવવાની શ્રધ્ધામયી પ્રથા છે.એમાં વિવિધ ભાતની વાનગીઓ ઉપરાંત વિવિધ શાકભાજી પણ હોય છે.આમ,છપ્પન ભોગનો અન્નકુટ ધરવાની પ્રથા અતિ પ્રચલિત છે.તે અન્નકુટનો પ્રસાદ પણ બધે વહેંચવામાં આવે છે.વળી,આજે સવારમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવાય છે,એમાં ગોપાલકોની પ્રતિકૃતિ બનાવાર છે અને ફુલોથી શણગાર કરાય છે.સાંજે તેમની શ્રધ્ધાભાવથી પૂજાવિધિ કરાય છે.વ્રજભૂમિમાં આજે અન્નકુટ અને ગોવર્ધનપૂજાનું અતિ મહત્વ હોય છે.આમ,આજે અન્નકુટ અને ગોવર્ધનપૂજાને લીધે આ દિવસ ખુબ દિપી ઉઠે છે.

અંતે,આપ સર્વને વિક્રમ સંવત ૨૦૭૬ ની શરૂઆતની ખુબ ખુબ શુભકામનાઓ. પ્રભુ આ નવા વર્ષે આપની દરેક મહેચ્છા પુરી કરે અને આપ પ્રગતિના શિખરો ઉત્તરોત્તર સર કરો – આપની જીંદગીમાં આ વર્ષ એક નવું સિમાંકન આંકે એવી ખોબલા ભરીને શુભેચ્છાઓ. જય શ્રીકૃષ્ણ સાથે નવા વર્ષના રામરામ….!

Source link —> shareinindia.in

The post જાણો બેસતા વર્ષના પાવન દિવસ વિશે ની રોચક માહિતી appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34833/feed/ 0
દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે https://lakshya.tv/vrat-katha/34826/ https://lakshya.tv/vrat-katha/34826/#respond Wed, 23 Oct 2019 10:36:36 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34826 કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 27 ઓક્ટોબરના દિવાળી આવી રહી છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મીને ખુશ કરવાનો […]

The post દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે appeared first on Lakshya Tv.

]]>
કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 27 ઓક્ટોબરના દિવાળી આવી રહી છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મીને ખુશ કરવાનો આનાથી વધુ સારો સમય કયો હોય શકે?

પૌરાણિક કથાઓ અનુસાર, દિવાળીના દિવસે જ રામ ભગવાન સીતામાતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ બાદ પરત ફર્યા હતા. એ ખુશીમાં અયોધ્યા વાસીઓએ પોતાના ઘર સાથે આખા શહેરમાં દિવા પ્રગટાવાય હતા.

માતા લક્ષ્મી દિવાળીની રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. આ દિવસે માતા લક્ષ્મી જે કોઈ વ્યક્તિના ઘરે નિવાસ કરે તે ઘરમાં પૈસાની તંગી ક્યારેય થતી નથી.

માતા લક્ષ્મીની કૃપા બની રહે એ માટે લોકો તેના ઘરેની આસપાસ દીવા પ્રગટાવી રોશની ફેલાવે છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે ક્યા ચોક્કસ સ્થાન પર દિવા પ્રગટાવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

ચાલો તો તમને એવી ચોક્કસ જગ્યા વિષે જણાવીએ જ્યાં દીવા પ્રગટાવી રોશની ફેલાવાથી મા કરવા આવશે.

1. ઘરની આસપાસના ચોકમાં જ્યાં જ્યાં અંધારું છવાયેલ હોય ત્યાં દીવા પ્રગટાવી રોશની ફેલાવી જોઈએ. આ જગ્યા પર અંજવાળું કરવાથી તમારી પૈસાથી જોડાયેલ દરેક સમસ્યાઓનું સમાધાન મળી જશે.

2. માતા લક્ષ્મીનું આગમન ઘરના મુખ્ય દરવાજેથી થશે તો ત્યાં દીવો પ્રગટાવો ખુબ જરૂરી છે.

3. દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો જોઈએ. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે.

4. દિવાળીને દિવસે જ્યાં લક્ષ્મી પૂજન કર્યું હોય એ જગ્યા પર આખી રાત દીવો પ્રગટી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

5. આસપાસ કોઈ સુમસામ જગ્યા કે સ્મશાન હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવી અને અંધારું દૂર કરવું જોઈએ. ઘરની આસપાસ આવેલ મંદિરમાં જઈ અને દીવો પ્રગટાવો જોઈએ.

6. ઘરના આંગણે આખી રાત દીવો પ્રગટાવીને રાખવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ જરૂર મળશે અને દરેક સમસ્યાનું સમાધાન મળી જશે.

Source link —> gujjurocks.in

The post દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34826/feed/ 0
મહાકાળી અને ભગવાન શિવ ના ભક્તો માટે સાધનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે કે કાળીચૌદશ https://lakshya.tv/vrat-katha/34822/ https://lakshya.tv/vrat-katha/34822/#respond Wed, 23 Oct 2019 10:27:09 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34822 દીવાળીના પર્વોમાં ધનતેરસ બાદ કાળી ચૌદશ આવે છે. કાળી ચૌદશ એટલે મૂલતઃ ઉપાસના અને સાધનાનો દિવસ. આ પર્વ સાથે સાધના સિવાય કેટલીક મહત્વની પૌરાણિક સત્ય ઘટનાઓ પણ જોડાયેલી છે. આજે વાત કરીશું કાળી ચૌદશના મહત્વની અને જાણીશું પૌરાણીક કથાઓ સાથે સાધના અને ઉપાસનાનું મહત્વ. આપણાં ત્યાં વડવાઓમાં એવી કહેવત પ્રચલિત હતી કે કાળીચૌદશના આંજ્યા ના […]

The post મહાકાળી અને ભગવાન શિવ ના ભક્તો માટે સાધનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે કે કાળીચૌદશ appeared first on Lakshya Tv.

]]>
દીવાળીના પર્વોમાં ધનતેરસ બાદ કાળી ચૌદશ આવે છે. કાળી ચૌદશ એટલે મૂલતઃ ઉપાસના અને સાધનાનો દિવસ. આ પર્વ સાથે સાધના સિવાય કેટલીક મહત્વની પૌરાણિક સત્ય ઘટનાઓ પણ જોડાયેલી છે. આજે વાત કરીશું કાળી ચૌદશના મહત્વની અને જાણીશું પૌરાણીક કથાઓ સાથે સાધના અને ઉપાસનાનું મહત્વ.

આપણાં ત્યાં વડવાઓમાં એવી કહેવત પ્રચલિત હતી કે કાળીચૌદશના આંજ્યા ના જાય કોઈનાં ગાંજ્યા. વિશેષ કરીને કાળી ચૌદશના દિવસે શુદ્ધ તેલ અથવા જો શક્ય હોય તો તલના તેલનો દીવો પ્રગટાવીને તેની જ્યોત પર નાનું વાસણ ધરીને તેના ધુમાડાની મેશ એકઠી થાય તે તેલ સાથે ભેળવીને તેનું કાજળ બનાવીને આંખમાં આંજવામાં આવે છે. જો કે હવેના સમયમાં આ કાર્ય ભાગ્યે જ લોકો કરતા હોય છે. આજના દિવસે જો આ પદ્ધતિથી કાજળ લગાવવામાં આવે તો તે લોકો કોઈના ગાજ્યાં ન જાય અર્થાત કોઈનાથી છેતરાય નહીં. દિ દિવસે જો આ રીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય.. એટલેકે છેતરાય નહીં. દિવસે જો આ રીતે કાજળ આંજવામાં આવે તો તે કોઈનાથી ગાંજ્યા ના જાય..

આ દિવસે અનેક સ્થળોએ મારૂતિ યજ્ઞ થશે અને હનુમાનજીના મંદિરોમાં લોકો દર્શન કરવા જશે. કાળી ચૌદસના દિવસે અમદાવાદના કેમ્પના હનુમાન મંદિર ખાતે વર્ષોથી પરંપરા અનુસાર હનુમાનજીની પ્રસાદી તરીકે કાળા દોરાનું વિતરણ કરવામાં આવે છે. જયારે મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર દેવનો હવન પણ થશે. જ્યારે અનેક સાધુસંતો સ્મશાનમાં જઇ મા મહાકાળીની પૂજા અને યજ્ઞ કરશે.

કાળીચૌદસનો દિવસ શિવ અને મહાકાળી માના શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સાધક પોતાની કામનાની પૂર્તિ માટે સાધના કરે છે. કાળીચૌદસની રાત્રિએ કરેલી સાધના તત્કાળ સિદ્ધિ અને ફળ આપે છે. આ દિવસે મહાકાળી માતા, હનુમાન, ભૈરવ, નરસિંહ અને વીર સહિતના ઉગ્રદેવોની પૂજાસાધના કરવાનું વિધાન જૉવા મળે છે.

કાળીચૌદસે માટીના દીવામાં અથવા લોટનો દીવો બનાવી તેમાં ચાર વાટ કરવી અને તલનું તેલ પૂરવું. આ દીપ ઘરના પ્રવેશ દ્વાર પર રાખવો અથવા ઘરના દક્ષિણ દિશામાં મૂકવો. કાળી ચૌદસની રાત્રિ સુધી તે અખંડદીપ રહે તેનું ઘ્યાન રાખવું. આ કરવાથી અનિષ્ટ તત્ત્વો દૂર રહે છે. જયારે આ દિવસે સંઘ્યા સમય બાદ સ્નાનાદિથી પવિત્ર થઈ લાલ વસ્ત્ર પહેરી, લાલ આસન ઉપર બેસી, લાલ માળાથી ‘હનુમાનજીનો મંત્રનો જાપ કરવાથી અનેક પીડાનો નાશ થાય છે અને અંતમાં શ્રીફળ વધેરીને ઘરમાં તેના જળનો છંટકાવ કરવો જૉઈએ.

શ્રીમદ્ ભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે લોકોને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, “આ તિથિએ પવિત્ર મંગલસ્નાન કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ”. ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહે1લા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને અને ઓવારણા લઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો.’

ક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા પ્રગટાવે છે અને ઘરની બહાર આકર્ષક રંગોળી પૂરે છે. તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય આપીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન કરવા જેટલું ફળ મળે છે.

કાળીચૌદશ માટે ઉપાસના મંત્ર

ૐ હ્રીં કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી
સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે

અને

ૐ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:

Source link —> jobaka.in

The post મહાકાળી અને ભગવાન શિવ ના ભક્તો માટે સાધનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે કે કાળીચૌદશ appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34822/feed/ 0
જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે https://lakshya.tv/vrat-katha/34817/ https://lakshya.tv/vrat-katha/34817/#respond Wed, 23 Oct 2019 09:57:34 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34817 એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ? યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા […]

The post જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે appeared first on Lakshya Tv.

]]>
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીન પૂછ્ય કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે ? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા – નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું ?

યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારું દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારું હૃદય કંપી ઉઠ્યુ હતુ.

એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ – મહારાજ, હંસ નામનો રાજા હતો, જે એક દિવસ શિકાર કરવા ગયો, ત્યારે પોતાન સાથીયોથી અલગ પડી ગયો. અને બીજા રાજયની સીમામાં જતો રહ્યો. ત્યાના રાજા હેમાએ તેનું સ્વાગત કર્યુ.

તે દિવસે રાજા હેમાની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષિયોનું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હંસના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર સ્ત્રીયોની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.

પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ રાજા હંસની યુવાન દીકરી યમુના કિનારે આવી પડી અને તેને તે બ્રહ્મચારી બાળક જોડે ગંધર્વ વિવાહ કર્યા, અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામ્યો. તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારું હૃદય કાંપી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.

યમરાજ દ્રવિત થઈને બોલ્યા – શુ કરીએ ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે. એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો ?

યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે – ધનતેરસના દિવસે પૂજન અને દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.

આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે દીપદાનની પ્રથા શરૂ થઈ.

ધનતેરસનું ધાર્મિક મહત્વ :-

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ સુધી રહે છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવાય છે. આ વખતે આ તિથિ 5 નવેમ્બર સોમવારે છે. આ દિવસ ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે આ દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધન્વતંરીની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ધન્વતંરીનો જન્મદિવસ ધનતેરસ :-

પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઈને ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. આ સોનાના કળશમાં અમૃત હતું, જેનું પાન કરવાથી દેવતાઓ અમર થઈ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા. જેના કારણે બે દિવસ દિવાળી ઉજવાય છે.

આ કારણે લીધો હતો ધન્વંતરીએ અવતાર :-

માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધન્વંતરીના દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ધર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.

જ્યારે ભગવાને ધારણ કર્યો વામન અવતાર :-

શ્રીમદ ભાગવત કથા અનુસાર, સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.

રાજા બલિ પાસે માગ્યું દાન :-

જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવાના બદલે દાન આપવાનું વચન આપી દીધું. ત્યારે ભગવાન વામને રાજા બલિ પાસે ત્રણ ડગલા ધરતી માગી.

દેવતાઓને પાછું અપાવ્યું સ્વર્ગનું સિંહાસન :-

ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગથી પૃથ્વી, બીજો પગ અંતરિક્ષમાં મૂક્યો. પરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યું. જેના કારણે તે સીધો પાતાળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ-પાઠ મળી ગયા.

આ કારણે કહેવાય છે ધનતેરસ :-

રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.

Source link —> www.iamgujarat.com/gujarati.webdunia.com

The post જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34817/feed/ 0
જાણો વાઘબારસ ના મહત્વ વિશે… https://lakshya.tv/vrat-katha/34812/ https://lakshya.tv/vrat-katha/34812/#respond Wed, 23 Oct 2019 09:20:06 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34812 આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને જાણે નવા ઉમંગભર્યા દિવસો આવી ચુક્યાની મોસમ મહેકવા માંડે છે….!વાઘ બારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે.વાઘ બારસને “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે.અને આથી આ દિવસે ગાય […]

The post જાણો વાઘબારસ ના મહત્વ વિશે… appeared first on Lakshya Tv.

]]>
આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને જાણે નવા ઉમંગભર્યા દિવસો આવી ચુક્યાની મોસમ મહેકવા માંડે છે….!વાઘ બારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે.વાઘ બારસને “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે.અને આથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે.

વાઘ બારસનું મહત્વ :-

વાઘ બારસ ને દિવસે વાણી ની દેવી સરસ્વતીનું પૂજન થાય છે. ઘણા આદિવાસી અને જંગલ વિસ્તારોમાં વાઘ (જંગલી પશુઓ)નું પૂજન પણ થાય છે. વાઘ બારસના દિવસથી જ વહેલી સવારમાં અને રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે.દિપાવલીની હારમાળાઓ પ્રગટી ઉઠે છે….!અને આ દિવસથી દિપાવલીના લાગલગાટ દસ દિવસ સુધીના તહેવારોનો પ્રારંભ થાય છે.

ખાસ કરીને ગુજરાતના પૂર્વીય ભાગોમાં એટલે કે ડાંગ ઇત્યાદિ જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો આ દિવસે વાઘ દેવતાની પૂજા કરે છે.વાઘને અને નાગને તે લોકો દેવતાના રૂપમાં પૂજે છે.અને ગામના પાદરમાં આ બંનેની પથ્થરમાં કંડારેલી મૂર્તિઓ પણ હોય છે.વાઘ બારસના દિવસે તેઓ વાઘદેવતાની પૂજા કરી પોતાના જાનની અને પોતાના પ્રાણીઓની સલામતી માંગે છે.એક અદ્ભુત શ્રધ્ધા આ સમયે આદિવાસીઓમાં જોવા મળે છે.

વાઘ બારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ આટોપી લે છે.વર્ષ આખાના જૂની લેવડદેવડના બધાં ચોપડાઓના હિસાબ તેઓ આજે પતાવે છે.ટૂંકમાં,બધો હિસાબ સરભર કરે છે અને દિવાળી નિમિત્તે સફાઇ કરી નાખે છે….! તે પછી તેઓ આગળના ત્રણ દિવસો સુધી નાણાનો કોઇ વ્યવહાર કરતાં નથી.પછીથી નવા ચોપડાઓ સાથે નવા વર્ષથી નવો હિસાબ માંડે છે.

ગૌવત્સ દ્વાદશી :-

આ જ દિવસને અન્ય એક “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે.આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે.એટલે આ દિવસને “વસુ બારસ” તરીકે ઓળખાય છે.”વસુ” એટલે “ગાય”.એની પાછળની વાત એવી છે કે,એક રાજાને તેમની અમાનવીય વ્યવહારવાળી રાણીએ ગાયનો વાછરડો રાંધીને ખવડાવી દીધો હોય છે.એ પછી પશ્વાતાપ થાય છે અને એ દિવસથી ગાય અને વાછરડાની પૂજા થાય છે.વૈષ્ણવમાર્ગી ભાવિકો આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી તેમને અડદના વડાં ખવડાવે છે.

આમ,આ દિવસને વાઘ બારસ ઉપરાંત વસુ બારસ અથવા ગૌવત્સ એકાદશી તરીકે પણ ઓળખાય છે.દિવાળીના અને નવા વર્ષ મનોહર દિવસો ખુલવાના દરવાજારૂપ આ વાઘ બારસનું મહત્વ અનેરુ છે…..!

Source link —> www.bhelpoori.com

The post જાણો વાઘબારસ ના મહત્વ વિશે… appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34812/feed/ 0
આંખોના નંબર દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય એક જ મહિનામાં જોવા મળશે અસર https://lakshya.tv/vrat-katha/34792/ https://lakshya.tv/vrat-katha/34792/#respond Fri, 18 Oct 2019 12:18:25 +0000 https://lakshya.tv/?post_type=vrat-katha&p=34792 મોબાઈલ નો વધુ ઉપયોગ, કલાકો સુધી એક જ કામ પર રહેવું, પૂરતી ઊંઘ ન લેવી તથા આખો દિવસ ટીવી પર નજર રાખવાને કારણે આંખો ની રોશની વધુ ખરાબ થાય છે. પહેલાં, જ્યાં નબળી આંખો ની સમસ્યા ફક્ત વૃદ્ધ લોકો માં જ જોવા મળતી હતી, ત્યાં આજકાલ નાના-નાના બાળકો ને પણ ચશ્મા પહેરેલા જોવા મળે છે. […]

The post આંખોના નંબર દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય એક જ મહિનામાં જોવા મળશે અસર appeared first on Lakshya Tv.

]]>
મોબાઈલ નો વધુ ઉપયોગ, કલાકો સુધી એક જ કામ પર રહેવું, પૂરતી ઊંઘ ન લેવી તથા આખો દિવસ ટીવી પર નજર રાખવાને કારણે આંખો ની રોશની વધુ ખરાબ થાય છે. પહેલાં, જ્યાં નબળી આંખો ની સમસ્યા ફક્ત વૃદ્ધ લોકો માં જ જોવા મળતી હતી, ત્યાં આજકાલ નાના-નાના બાળકો ને પણ ચશ્મા પહેરેલા જોવા મળે છે. લોકો આંખો નો પ્રકાશ વધારવા માટે દવાઓ લે છે, પરંતુ વધારે દવા ખાવા થી લિવર ઉપર ખરાબ અસર પડે છે.

તેથી, ચાલો આજે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીએ, જેનાથી થોડા મહિનામાં જ તમારી આંખો ના નંબર દૂર થાય જશે. ઉપરાંત, તમે તમારી આંખો માં થતી અન્ય સમસ્યાઓ થી પણ બચી શકશો.

આંખોના નંબર દૂર કરવા માટેના દેશી ઉપાયો:-

1. બદામ:- 9-10 બદામ ને પાણી માં આખી રાત પલાળવા મૂકી દેવી અને તેને સવાર માં ઉઠીને તરત જ તેની છાલ ઉતારીને ખાઈ જવી. દરરોજ આ કરવાથી આંખો ની રોશની જ નહીં, પરંતુ મગજ પણ તેજ થશે.

2. ત્રિફલા:- ત્રિફલા ને પાણી માં પલાળી રાખવા અને સવારે તેનાથી તમારી આંખો ધોઈ લેવી. આ આંખો ને સ્વસ્થ રાખશે તથા તેની સાથે આંખ ના નંબર પણ દૂર થશે.

3. સરસવ નું તેલ:- દરરોજ સૂતાં પહેલા તમારા પગ ના તળિયાઓ ને સરસવ ના તેલ થી માલિશ કરો. તે આંખો ને સ્વસ્થ રાખે છે, સાથે સાથે તેની રોશની પણ બચાવી રાખે છે.

4. વરિયાળી:- 1 ટીસ્પૂન વરિયાળી, 2 બદામ, 1/2 ટીસ્પૂન મિશ્રી ને પીસી લેવી. દરરોજ સૂતાં પહેલા દૂધ સાથે આ મિશ્રણ લેવું. દરરોજ તે પીવાથી આંખો ના નંબર પણ દૂર થશે અને આંખો પણ સ્વસ્થ રહેશે.

5. ગાજર:- ગાજર માં વિટામિન એ, બી, સી ભરપૂર પ્રમાણ માં હોય છે. દરરોજ ગાજર ખાવું અથવા તેનો રસ પીવો, જેથી આંખો ની રોશની તેજ થાય છે.

6. ગ્રીન ટી:- દિવસ માં 2 અથવા 3 કપ ગ્રીન ટી પીવી. તેમાં રહેલા એંટી-ઓક્સિડેંટ્સ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

7. તાંબા ના વાસણ માં પાણી પીવું:- તાંબા ના જગ માં એક લિટર પાણી ભરવું અને તેને આખી રાત રહેવા દેવું. આ પાણી સવારે ખાલી પેટે પી લેવું. આ સિવાય, દિવસભર માત્ર તાંબા માં રાખેલું પાણી પીવો. તે આંખો ની રોશની ને તેજ બનાવશે.

8. ગાય નું ઘી:- ગાય ના દૂધ માંથી બનેલા ઘી થી રોજ કાન ના પાછળ ના ભાગ માં માલિશ કરો. તેનાથી આંખો ની રોશની વધે છે.

9. આંબળા નો મુરબ્બો:- આંબળા નો મુરબ્બો બની ગયા પછી, તેને દિવસ માં બે વખત ખાઓ. તેનાથી, આંખો ની રોશની વધારવામાં વધુ મદદ મળે છે.

10. જીરું અને મિશ્રી:- જીરું અને મિશ્રી ને સમાન પ્રમાણ માં પીસી લેવું. દરરોજ તેને 1 ચમચી ઘી સાથે ખાઓ. તેનાથી તમારી આંખો ના નંબર દૂર થઇ જશે.

જો તમે કમ્પ્યુટર માં કામ કરો છો તો શું કરવું?:-

કમ્પ્યુટર અથવા લેપટોપ પર નિયમિતપણે કામ કરતા લોકો એ એંટી ગ્લેયર લેન્સ નો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો નંબર ના ચશ્મા પહેરે છે, તેઓએ તેમના ચશ્મા માં એંટી ગ્લેયર લેન્સ લગાડી દેવા જોઈએ અને જે લોકો ચશ્મા નથી પહેરતા તેઓએ પણ એંટી ગ્લેયર લેન્સ ના સરળ ચશ્મા પહેરવા જોઈએ. આ સિવાય, દર અડધા કલાક માં થોડો સમય વિરામ લેવો અને 5 થી 10 વાર આંખો જલ્દી-જલ્દી પલટાવી. ગ્રીન ટી બેગ, કાકડી ના ટુકડા આંખો પર રાખવાથી આંખો ને આરામ મળે છે.

આંખોના તણાવને દૂર કરવા માટેના ઉપાય:-

શરીર ની સાથે આંખો ને પણ કસરત અને મસાજ ની જરૂર હોય છે. તેથી, એરંડા તેલ, ઠંડા દૂધ, ગુલાબજળ અથવા કાચા બટાકા ના રસ થી રોજ આંખો ની માલિશ કરવી.

આ સિવાય, આંખો માંથી તણાવ દૂર કરવા માટે તમારા બંને હથેળીઓ ને એકસાથે ઘસવી. ત્યાર પછી, થોડા સમય માટે આંખો બંધ કરી દેવી. ધ્યાન રાખવું કે, આંખો બંધ કર્યા પછી પ્રકાશ ન જાય. દિવસ માં 3 થી 4 વખત આ પ્રક્રિયા કરવી. જેનાથી, તમારા આંખો માંથી તણાવ તરત જ દૂર થઇ જશે તથા આંખો ની સમસ્યાઓ માંથી પણ છૂટકારો મળી જશે.

Source link —> gujaratofficial.com

The post આંખોના નંબર દૂર કરવા માટે અજમાવો આ દેશી ઉપાય એક જ મહિનામાં જોવા મળશે અસર appeared first on Lakshya Tv.

]]>
https://lakshya.tv/vrat-katha/34792/feed/ 0